SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાદિસંપત્તિના ભાજન બન્યા. પરંતુ જેમણે ગીતાર્થભગવંતોની વાત માની નહિ અને સમુદાયથી છૂટા થઈને મનસ્વીપણે વિચરવા લાગ્યા; તેઓ જ્ઞાનાદિગુણોથી ભ્રષ્ટ થયા. આ વસ્તુને જણાવતાં અન્યત્ર પણ કહ્યું છે કે – પ્રાયઃ ગ્રંથિભેદને નહિ કરેલા એવા (સંવિગ્નાભાસો) તપ વગેરે દુષ્કર કરતા હોય છે, પરંતુ તે સાધુઓ બાહ્ય(શાસન-બાહ્ય) સંન્યાસીઓની જેમ કાગડાના દષ્ટાંતથી જાણવા. આ વિષયમાં શ્રી આચારાંગસૂત્રમાં પણ ફરમાવ્યું છે કે – કેટલાક (સંવિગ્નાભાસો) દ્રવ્યથી સંયમજીવનની સાધના કરે છે, પરંતુ સંયમજીવનનો નાશ કરે છે. અર્થાત્ બાહ્ય રીતે ઉત્કટ તપ વગેરે દુષ્કર અનુષ્ઠાનો કરવા છતાં ગીતાર્થપાતંત્ર્ય વગેરેનો ત્યાગ કરવા દ્વારા ભાવથી સંયમજીવનનો નાશ કરે છે. સંવિગ્નાભાસો ગીતાર્થપારતંત્રનો ત્યાગ કરી પોતાની ઈચ્છા મુજબ સમુદાયથી છૂટા રહીને જે સંયમની આરાધના કરે છે - તેને ઉપાદેય ન માને અને વહેલામાં વહેલી તકે ગુરુપાતંત્ર્ય કેળવી લેવાની ભાવના હોય એવા જીવો ભિન્નગ્રંથિવાળા હોય છે – એ જીવોના વ્યવચ્છેદ માટે શ્લોકમાં પ્રાયઃ પદનું ઉપાદાન છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અન્યથા ગ્રંથકારશ્રીના કહેવાના આશય સુધી પહોંચવાનું શક્ય નહીં બને. ૩-૧લા પોતાની સ્વચ્છંદપણે વિચારવાની પ્રવૃત્તિને ઉપાદેય માનનારા સંવિગ્નાભાસો કેવા હોય છે તે જણાવાય છે– वदन्तः प्रत्युदासीनान् परुषं परुषाशयाः । विधासादाकृतेरेते महापापस्य भाजनम् ॥३-२०॥ वदन्त इति-उदासीनान् मध्यस्थान् शिक्षापरायणान् प्रति । परुषं “भवन्त एव सम्यक्रियां न कुर्वते कोऽयमस्मान् प्रत्युपदेशः” इत्यादिरूपं वचनं । वदन्तः । परुषोऽज्ञानावेशादाशयो येषां ते तथा । एते आकृतेराकारस्य । विश्वासान्महापापस्य परप्रतारणलक्षणस्य भाजनं भवन्ति । पामराणां गुणाभासमात्रेणैव स्खलनसम्भवात् ॥३-२०॥ ગીતાર્થના પારતંત્રનો ત્યાગ કરવાની પ્રવૃત્તિને કરનારા મહાત્માઓને; કોઈ પણ અંગત દ્વેષ ન હોવા છતાં માત્ર હિતબુદ્ધિથી મધ્યસ્થ પુરુષો જ્યારે હિતશિક્ષા આપે ત્યારે, “તેમની પ્રત્યે અજ્ઞાનના આવેશને લઇને કઠોર આશયવાળા તે મહાત્માઓ કઠોર વચનો બોલતા હોય છે. તેથી તેઓ તેમની બાહ્ય-ઉત્કટ આચારાદિ સ્વરૂપ આકૃતિ ઉપરના વિશ્વાસથી મહાપાપનું ભાજન બને છે...” – આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે; ગીતાર્થના પાતંત્ર્યનો ત્યાગ કરી સ્વચ્છંદપણે જેઓ વિચરે છે, ત્યારે તેમને અલનાનો ચિકાર સંભવ હોય છે. એવી જ કોઈ સ્કૂલનાને જોઈને કોઈ ગીતાર્થમહાત્માઓ જ્યારે તેમને હિતશિક્ષા આપે છે ત્યારે તે મહાત્માઓ સામેથી તેમને કહેતા ૧૦૮ માર્ગ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy