________________
પ૮
સમ્યક્ત્વ પ્રકરણ
સાંભળીને ગ્રહણ કર્યો. ધર્મના લાભથી તેણે મનુષ્યજન્મને કૃતકૃત્ય માન્યો. ૩૯૪ો તેણીના ધર્મના પ્રત્યક્ષ ફળને સ્વયં જોઈને તાપસોએ અરિહંત પરમાત્માનો ધર્મ સ્વીકાર્યો. ઉત્તમ ધર્મમાં કોને આદર ન થાય ? ll૩૯પી પોતાના ધર્મનો ત્યાગ કરવામાં વિવેકીઓને અભિમાન ન હોય. ખજૂર ખાવાવાળાને શું ખોળ ખાવો રુચે ? li૩૯૬ll
હવે ભક્તિભાવવાળા સાર્થવાહે પણ ગુરુની જેમ દમયંતીની ઉપાસના કરવા માટે ત્યાં જ શ્રેષ્ઠ નગરને સ્થાપ્યું. ૩૯૭ી પાંચસો તાપસો ત્યાં બોધ પામ્યા હોવાથી પૃથ્વી પર તે નગર તાપસપુર નામે પ્રસિદ્ધિને પામ્યું. ll૩૯૮ તેમાં બુદ્ધિશાળી સાર્થવાહે શ્રી શાંતિનાથ ભગવાનનું અત્યંત વિશાળ મંદિર જાણે કે બીજો કૈલાસ પર્વત હોય તેવું કરાવ્યું. ll૩૯૯ો અરિહંત ધર્મમાં રક્ત એવા સાર્થવાહ, બીજા વણિકો તેમજ તાપસો સુખપૂર્વક ત્યાં જ રહ્યા. ll૪૦All તે જ પર્વતના શિખર ઉપર મધ્યરાત્રિએ દમયંતીએ સૂર્યના પ્રકાશને ખજૂઆ જેવો કરતો એવો દિવ્ય પ્રકાશ જોયો. ll૪૦૧ી જેમ ચારે બાજુથી પક્ષીઓની જેમ ઊડતા અને પડતા દેવ, અસુરો ને વિદ્યાધરોને આકાશમાં તેણીએ જોયા. I૪૦રા વાદળને જોઈને જેમ મોર ઊંચા મુખવાળા થાય, તેમ સંભ્રમથી દુંદુભિના નાદ વડે નિદ્રા રહિત થયેલા સર્વ નગરજનો ઉંચા મુખવાળા થયા. I૪૦૩ ત્યારે વણિકો, સાર્થવાહ અને તાપસોની સાથે આ શું હશે? એ પ્રમાણે જિજ્ઞાસાવાળી દમયંતી પર્વત ઉપર ચડી. ll૪૦૪l દેવ અને અસુરો વડે કેવળજ્ઞાનની ઉત્પત્તિનો મહિમા કરાતા એવા સિંહકેસરી મુનિને તેઓએ જોયા. ll૪૦પા ત્યાર બાદ તે મુનિને પ્રદક્ષિણા કરીને અને પ્રણામ કરીને તેઓની આગળ નાયકની પાસે જેમ સેવકો બેસે તેમ બેઠા. I૪૦કા તે મુનિના ગુરુ યશોભદ્ર નામના ત્યારે ત્યાં આવ્યા. તે પણ તેને નમીને બેઠા. કેવળી એવો શિષ્ય પણ સેવવા યોગ્ય છે. ll૪૦૭થી અધર્મરૂપી ચંદ્રને પ્રસવામાં રાહુ સમાન, મોક્ષસુખની સાક્ષી સમાન, ભવરૂપી વનને બાળવામાં પાંડવ સમાન એવા ધર્મને કેવળજ્ઞાનીએ ઉપદેશ્યો. I૪૦૮ હે ભવ્યો ! ભવરૂપી અરણ્યમાં ભમતા ભવ્યોને અહીં ધર્મ સામગ્રી દુર્લભ છે. તેને પ્રાપ્ત કરીને ધર્મમાં હમણાં ઉદ્યમ કરો. Pl૪૦૯ાાં ગુરુના વ્યાખ્યાનરૂપી સમુદ્રમાં શ્રદ્ધારૂપી છીપમાં પોતાના આત્માને સ્થાપો. જેથી સ્વકર્મ વિવરરૂપી સ્વાતિ નક્ષત્રમાં મુક્તાત્માપણાને પામે. II૪૧૦
હવે જે દમયંતીએ કહ્યું, તે તેવા જ પ્રકારનું છે કે નથી, તેમ શંકાશીલ કુલપતિને તે કેવળજ્ઞાનીએ કહ્યું. //૪૧૧il હે કુલપતિ ! તમે શંકા ન કરો. કેમ કે દમયંતી જૈન ધર્મની શ્રેષ્ઠ ઉપાસિકા છે. તેણીની આ વાણી સાંભળેલા કૃતના રહસ્યવાળી છે. અન્યથા નથી. ૪૧રા રેખા દોરવા વડે મેઘથી રક્ષણ કરાયું. આ તમોને સારી રીતે જોઈને ખાત્રી કરી છે અને આણી વડે ચોરોથી સાર્થ પણ હુંકારો કરવા માત્રથી રક્ષણ કરાયો. II૪૧૩ આણીના પતિવ્રતપણા વડે અને ધર્મનિષ્ઠાથી શૂન્ય જંગલમાં પણ પડખે રહેનારા દેવતા સુખને કરનારા થયા. ll૪૧૪ો એટલામાં આકાશને પ્રકાશિત કરતા સૂર્યની જેમ કોઈક દેવે આવીને મુનિને અને દમયંતીને નમીને આ પ્રમાણે કહ્યું. ૪૧પ હે માતા ! તપોવનમાં બળતો તેજનો પુંજ હોય તેવો આ કુલપતિનો કર્પર નામનો હું શિષ્ય હતો. પંચાંગી મુખ્ય તપને તપતા એવા મને વચનથી પણ વનના તપસ્વીઓએ અભિનંદન આપ્યા નહિ. ll૪૧૯-૪૧૭ી. તેથી તેઓના અપમાનથી ક્રોધ વડે પરાધીનની જેમ સિંહ જેમ ગુફામાંથી તેમ તપોવનમાંથી હું બહાર નીકળ્યો. ll૪૧૮ રાત્રિમાં ગાઢ અંધકારથી રૂંધાયેલી આંખવાળો અંધની જેમ જતો અચાનક પર્વતથી પડતા પથ્થરના ખંડની જેમ ક્યાંક ઉંડા ખાડામાં હું પડ્યો.