________________
બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ સંવિગ્નપાક્ષિકમહાત્માઓને ભવિષ્યમાં જે જે ગુણોની પ્રાપ્તિ થતી હોય છે તેના મૂળમાં તેઓની શુદ્ધ(માગ)પ્રરૂપણા કાર્યરત છે. કારણ કે તેઓ સાધ્વાચારનું પાલન કરવામાં અત્યંત શિથિલ હોવા છતાં સાધ્વાચાર પ્રત્યેના દૃઢપક્ષપાતના કારણે જે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે યતનાપૂર્વક કરે છે. શુદ્ધપ્રરૂપણા; એ યતનામાં ખૂબ જ ઉપયોગી બને છે. શુદ્ધપ્રરૂપણાની અપેક્ષાવાળી તે યતના (શક્ય પ્રયત્ન પાપથી દૂર રહેવાનો પરિણામ) સંવિગ્નપાક્ષિક મહાત્માઓની કર્મનિર્જરાનું કારણ છે. આવી નિર્જરાના કારણે તે મહાત્માઓને ગુણોનો આવિર્ભાવ થાય છે, જે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધપ્રરૂપણામૂલક છે. આ વસ્તુને જણાવતાં અન્યત્ર કહ્યું છે કે – આચારથી હીન એવા શુદ્ધપ્રરૂપક વિગ્નપાલિક મહાત્માઓની જે જે યતના છે તે તે નિર્જરાને કરાવનારી છે.
સંવિગ્નપાક્ષિક મહાત્માઓને જ્ઞાન અને દર્શન હોવા છતાં ચારિત્ર ન હોવાથી તેમને નિર્જરા શક્ય નથી – આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે ઇચ્છાયોગનું પ્રબળ ચારિત્ર હોવાથી પ્રવૃત્તિ, સ્થિરતા કે સિદ્ધિ યોગનું ચારિત્ર ન હોવા છતાં નિર્જરાસ્વરૂપ ફળની વિકલતા થતી નથી. તેમને ઇચ્છાયોગમાં સમ્યગ્દર્શન જ સહકારી કારણ બનતું હોવાથી તેનાથી (ઇચ્છાયોગના ચારિત્રથી) તેવા પ્રકારની નિર્જરા થાય છે. યદ્યપિ નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્ર: આ બંને સરખી રીતે કારણ બને છે. પરંતુ એ વાત શાસ્ત્રયોગને આશ્રયીને છે. શાસયોગના કારણે (વચનાનુષ્ઠાન દરમ્યાન) થતી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શનની જેમ સમ્યફચારિત્ર પણ સમાન રીતે અપેક્ષિત છે. પરંતુ ઇચ્છાયોગના કારણે (પ્રીત્યાદિ-અનુષ્ઠાન દરમ્યાન) થનારી નિર્જરાની પ્રત્યે સમ્યગ્દર્શન જેનું સહકારી કારણ છે એવું ઇચ્છાયોગનું ચારિત્ર કારણ છે. તેથી સંવિગ્નપાક્ષિક મહાત્માઓને નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થવામાં કોઈ જ અવરોધ નથી. તેથી અન્યત્ર આ પ્રમાણે જણાવ્યું છે કે; “શ્રાવક, ચારિત્રભ્રષ્ટ અને મંદધર્મીઓને દર્શનનો પક્ષ હોય છે અને પરલોકાકાંક્ષી એવા સાધુભગવંતોને દર્શન તથા ચારિત્રનો પક્ષ હોય છે.” આથી સ્પષ્ટ છે કે શાસયોગના કારણે થનારી નિર્જરા; સંવિગ્નપાક્ષિકોને પ્રાપ્ત ન થાય તોપણ ઇચ્છાયોગના કારણે તેમને નિર્જરા થઈ શકે છે.
આ રીતે સર્વ ગુણોની ઉત્પત્તિ માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને મૂળભૂત કારણ તરીકે શુદ્ધપ્રરૂપણા હોય છે. તદુપરાંત સુસાધુ-ભગવંતોને રોગને દૂર કરવા દવા આપવી, તેમની ભક્તિ કરવી તેમ જ સંયમની સાધના માટે શક્ય એટલી અનુકૂળતા આપવી વગેરે સંવિગ્નપાક્ષિકોની ઉત્કૃષ્ટ સંપદા છે. આવી પ્રવૃત્તિથી સંવિગ્નો પ્રત્યેનો તેમનો સ્પષ્ટપણે પક્ષપાત જણાય છે. સાધુપણા પ્રત્યે તીવ્ર રાગાદિ હોવાથી જ તેઓ પૂ. સાધુભગવંતોની વૈયાવચ્ચ કરી શકે છે. અન્યથા કોઈ પણ રીતે તે કરી શકાય નહિ. સાધુપણા પ્રત્યેનો તીવ્ર રાગ, અત્યંત બહુમાન અને પરમ આદર જ સંવિગ્નપાલિકોને માર્ગસ્થ રાખે છે. Ii૩-૨૨
એક પરિશીલન
૧૧૧