________________
પ૬
સભ્યત્વ પ્રકરણ
l૩૪૧II હવે ધનુષ્યના ટંકારની જેમ તેણીએ હુંકાર કર્યો અને કાગડાની જેમ ચોરો ચારે દિશામાં પલાયન થયા. ૩૪રા સાર્થના લોકો બોલ્યા કે, ખરેખર ! આ અમારા કુળદેવતા છે. વાઘ જેવા ચોરના મુખમાંથી અમને અન્યથા કેવી રીતે ખેંચે ? Il૩૪૩ી પોતાની માતાની જેમ ભક્તિથી તેણીને નમીને સાર્થવાહે પૂછ્યું, હે માતા ! તું કોણ છે ? કેમ વનમાં ભમે છે ? ૩૪૪ો ભાઈ જેવા તે સાર્થવાહને દમયંતીએ પણ પોતાનો સર્વ વૃત્તાંત જન્મથી આરંભીને કહ્યો. ૩૪પી તે પણ બોલ્યો કે, હે દેવી ! માતા અને બેનની જેમ તું પૂજ્ય જ છે. વળી દમયંતી તેમજ નળની પત્ની, શ્રાવિકા અને સતી એટલે વિશેષ પૂજ્ય છે. ૩૪વા અને વળી ચોરને નસાડવાથી ઉપકારથી ખરીદાયેલો છું, તેથી તે પવિત્ર સ્ત્રી મારા આવાસને પવિત્ર કર. હું તારો દેણદાર છું. ll૩૪૭ી આ પ્રમાણે કહીને દમયંતીને પોતાના આવાસમાં લઈ ગયો. સાર્થવાહે દેવતાની જેમ તેણીને પૂજે છે. ૩૪૮
આ બાજુ ગંધહસ્તિની જેમ અત્યંત ઘન ગર્જારવ થયો. પૂજા અવસરે થતા વાજિંત્ર નાદને દમયંતીએ : યાદ કર્યો. l૩૪૯ો તે વખતે પૃથ્વી અને આકાશના અંતરને પૂરતો એવો મેઘનો અંધકાર પ્રસર્યો દમયંતીએ વિચાર્યું કે, જિનેન્દ્ર ભગવાનની ધૂપ પૂજાનો ઉઠેલો ધૂમાડો છે. ૩૫lી અને વીજળીના નૃત્યના આટોપને જોઈજોઈને દમયંતીએ ત્યારે અરિહંતની વારંવાર ભમતી આરતીનું સ્મરણ કર્યું. ll૩૫૧ી દમયંતી વડે સંવેગરસના પૂર વડે પરમાત્માની પૂજામાં પોતાના ચિત્તની જેમ મેઘવૃષ્ટિના જળ વડે રજ વગરનું થયેલું પૃથ્વીતલ જોવાયું. l૩પરી ત્યારે ત્યાં ત્રણ રાત્રી સુધી અખંડ ધારવાળી વૃષ્ટિ થઈ. ધર્મસ્થાનમાં રહેલાની જેમ તેણી શુભધ્યાનમાં રહી. ૩૫૩ વરસી વરસીને થાકી ગયેલાની જેમ મેઘ રહે છતે (બંધ થયે છતે) તજ્યો છે સાર્થ જેને એવી દમયંતીએ ફરી માર્ગમાં પ્રયાણ કર્યું. ૩૫૪ll વિયોગના પહેલા દિવસથી જ ઉપવાસ આદિ તપમાં લીન એવી તેણીએ નિરવદ્ય એવા ફળ વડે પ્રાણોને ટકાવ્યા. ૩પપા બળતા દાવાનલવાળા પર્વતની જેમ કાંઈક પીળા વર્ણવાળા વાળ છે જેને એવો, વીજળીવાળા વાદળની જેમ ભયંકર તલવાર છે હાથમાં જેને એવો, મુખરૂપી બખોલમાંથી નીકળતા સાપ જેવી જીભવાળો, સાક્ષાત્ ભયાનક રસની જેમ અતિશય ભયંકર રૂપવાળો, ગાઢ અંધકારની જેમ કાળા વાઘના ચામડાને પહેરેલો, જાણે બીજો યમરાજ હોય તેવા રાક્ષસને તેણીએ ત્યાં જોયો. ||૩૫-૩૫૭-૩૫૮ રાક્ષસે પણ તેણીને જોઈને કહ્યું કે, હે શુભે ! આજે હું તને ખાઈશ. કેમ કે સાત રાત્રિના ઉપવાસવાળો ક્ષામકુક્ષિવાળો (ભૂખથી ઊંડા પેટવાળો) હું ભૂખ્યો છું. ઉપલા દુઃખથી સંભળાય તેવા વચન સાંભળીને દુ:ખેથી જોઈ શકાય એવા તેને જોઈને ડરેલી પણ દમયંતી બૈર્યનું આલંબન લઈને બોલી. ૩૬૦ ખરેખર જન્મેલાનું મૃત્યુ નિચે છે. અકૃતાર્થને તેનો ભય હોય, પરંતુ જન્મથી આરંભીને શ્રેષ્ઠ એવા અરિહંતની ભક્તિથી કૃતાર્થ થયેલી મને તે ભય નથી. ૩૬૧ી વળી દુઃખથી છૂટવા માટે દુઃખથી પીડાયેલી હું મરવાની પ્રાર્થના કરું છું. નળના વિયોગરૂપી અગ્નિથી બળેલા અંગવાળી એવી મને તું સુખેથી ખા. /૩૬૨ll મારા વડે આ આત્મા તને અર્પણ કરાયો છે. તેથી વિલંબ કરીને સર્યું. કારણ કે દુ:ખોની જલાંજલિ મરણ વિના નથી. ll૩૬૩ll પરંતુ પરપુરુષના હાથ વડે ક્યારેય હું સ્પર્શાઈ નથી અને ખાતો એવો તે સ્પર્શીશ તેથી મને મર્મપીડક કષ્ટ થશે. //૩૬૪ll તે સાંભળીને તેણીના સત્ત્વથી વિસ્મિત થયેલા રાક્ષસે કહ્યું, હું ખુશ થયો છું. હે કલ્યાણી ! તારું શું પ્રિય કરું. ૩૬પા તેણીએ કહ્યું કે, તું ખુશ થયો છે અને કંઈ પણ જાણે છે તો સાચું કહે કે, મને પ્રિયનો સંગમ ક્યારે થશે ? ૩૬કા વિભંગ જ્ઞાનથી વિચારીને રાક્ષસે તેણીને કહ્યું કે, પ્રવાસના દિવસથી બાર વર્ષના