________________
નળ દમયંતી
છેલ્લા દિવસે સમુદ્રમાં લક્ષ્મીની જેમ પિતાના ઘરમાં રહેલી તને ત્યાં સ્વયં આવેલા પ્રિય સાથે સંગ થશે.
૩૩૭-૩૯૮ વળી, બીજું જંગલમાં ક્લેશ પામીને સર્યું. તે કલ્યાણી ! કરસંપુટમાં ધારણ કરીને ક્ષણમાત્રમાં તારા પિતાના ઘરે હું મૂકી દઉં. ll૩૯૯iા તેણીએ કહ્યું, પરપુરુષની સાથે હું ક્યારે પણ જતી નથી. પ્રિયનો સંગ કહેતા એવા તારા વડે મારા ઉપર ઉપકાર કરાયો છે. ll૩૭૦બીજું બોલવા વડે સર્યું. તું જા, તારો માર્ગ કલ્યાણકારી થાઓ. હવે તે પોતાનું રૂપ પ્રગટ કરીને તેણીને નમીને ખુશ થયેલો તે ગયો. Il૩૭૧. પ્રિયના સંગમના નિર્ણયને જાણીને દમયંતીએ પણ શીલરૂપી રાજાના અંગરક્ષક જેવા અભિગ્રહોને કર્યા. ll૩૭૨ા પ્રાણેશ્વરના મેળાપ સુધી હું આભૂષણ, અંગરાગ, તાંબૂલ, લાલ વસ્ત્રને અને વિગઈઓને ગ્રહણ કરીશ નહિ. ૩૭૩.
હવે માર્ગમાં જતી દમયંતી એક પર્વતની ગુફાને પ્રાપ્ત કરીને વર્ષાઋતુ પસાર કરવાને માટે મહર્ષિની જેમ ત્યાં રહી. II૩૭૪ll ગુફામાં રહેલી તેણીએ વિચાર્યું કે, અરિહંત પરમાત્માની પૂજા વિના પાણી પીવું પણ સારું (યોગ્ય) નથી તો ફળનું ભોજન તો ક્યાંથી ? Il૩૭પીત્યારબાદ દમયંતી માટીના શાંતિનાથ ભગવાનના બિંબને સ્વયં નિર્માણ કરીને પડેલા પુષ્પો વડે સ્વયં ત્રિકાળ પૂજા કરતી હતી. ૩૭કા સાથેની અંદર તે મહાસતીને ન જોતા, સાર્થવાહ પણ ચારે બાજુ શોધતો તે જ ગિરિ ગુફામાં આવ્યો. ૩૭ળી સમાધિપૂર્વક શાંતિનાથ ભગવાનના બિંબની પૂજા કરતી ક્ષેમકુશળ ત્યાં રહેલી દમયંતીને જોઈ. ll૩૭૮) ત્યાર પછી તેના ધર્મધ્યાનને જોવાના કૌતુકથી વિકસ્વર આંખવાળો એવો તે ત્યાં જ વારમાં દ્વારપાળ જેવો રહ્યો. ૩૭૯ો. હવે પૂજા ર્યા પછી અમૃતના રસ સરખી વાણી વડે જલ્દીથી સ્વાગત કરીને તેણીએ સાર્થવાહને કહ્યું. //૩૮૦ ત્યારે તે આલાપને સાંભળીને નજીક રહેલા કેટલાક તાપસો ચાતક જેમ વરસાદના પાણીને પીવા માટે આવે, તેમ આવ્યા. ll૩૮૧ પૃથ્વીતલને કૂટવાને માટે જાણે હોય તેમ ચારે બાજુથી મુદુગરની જેવી ધારાઓ વડે વરસાદ વરસ્યો. ૩૮રા ભયંકર બાણ જેવા ધારાધાર મેઘ વડે તાડન કરાયેલા તાપસી યુદ્ધમાં ભાંગી પડેલા સુભટની જેમ કઈ દિશામાં જવું? એ પ્રમાણે વ્યાકુળ થયા. Il૩૮૩ll તેવા પ્રકારની અવસ્થામાં રહેલા તેઓને જોઈને કરુણાથી દમયંતીએ કહ્યું કે, હે ડરો નહિ, ડરો નહિ ! હું વરસાદથી તમારું રક્ષણ કરીશ. ૩૮૪ સતીવ્રતમાં પ્રાપ્ત કરી છે રેખા જેને એવી આણીએ (દમયંતીએ) ત્યારપછી તે તાપસોના ઉત્કર્ષને ખેંચવા (આકર્ષિત કરવા) સાંકળ રૂ૫ રેખાને ઘેરાવાની જેમ કરી. ll૩૮પા મન-વચન અને કાયાથી જો હું શીલવતી છું, તો હે મેઘો ! ઋષિમંડલના કુંડાળાથી બહાર વર્ષો. ૩૮ડા ત્યારબાદ ઢાંકેલાની જેમ વરસાદનો લેશ પણ ત્યાં ન પડ્યો. વળી તેની બહાર પથ્થરો પણ પાણીના સમૂહ વડે તણાવા લાગ્યા. ll૩૮૭ી પૃથ્વીનો જાણે કે અંબોડો હોય એવો સ્નિગ્ધ આંજન સમાન કાંતિવાળો પર્વત વાદળથી પાણીની ધારા વડે ધોવાયેલો શોભવા લાગ્યો. l૩૮૮ા વાળમાં નાંખેલી વચ્ચે વચ્ચે પ્રગટ પુષ્પોવાળી માળાની જેમ, વળી તે પર્વતમાં વચ્ચે વચ્ચે પાણીથી ભરેલી એવી ગુફાઓ શોભતી હતી. ૩૮૯ સ્વયં તે શીલના પ્રભાવને જોઈને ત્યારપછી સર્વે બોલ્યા કે આ રૂ૫, આ શક્તિ મનુષ્યની સ્ત્રીની સંભવતી નથી. ૩૯olી વસંત સાર્થવાહે મહાસતીને પૂછ્યું કે, હે શુભે ! ભય વિનાની તું જંગલમાં પણ કયા દેવને આરાધે છે ? ||૩૯૧ી. તેણીએ પણ તેને કહ્યું કે, આ અરિહંત પરમેશ્વર દેવ છે. હું નિત્ય આની આરાધના કરું છું. તેના પ્રભાવથી મને બીક લાગતી નથી. ll૩૯૨ ગીતાર્થ આચાર્યની જેમ શુદ્ધ બુદ્ધિવાળી તેણીએ વિસ્તારપૂર્વક સંપૂર્ણ અહિંસામય એવા અરિહંત પરમાત્માના ધર્મને કહ્યો. ૩૯૩l લઘુકમિતાથી સાર્થવાહે પણ તે ધર્મને