________________
પ્રાપ્તિ થાય છે. રાગરહિત આત્માઓનું કાયાથી કે મનથી સંનિધાન શક્ય નથી. પ્રતિમાજીની પાસે આવવા સ્વરૂપ કાયિક સંનિધાન છે અને ત્યાં મોક્ષમાં રહીને “આ હું છું અથવા આ મારી પ્રતિમા છે. આવા પ્રકારના અહંકાર કે મમકાર સ્વરૂપ વિચારને માનસિક સંનિધાન કહેવાય છે. કોઈ પણ પ્રકારના મંત્રના સંસ્કારથી શ્રી વીતરાગ પરમાત્માનું એવું સંનિધાન શક્ય નથી. શ્રી ષોડશકપ્રકરણમાં એ અંગે ફરમાવ્યું છે કે “પારમાર્થિક રીતે મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ દેવતાની; પ્રતિમાજીને વિશે તે દેવતાનું અધિષ્ઠાન વગેરે સંભવિત ન હોવાથી આ મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી.”(૮-૬) “પૂજા વગેરે દ્વારા પ્રતિષ્ઠિત કરાતા દેવતાને કોઇ મુખ્ય ઉપકાર અહીં નથી, તેથી આ અતત્ત્વની કલ્પના બાલક્રીડા જેવી છે.” (૮-૭) આથી ઉપર જણાવ્યા મુજબના પ્રતિષ્ઠાના સ્વરૂપને માનવાથી નીચે જણાવ્યા મુજબની અન્યમતવાળાની માન્યતાઓનું નિરાકરણ થાય છે.
કેટલાક લોકોની એવી માન્યતા છે કે – “પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાદિમાં દેવતાનું અહંકાર અને મમકાર સ્વરૂપ સંનિધાન કરાય છે. પ્રતિમા જડ છે અને પોતે ચેતન છે. આવું વિશેષનું દર્શન હોવા છતાં દેવતા સંનિધાન કરે એ શક્ય નથી' - આ પ્રમાણે નહિ કહેવું; કારણ કે પોતાનું સાદશ્ય(સરખાપણું) જોવાથી ચિત્ર વગેરેમાં જેમ આપણને “આ હું છું અથવા આ મારું ચિત્ર છે' - એમ આરોપિત જ્ઞાન થાય છે; તેમ પ્રતિમાદિમાં અહત્વ અને મમત્વ બાધિત હોવા છતાં દેવતાને આરોપિત જ્ઞાન સંભવી શકે છે. “આવું પણ જ્ઞાન જ્યારે નાશ પામશે ત્યારે તે પ્રતિમાજીની પૂજા કરવાથી ફળ મળશે નહિ' – આવી શંકા ના કરવી. કારણ કે જ્ઞાનનો નાશ થયા પછી પણ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કાર તો રહે છે. અસ્પૃશ્ય ચાંડાલાદિના સ્પર્શ વગેરેથી સંસ્કારનો નાશ થાય છે અને તેથી તેની પ્રતિમાની પૂજાદિથી ફળ પ્રાપ્ત થતું નથી.” આવી જે માન્યતા છે તે બરાબર નથી.
કારણ કે જ્યાં વીતરાગદેવની સ્થાપના કરાય છે ત્યાં અહંકાર કે મમકાર સ્વરૂપ સંનિધાન શક્ય નથી. કારણ કે રાગ વગરના તેઓશ્રીને અહંકારાદિ સંભવિત નથી. યદ્યપિ આ રીતે સરાગી દેવની તેવી સ્થાપના શક્ય છે; પરંતુ સરાગીને દેવ માનવાનું જ મિથ્યાસ્વરૂપ છે તો તેમની સ્થાપના કરવાની વાત જ કઈ રીતે સંભવે? યદ્યપિ વીતરાગ પરમાત્મામાં રાગ ન હોવાથી અહંકારાદિ સ્વરૂપ સંનિધાન તેઓશ્રીને ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ ચિત્રાદિની જેમ આરોપિત સંનિધાન શક્ય છે. પરંતુ એવા દેવતામાં સર્વશપણું ન હોય તો વ્યાસંગદશામાં બીજા બીજા કામમાં વ્યગ્ર હોય ત્યારે) વ્યવહિત(અવરુદ્ધ) અનેક સ્થાનોમાં પ્રતિષ્ઠાઓની ક્રિયાઓમાં અહંકાર અને મમકાર સ્વરૂપ સંનિધાન ઉપપન્ન નહિ બને. ગમે તે રીતે વ્યાસંગ ટાળીને સમુદાયમાં તે તે રીતે સંનિધાન કરવામાં આવે તોપણ સંસ્કારનો નાશ થયે છતે પ્રતિમામાં અપૂજયત્વનો પ્રસંગ આવશે. જોકે એવા પ્રસંગે પ્રતિમા પૂજય મનાતી નથી. પરંતુ જયારે જ્ઞાન હોય ત્યારે પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે જ્ઞાનની પ્રયોજકતા અને જ્ઞાનનો નાશ
એક પરિશીલન
૧૮૭