________________
થયે છતે સંસ્કાર હોય ત્યારે તેવા પ્રકારના ફળની પ્રત્યે સંસ્કારની પ્રયોજકતા માનવી પડશે.
આ રીતે અનનુગત(અનેકરૂપે) સ્વરૂપે પ્રયોજકતા માનવામાં ગૌરવ થાય છે. તેથી પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાજીમાં અહંકાર-મમકારસ્વરૂપ દેવતાસંનિધાન કરાય છે... ઇત્યાદિ માન્યતા બરાબર નથી.
પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઇ છે... ઇત્યાદિ સ્વરૂપ પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી સમાપત્તિના કારણે પૂજાદિનું જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળની અનુપપત્તિ; વ્યાસંગદશામાં જ્ઞાન(ઉપયોગ)ના અભાવે થશે જ. પરંતુ એ રીતે વિશેષ ફળની અનુપપત્તિ થાય તોપણ પ્રીતિ વગેરેને લઇને સામાન્ય ફળ તો મળે છે જ. બાકી તો પ્રતિમાજીમાં પ્રતિક્તિત્વના યથાર્થજ્ઞાનને જ પૂજાના સામાન્ય ફળની પ્રત્યે જેઓ પ્રયોજક માને છે, તેમને તો આવા સ્થળે (વ્યાસંગના કારણે થનારા જ્ઞાનાભાવના સ્થળે) પ્રતિમાજીની પૂજા વગેરેના ફળની અનુપપત્તિ થવાની જ છે અર્થાત્ તે દોષ તેમને રહેવાનો જ છે. તેથી તેમની પણ માન્યતા ઉચિત નથી.
જે નવ્યનૈયાયિકો એ પ્રમાણે માને છે કે - પ્રતિષ્ઠાવિધિથી આત્મામાં જે અદષ્ટ ઉત્પન્ન થાય છે તે અદૃષ્ટ; સ્વાશ્રયાત્મસંયોગાશ્રય (સ્વ=અદૃષ્ટ, તેનો આશ્રય આત્મા, તેનો સંયોગ પ્રતિમામાં છે.) એવી પ્રતિમામાં પૂજ્યત્વનું પ્રયોજક બને છે. આવી માન્યતાને ધરનારા એ નવ્યનૈયાયિકોને તવ્યક્તિવિશિષ્ટ સંબંધનું જ્ઞાન ન હોય તો ‘અતિપ્રસંગ’નો પ્રસંગ આવશે. આશય એ છે કે નૈયાયિકો આત્માને વિભુ માનતા હોવાથી સઘળાય મૂર્ત(રૂપાદિયુક્ત દ્રવ્ય) દ્રવ્યોની સાથે તેનો સંયોગ માને છે. તેથી પ્રતિષ્ઠા કરનારે જે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે તે પ્રતિમાની સાથે પ્રતિષ્ઠા કરનારનો જે સંયોગ છે એવો જ સંયોગ બીજી (અપ્રતિષ્ઠિત) પ્રતિમામાં પણ હોવાથી તે પ્રતિમામાં પણ પૂજ્યત્વનો પ્રસંગ આવશે. આ અતિપ્રસંગનું નિવારણ કરવા પ્રતિમાવિશેષનું ગ્રહણ કરીએ તો તેનો અનુગમ(જ્ઞાન) શક્ય નહિ બને. તેથી નવ્યનૈયાયિકોનું કથન અનુચિત છે.
ચિંતામણિકાર આ વિષયમાં જે નીચે મુજબ જણાવે છે તે પણ તેનો વિચાર ન કરીએ ત્યાં સુધી જ ૨મણીય લાગે છે. તેમનું કહેવું એ છે કે - ‘પ્રતિષ્તિ પૂનયંત્’ આ વિધિવાક્ય પ્રતિષ્ઠામાં પૂજ્યતાનું કારણત્વ જણાવતું નથી; પરંતુ હૈં પ્રત્યય ભૂતકાલીન અર્થને જણાવવા માટે વિહિત હોવાથી અતીતપ્રતિષ્ઠમાં પૂજ્યત્વ જણાવે છે અર્થાત્ એ વાક્યથી ‘પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજ્યત્વપ્રયોજક છે' - આવો અર્થ સૂચિત થાય છે. તે પ્રતિષ્ઠાવંસ; પ્રતિષ્ઠાકાલસંબંધી; અસ્પૃશ્યસ્પર્ધાદિકના અનાદિકાલીન સંસર્ગભાવ જેટલા હોય તેનાથી સહિત હોવો જોઇએ. ધ્વંસ, પ્રાગભાવ અને અત્યંતાભાવ આ ત્રણ સંસર્ગભાવ છે. પ્રાગભાવ (ઉત્પત્તિ પૂર્વેનો) અને અત્યંતાભાવ અનાદિકાળના છે. પ્રતિષ્ઠાના ધ્વંસના કાલ દરમ્યાન અસ્પૃશ્યસ્પર્શાદિ થયેલા ન હોવા જોઇએ. અન્યથા પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજ્યતાનો પ્રયોજક નહિ બને.
૧૮૮
ભક્તિ બત્રીશી