________________
ચિંતામણિકારનું એ કથન ઉચિત નથી. કારણ કે પ્રતિષ્ઠા ક્રિયા અથવા ઇચ્છા સ્વરૂપ હોય તો તેનો ધ્વંસ પ્રતિમામાં નહિ રહે. (કારણ કે ધ્વસ સ્વપ્રતિયોગીના સમવાયી કારણમાં રહે છે.) સંયોગસ્વરૂપ પ્રતિષ્ઠા માનીએ તો તેનો ધ્વંસ પ્રતિષ્ઠા કરનાર અને પ્રતિમાજી બંનેમાં હોવાથી પ્રતિમાજીની જેમ પ્રતિષ્ઠા કરનારમાં પણ પૂજ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. પ્રતિમાજમાં રહેલા જ તાદશ સંયોગવિશેષને પ્રતિષ્ઠા સ્વરૂપ માનવાથી (અનુયોગિતાવિશેષથી સંયોગાશ્રયમાં પ્રતિષ્ઠા માનવાથી) પ્રતિષ્ઠા કરાવનારમાં પૂજયત્વ માનવાનો પ્રસંગ યદ્યપિ નહિ આવે પરંતુ આ રીતે પ્રતિષ્ઠાના ધ્વંસને; પ્રતિમાજીની પૂજાથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવામાં આવે તો પ્રતિષ્ઠાને તે ફળની પ્રત્યે પ્રતિબંધક માનવાના વ્યવહારનો પ્રસંગ આવશે. કારણ કે કારણભૂત અભાવના પ્રતિયોગીને(જેનો અભાવ હોય તેને) પ્રતિબંધક કહેવાય છે. કારણભૂત અભાવ અહીં પ્રતિષ્ઠાનો ધ્વંસ છે. તેનો પ્રતિયોગી પ્રતિષ્ઠા છે. તેને પૂજાફળની પ્રત્યે પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવશે... એ સ્પષ્ટ છે.
યદ્યપિ અહીં પ્રતિષ્ઠાધ્વસ દ્વારા પ્રતિષ્ઠાને પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનારા ફળની પ્રત્યે પ્રયોજક માનવાથી પ્રતિષ્ઠાધ્વંસને લઈને પ્રતિષ્ઠામાં ઉપર જણાવ્યા મુજબ પ્રતિબંધકત્વના વ્યવહારનો પ્રસંગ નિવારી શકાય છે. પરંતુ ભૂતકાલીન અર્થમાં વિહિત ૨ પ્રત્યયસ્થલે પણ લિતા વિદાઃ ઈત્યાદિ સ્થળે ધ્વસ દ્વારા ફળ મનાતું નથી. આશય એ છે કે સંસ્કૃત (સંસ્કાર કરાયેલા) વ્રીહિ(અનાજવિશેષ)ને અનુષ્ઠાન પ્રસંગે વાવવા જોઈએ. આ પ્રમાણે જણાવતી વખતે ત્યાં પ્રોક્ષિતવ્રીહિને જ ફળની પ્રત્યે પ્રયોજક મનાય છે. પરંતુ પ્રોક્ષણ - (સંસ્કરણ)ધ્વસને પ્રયોજક માનવામાં આવતો નથી. તો અહીં પ્રતિષ્ઠાધ્વસને ફળની પ્રત્યે દ્વાર(અવાંતર વ્યાપાર)રૂપે પ્રયોજક માનવાનું કઈ રીતે ઉચિત મનાય ? કારણ કે જે કારણના નાશ પછી લાંબા કાળે જે ફળની પ્રાપ્તિ થાય છે (અર્થાત્ જે ફળની પ્રાપ્તિ થતાં પૂર્વે જ લાંબા કાળે તેના કારણનો નાશ થયો છે) તે ફળની પ્રત્યે તે કારણનું દ્વાર કલ્પાય છે અને તે ભાવસ્વરૂપ જ મનાય છે. દાનાદિ ધર્મની આરાધનાથી ઘણા લાંબા કાળે સ્વર્ગાદિની પ્રાપ્તિ થતી હોય છે. તે વખતે દાનાદિ નાશ પામેલા હોવાથી દાનાદિથી ઉત્પન્ન અપૂર્વ (પુણ્યાદિ) દ્વારા દાનાદિને સ્વર્ગાદિની પ્રત્યે કારણ મનાય છે. અન્યથા અહીં પણ દાનાદિના ધ્વસને સ્વર્ગાદિની પ્રત્યે કારણ માની શકાય છે. પરંતુ અપૂર્વના ઉચ્છેદની આપત્તિના કારણે એમ કરાતું નથી. અન્યથા અપૂર્વના ઉચ્છેદનો પ્રસંગ આવશે - એ સ્પષ્ટ છે.
યદ્યપિ ક્વચિત્ યાગાદિધ્વસમાં સ્વર્ગાદિની પ્રયોજકતા મનાય છે; પરંતુ પ્રતિષ્ઠાધ્વંસમાં દ્વારસ્વરૂપે પ્રયોજતા માનવાનું જ શક્ય નથી. કારણ કે પ્રતિષ્ઠાધ્વસના અભાવમાં પૂજયત્વ તેમના મતે પ્રસિદ્ધ હોવાથી પ્રતિષ્ઠાધ્વંસમાં પ્રતિમાજીની પૂજાદિથી પ્રાપ્ત થનાર ફળની પ્રત્યે પ્રયોજકતા માનવાનું શક્ય નથી; તે જણાવાય છે વિ. ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ એક પરિશીલન
૧૮૯