________________
૬૪.
સમ્યક્ત્વ પ્રકરણ
નાસતો હું બીજા ચોરો વડે લૂંટાયો. સ્વામીના દ્રોહથી મેળવેલું ધન (દ્રવ્ય) શું અહીં ભોગવવાને માટે મળે ? (અર્થાત્ ન મળે.) પપા ત્યારપછી હે માતા ! અહીં આવીને રાજાની સેવા કરવાને માટે આરંભ કર્યો. જે કારણથી તે જ (સેવા) દરિદ્રતારૂપી પર્વતને મૂળથી ઉખેડે છે. પપ૧ી એક વખત ચંદ્રવતીના આભૂષણનો ડાબલો જોઈને મારું ચિત્ત ચલાયમાન થયું. ખરેખર સ્વભાવ બળવાન છે. પિપરા શ્રેણિકના હારને જેમ વાંદરાએ ચોર્યો તેમ મેં તે ડાબલો ચોર્યો. ઢાંકેલા સર્વ અંગવાળો અનુત્સુક હું નીકળ્યો. //પપ૩/ ઇંગિત આકારને જાણનારા એવા રાજા વડે હું જણાયો. ચતુરાઈની ચર્ચા વડે ચતુરો શું નથી જાણતા ? અર્થાત્ બધું જ જાણે. //પપ૪ રાજા વડે આદેશ કરાયેલા, હાથમાં છે તલવાર એવા માણસો વડે મૂઢ એવો હું બાંધીને વધભૂમિમાં લઈ જવાતો હતો ત્યારે મેં તમને જોયા. પપપા તમને ઓળખીને મેં તમારું શરણું સ્વીકાર્યું. ત્યારે મરેલાને જેમ ઔષધિ થાય તેવા તમે થયા. પપકા અને બીજું વળી તાપસપુરથી તમે નીકળી ગયા બાદ હે દેવી ! દેહ ઉપર વિરક્તની જેમ વસંત સાર્થવાહ ખાતા ન હતા. પપળી ત્યારબાદ ત્યાંના લોકો અને ગુરુઓ વડે કોઈ પણ રીતે સમજાવીને સાત રાત પછી આઠમા દિવસે ભોજન કરાવાયો. //૫૫૮ એક વખત તે સાર્થવાહ ઘણા ભટણા લઈને નળના નાના ભાઈ અને કૌશલના રાજા કુબેર પાસે જઈને ભેટણા આપ્યા. પપા તે તે દિવ્ય ભેટણાઓ વડે ખુશ થયેલા તે કુબરે તે સાર્થવાહને તાપસપુર નગરનો રાજા બનાવ્યો. પકવા અને વસંતશ્રીશેખર એ પ્રમાણેનું નામ આપ્યું. ભાગ્ય અનુકૂળ હોતે છતે લક્ષ્મી અધિકાધિક થાય છે. સંપકલા કુબર વડે વિસર્જન કરાયેલો તે પોતાના નગરમાં આવ્યો અને તમારી જેમ નિર્મળ ધર્મબુદ્ધિવાળા એવા તેણે રાજ્યને ધારણ કર્યું. પકરી તે સાંભળીને દમયંતીએ કહ્યું કે હે વત્સ પિંગલ ! પ્રવજ્યારૂપી નાવમાં બેસીને દુઃખેથી કરાય તેવા સંસારરૂપ સમુદ્રને તર. //પકall તેણે પણ કહ્યું કે, હે દેવી ! શું મારા એવા ભાગ્ય છે ? કે સિદ્ધિના સંગમની દૂતિ જેવી ભાગવતી દીક્ષા મને મળશે ? //૫૬૪ll તેટલામાં વિહાર કરતા બે સાધુ ભગવંત ત્યાં પધાર્યા. શુદ્ધભાવપૂર્વક નિર્દોષ ગોચરી દમયંતીએ વહોરાવી. //પડપી તેણીએ તે બંને મહાત્માઓને કહ્યું કે જો આ પિંગલ યોગ્ય હોય તો સંયમ) વ્રતરૂપી રથ વડે સંસારરૂપી જંગલને આને ઓળંગાવો. પડકા તે બે મુનિઓએ કહ્યું કે જેના ઉપર તારી મહેરબાની છે તે આ યોગ્ય છે. ત્યાર પછી ત્યારે ચૈત્યમાં લઈ જઈને તે બે મુનિઓએ દીક્ષા આપી. પ૬૭ી એક વખત વિદર્ભ દેશના રાજાએ દુઃખેથી શ્રવણ કરાય તેવું ક્યાંકથી સાંભળ્યું કે જુગારમાં નળને જીતીને કુબેરે રાજ્ય ગ્રહણ કર્યું. પ૮ દમયંતીરૂપ પરિવારવાળો નળ જંગલમાં પ્રવેશ્યો છે. તેના સમાચાર જણાતા નથી કે ક્યાંય પણ છે કે નથી ? પિકા પુત્રી અને જમાઈના દુઃખરૂપી અગ્નિને શાંત કરવાની ઈચ્છાવાળી જાણે ન હોય તેમ તે સાંભળીને પુષ્પદંતી પણ અત્યંત રડી. પ૭ll તે બંનેના સમાચાર જાણવાની ઇચ્છાવાળા ભીમ રાજાએ સ્વામીના સર્વ કાર્યવિધિમાં હોંશિયાર એવા હરિમિત્ર બ્રાહ્મણને મોકલ્યો. પ૭૧ી બધે ઠેકાણે ગામ, નગર, ઉદ્યાનમાં શોધતો એવો તે બ્રાહ્મણ ઋતુપર્ણ રાજાની પાસે અચલ-પુરમાં આવ્યો. //પ૭રી ચંદ્રયશા દેવી વડે પૂછયું કે, મારી બહેન પુષ્પદંતી મહારાણી અને તેનો પરિવાર તો કુશળ છે ને ? પ૭૩ll બ્રાહ્મણે કહ્યું કે, હે દેવી ! તમારી બહેન તો કુશળ છે. ફક્ત નળ અને દમયંતીની કુશળતા વિચારવા યોગ્ય છે. પ૭૪ તેણીએ કહ્યું કે હે બ્રાહ્મણ ! હા, આ શ્રવણને કટુ તું કેમ બોલે છે. તે બ્રાહ્મણે પણ ધૂતથી આરંભીને પ્રવાસ સુધીનું નળનું આખ્યાન કહ્યું. //પ૭પી.