________________
હોય છે કે “તમે જ ક્રિયાઓ બરાબર કરતા નથી. અમે તો બધી ક્રિયાઓ બરાબર કરીએ છીએ. તમારે અમને ઉપદેશ આપવાની જરૂર નથી.”... વગેરે કહેતી વખતે સ્વચ્છંદીઓનો; અજ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલા આવેશને લઇને કઠોર આશય હોય છે. એ આશયથી ખૂબ જ કઠોર ભાષા તેઓ બોલતા હોય છે. પરંતુ શુદ્ધભિક્ષા અને મલિનવસ્ત્રને ધારણ કરવાદિ સ્વરૂપ તેમની આકૃતિ (બાહ્ય પ્રવૃત્તિ) ઉપર લોકોને વિશ્વાસ હોવાથી લોકોને ઠગવા સ્વરૂપ મહાપાપના તેઓ ભાજન બને છે. ગુણના આભાસમાત્રથી પામર પુરુષો ખૂબ જ સહેલાઈથી ઠગાતા હોય છે.
આથી સમજી શકાશે કે ગીતાર્થપાતંત્ર્યને સ્વીકારવાનું કેટલું દુષ્કર છે. બાહ્ય દૃષ્ટિએ ઉત્કટ ચારિત્રને ધારણ કરવા છતાં ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું ખૂબ જ કપરું છે. ગીતાર્થની આજ્ઞામાં રહેવાનું મન ન હોય તો તે ઉત્કટ ચારિત્ર; ગુણનું કારણ બનતું નથી પરંતુ ગુણાભાસનું જ કારણ બનતું હોય છે. ગુણ અને ગુણાભાસની વચ્ચેના ભેદને સમજી નહિ શકનારા પામર પુરુષો ગુણાભાસને જ ગુણ માની લે છે, જેથી પરિણામે તેમને ઠગાવાનું બને છે. એમાં સ્વચ્છંદપણે વિચરનારા સંવિગ્નાભાસો પ્રબળ નિમિત્ત બને છે અને તેથી જ તેઓ મહાપાપના ભાજન બને છે. વિશ્વસ્ત જનોને ઠગવાનું પાપ ઘણું જ ભયંકર છે, ઈત્યાદિ યાદ રાખવું જોઇએ. આચારનો પ્રેમ કેળવતાં પહેલાં આજ્ઞા પ્રત્યે પ્રેમ કેળવી લેવો જોઈએ. અન્યથા આચારના પ્રેમનું જ નહિ, પાલનનું પણ કોઈ જ મહત્ત્વ નથી. Il૩-૨૦માં
ઉપર જણાવ્યા મુજબ સ્વચ્છંદપણે વિચરનારા સંવિગ્નાભાસોનું વર્ણન કરીને હવે સંવિઝપાક્ષિકોનું નિરૂપણ કરાય છે–
ये तु स्वकर्मदोषेण प्रमाद्यन्तोऽपि धार्मिकाः ।
संविग्नपाक्षिकास्तेऽपि मार्गान्वाचयशालिनः ॥३-२१॥ ये त्विति-ये तु स्वकर्मदोषेण वीर्यान्तरायोदयलक्षणेन । प्रमाद्यन्तोऽपि क्रियासु अवसीदन्तोऽपि । धार्मिका धर्मनिरताः । संविग्नपाक्षिकाः संविग्नपक्षीकृताः । तेऽपि । मार्गस्यान्वाचयो भावसाध्वपेक्षया पृष्ठलग्नतालक्षणस्तेन शालन्त इत्येवंशीलाः । तदुक्तं-“लब्भिहिसि तेण पहं ति” ।।३-२१॥
આશય એ છે કે આ પૂર્વે સામાન્યથી સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થનું આચરણ માર્ગ છે - એ જણાવીને તેનાથી તદન જુદા એવા સંવિગ્નાભાસોનું આચરણ મોહથી થતું હોવાથી માર્ગ નથી : તે વર્ણવ્યું. હવે જેઓ સ્વયં ગીતાર્થ છે પરંતુ વિયતરાયકર્મના ઉદયથી ચારિત્રની આરાધનામાં શિથિલ છે, એવા સંવિગ્નપાલિકોનો આચાર માર્ગ છે કે નહિ? – આવી શંકાના સમાધાન માટે એકવીસમો શ્લોક છે. તેનો અર્થ એ છે કે “પોતાના તીવ્ર એવા કર્મદોષથી ચારિત્રની ક્રિયામાં સિદાય છે છતાં જેઓ ધર્મમાં નિરત છે, તે સંવિગ્નપાલિકો માર્ગને વળગેલા છે.”
એક પરિશીલન
૧૦૯