SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાનું તાત્પર્ય એ છે કે જે સાધુભગવંતો માર્ગના જ્ઞાતા-ગીતાર્થ છે પરંતુ પૂર્વે ઉપાર્જેલા વીર્યંતરાયકર્મના ઉદય સ્વરૂપ કર્મદોષના કારણે ચારિત્રની તે તે ક્રિયાઓ કરવા સમર્થ થતા ન હોવા છતાં શક્ય ધર્મમાં નિરત છે, એવા સંવિગ્નપાક્ષિક (સંવિગ્ન સાધુઓનો પક્ષ સ્વીકારનારા) આત્માઓ ભાવસાધુઓની અપેક્ષાએ તેમની પાછળ લાગેલા હોવાથી માર્ગાવાચયશાલી છે. તેથી આ સંવિગ્નપાલિકોનો માર્ગ માર્ગપ્રાપક હોવાથી માર્ગ છે. આ વાત જણાવતાં ઉપદેશમાળામાં જણાવ્યું છે કે “તેનાથી મોક્ષમાર્ગ મળશે.” એનો આશય એ છે કે બહુવાર સમજાવવા છતાં સાધુવેષ પ્રત્યે અત્યંત રાગ હોવાથી જ્યારે કર્મના દોષથી શિથિલ આચારવાળા બનેલા આત્માઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે “તો તમે સંવિગ્ન પાક્ષિકપણું સ્વીકારો તેથી તમને માર્ગ(મોક્ષમાર્ગની)ની પ્રાપ્તિ થશે. આ રીતે સંવિગ્નપાલિકોનો માર્ગ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો માર્ગ હોવાથી માર્ગ છે. અહીં યાદ રાખવું જોઇએ કે સંવિગ્નપાક્ષિક આત્માઓને સાધુપણાની આવશ્યકાદિ ક્રિયા કરવાનું મન નથી – એવું નથી. માત્ર ભૂતકાળના પ્રબળ કર્મના ઉદયથી જ તેઓ તે તે ક્રિયાઓ કરવા માટે સમર્થ બનતા નથી. તેથી સાધુવેષ પ્રત્યેના તીવ્ર અનુરાગના કારણે તેઓ સાધુવેષનો ત્યાગ કરતા નથી અને સંવિગ્નપાણિકપણાનો સ્વીકાર કરે છે. આગળના શ્લોકોમાં વર્ણવાતા તેમના આચારોને જોતાં તેમની ગીતાર્થતાનો અને ચારિત્રધર્મનો પક્ષપાત સ્પષ્ટપણે સમજાશે. આગ વગેરેમાં ફસાયેલા પાંગળા માણસો ખસી શકતા ન હોવા છતાં તેમની જે મનઃસ્થિતિ છે, તેને આપણે સમજી શકતા હોઈએ તો સંવિગ્નપાક્ષિકોની પરિણતિને પણ આપણે સમજી શકીશું. ૩-૨ના સંવિગ્નપાક્ષિક આત્માઓને ભવિષ્યમાં મોક્ષમાર્ગની જે પ્રાપ્તિ થાય છે, તેમાં કારણ બનતા એવા તેમના આચાર જણાવાય છે– शुद्धप्ररूपणैतेषां मूलमुत्तरसम्पदः । सुसाधुग्लानिभैषज्यप्रदानाभ्यर्चनादिकाः ॥३-२२॥ शुद्धेति-एतेषां संविग्नपाक्षिकाणां । शुद्धप्ररूपणैव मूलं सर्वगुणानामाद्यमुत्पत्तिस्थानं, तदपेक्षं यतनाया एव तेषां निर्जराहेतुत्वात् । तदुक्तं-"हीणस्स वि सुद्धपरूवगस्स संविग्गपक्खवाइस्स । जा जा हविज्ज जयणा सा सा से निज्जरा होइ ।।१।।” इच्छायोगसम्भवाच्चात्र नेतराङ्गवैकल्येऽपि फलवैकल्यं । सम्यग्दर्शनस्यैवात्र सहकारित्वात् । शास्त्रयोग एव सम्यग्दर्शनचारित्रयोईयोस्तुल्यवदपेक्षणात् । तदिदमुक्तं“दंसणपक्खो सावय चरित्तभट्टे य मंदधम्मे य । दसणचरित्तपक्खो समणे परलोगकंखिमि ।।१।।” उत्तरसम्पद उत्कृष्टसम्पदश्च सुसाधूनां ग्लानेरपनायकं यझैषज्यं तत्पदानं चाभ्यर्चनं च तदादिकाः ॥३-२२।। “સંવિગ્નપાલિકોને બધા ગુણોની ઉત્પત્તિના સ્થાન સ્વરૂપ શુદ્ધપ્રરૂપણા હોય છે અને સુસાધુઓને દવા આપવી, તેમની અભ્યર્થના કરવી વગેરે ઉત્કૃષ્ટ સંપદા હોય છે.” - આ પ્રમાણે ૧૧૦ માર્ગ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy