SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સમ્યક્ત્વ પ્રકરણ પ્રયત્નપૂર્વક આ બેનું રક્ષણ કરજે. ૬૪૯ાાં તે પોતાના સ્વરૂપને જ્યારે ઇચ્છે ત્યારે બિલને ફોડજે, તો તેમાંથી અદૂષિત એવા દેવદૂષ્યને જોઈશ અને રત્ન કરંડીયાને પણ સ્વયં જ ઉઘાડજે તો તેમાં દિવ્ય હાર વગેરે અલંકારોને વિસ્મિત એવો તું જોઈશ. ૫૦-૬૫૧ આચ્છાદિત થયેલા દેવદૂષ્યો વડે અને પહેરેલા અલંકારો વડે તે જ ક્ષણે તું અદ્વિતીય સ્વરૂપને પ્રાપ્ત કરીશ. કપરી ત્યારબાદ નળે પૂછ્યું કે હે તાત ! ત્યાગ કરાયેલી દમયંતી કેમ છે ? કુંડિનપુરની પ્રાપ્તિ સુધીના દમયંતીના વૃત્તાંતને તે દેવે નળને કહ્યો. llઉપયll અને આ કહ્યું કે હે વત્સ ! વનમાં જંગલી પશુની જેમ કેમ ભમીશ ? તારી જ્યાં જવાની ઇચ્છા હોય તે કહે જલ્દી ત્યાં તને લઈ જઉં. ll૧૫૪ો તેણે પણ કહ્યું, હે તાત ! મને સુસુમારપુર લઈ જાઓ. તે પ્રમાણે કરીને સૂક્ષ્મ બુદ્ધિવાળો દેવ પોતાના દેવલોકમાં ગયો. ઉ૫પા હવે તે નગરની નજીકમાં આભૂષણ સરખા નંદનવનમાં કરાવનારના સાક્ષાત્ પુણ્ય જેવા ચૈત્યને નલે જોયું. કપડા તેમાં અપ્રતિમ એવી શ્રી નમિનાથ ભગવાનની પ્રતિમાને જોઈને નમીને સ્તુતિ કરીને લાંબા કાળ સુધી ધ્યાન કરીને નળ તે નગરના દ્વાર પાસે આવ્યો. પછી એટલામાં હાલતો ચાલતો જાણે અંજનગિરિ હોય તેમ મદોન્મત્ત હાથી નાળની જેમ થાંભલાને ઉખેડીને હસ્તિશાળામાંથી ચાલ્યો. ll૯૫૮ મદના લેપથી વાયુને પણ અસહિષ્ણુ, બેઠેલાને (મહાવતને) દુર્ધર અને ચડવાવાળાની શંકાથી ધુણતો, અશ્રાન્ત મનવાળો, વાદળના ભ્રંશને માટે જાણે કે હંમેશા સૂંઢને ઉછાળતો, મોટા વૃક્ષોને અને પ્રાણીઓના નાશ કરવા માટે જાણે કે કલ્પાંત કાળનો પવન હોય તેવો હાથી હતો. ૧૫૯-૧૬olી નગરના કિલ્લા ઉપર ચડીને દધિપર્ણ રાજાએ કહ્યું. જે આ હાથીને વશ કરશે, તેને હું ઇચ્છિત આપીશ. IIકકલા તે વચન સાંભળીને નળે (કુબડા) રાજાને કહ્યું કે, તે હાથી ક્યાં છે ? ક્ષણમાત્રમાં હું તેને અવશ્ય વશ કરીશ. llફકરો. એ પ્રમાણે બોલતા કુબડાની પાસે ગર્જના કરતો તે હાથી પણ આવ્યો. મલ્લ જેમ મલ્લને તેમ કુબડાએ તે ગંધ હાથીને આહ્વાન કર્યું. Iકકall કૃપાળુ એવા નગરજનોએ કહ્યું કે, અરે રે કુબડા ! તું દૃષ્ટિવિષ સર્પ જેવા આ હાથીની પાસે જા નહિ, જા નહિ. Iક૬૪ll હાથીને વશ કરવામાં હોંશિયાર હોવાથી પાછળથી, પડખેથી આગળથી તે હાથીને છેતરતો કુજ સારી રીતે ફરતો હતો. Iકડપા ત્યારપછી અશ્વને દમન કરનાર જેમ ઘોડાને, રાજા જેમ દુર્જનને તેમ મહાવતની જેમ કુબડાએ તે હાથીને થકવ્યો. llફકકો વાંદરો જેમ વૃક્ષ ઉપર કુદકો મારે તેમ બંધ આંખવાળા સૂતેલાની જેમ થાકેલા હાથી પર કૂદીને તે (નળ) ચડ્યો. Iકકી આ પ્રમાણે હાથીને વશ કરીને આજ્ઞા વડે જેમ પોતાના નોકરને તેમ હાથ વડે ગ્રહણ કરેલા અંકુશવાળા તે કુબડાએ તે હાથીને વહન કર્યો. કિક આનંદિત લોકો વડે જય જયારવરૂપી માળા તેને પહેરાવી અને રાજા વડે તેના કંઠમાં સુર્વર્ણની સાંકળ આરોપણ કરાઈ. IIકલી ત્યારપછી કુબડો તે હાથીને આલાન શાળામાં અને વળી પોતાના યશરૂપી હાથીને બ્રહ્માંડરૂપી હસ્તિશાળામાં લઈ ગયો. ક૭૮ll સમાન સમૃદ્ધિ ભજનારની જેમ રાજાને નમસ્કાર કર્યા વિના જ નજદીક નિરાશંકવાળો નળ બેઠો. ll૧૭૧/ હવે રાજાએ કહ્યું કે હે કુબડા ! તારામાં હસ્તિશિક્ષા તો રહેલી છે. બીજું પણ અભૂત એવું વિજ્ઞાન તારી પાસે શું શું છે ? Iક૭૨ા કુળ્યું તેને કહ્યું કે શિષ્ટ પુરુષો પોતાની પ્રશંસા કરતા નથી, જો તું જોવાની ઈચ્છાવાળો છે તો સૂર્યપાક રસોઈ બતાવાય છે. IIક૭all ત્યાર પછી કુતુહલતાથી કહેવાયેલું હોય તેમ રાજાએ જઈને સૂર્યપાક રસોઈ બનાવવા માટે કુલ્થને ઘરમાંથી ચોખા વગેરે આપ્યું. IIક૭૪ll સૂર્યના તાપમાં થાળી મૂકીને સૂર્ય વિદ્યાને બોલતા નળે જાણે કે દેવલોકમાંથી આવેલી હોય તેવી દિવ્ય રસોઈ કરી. IIક૭પી
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy