________________
૪૮
સમ્યક્ત્વ પ્રકરણ
જણાવે છે. II૧૩૬॥ ત્યારપછી હાથી-ઘોડા-૨થ અને સૈન્યથી કંપાયમાન કર્યું છે સમસ્ત ભૂતલને એવા નળ રાજા સર્વે સમૂહ વડે તેની સન્મુખ ગયો. ||૧૩૭॥
હવે ૨ામે જેમ અમર્ષથી લંકાને તેમ નલે વાનરના વ્યૂહરૂપ પોતાના સૈનિકો વડે તક્ષશિલા નગરીને રૂંધી. ૧૩૮॥ અને દૂત વડે કદંબ રાજાને કહેવડાવ્યું. જો પોતાની પ્રિયાને અકાલે વૈધવ્યપણું ન કરવું હોય તો હજુ પણ મને નમેલો થા. ।।૧૩૯॥ કદંબે કહ્યું, શું બાલ-ઉન્મત્ત એવો તારો જે નળ વૈરી રૂપી સર્પના સમૂહો માટે ગરુડ સમાન એવા મને જાણતો નથી. ।।૧૪૦ના શું તેને કોઈપણ વિવેકી મંત્રીઓ પણ નથી કે જેઓ વડે આ અવિચારીને ક૨તો એવો નિષધરાજાનો પુત્ર (નળ) નિષેધ કરાતો નથી. II૧૪૧॥ હા, જણાયુ તે નૈષધિ નિશ્ચે જીવનથી કંટાળી ગયેલો લાગે છે. તેથી હે દૂત ! જલદી જા, હું યુદ્ધમાં લંપટ છું. II૧૪૨॥ તે અહંકારથી દુર્ધ્વ એવું કદંબે કહેલું દૂત પાસેથી સાંભળીને યુદ્ધમાં શ્રદ્ધાલુ સૈનિક એવો નળ તૈયાર થયો. ।।૧૪૩॥ ત્રિપૃષ્ઠ દ્વારમાં આવતે છતે ગિરિની ગુફામાંથી સિંહની જેમ કદંબ પણ શત્રુની સન્મુખ તૈયા૨ થઈને બહાર આવ્યો. ૧૪૪ ત્યાં તે બંનેનું પહેલા બાણનું યુદ્ધ પ્રવર્ત્યે. ત્યારપછી તલવા૨નું ત્યારપછી ભાલાનું યુદ્ધ થયું. ૧૪૫॥ કદંબને નળ રાજાએ કહ્યું, આ કીડીઓને કુટવા વડે શું, જેથી આપણા બંનેને વૈર છે, તેથી યુદ્ધ પણ આપણા બંનેનું થાઓ. ॥૧૪૭।। હવે યુદ્ધમાં પરાયણ એવા તે બંને રાજાઓ પણ વરને વ૨વાની જેમ યુદ્ધમાં જયરૂપી લક્ષ્મીને વહન ક૨વા માટે જાણે શ્રેષ્ઠ બાણોને મૂક્યા. ॥૧૪૭॥ પરંતુ ત્યાં કદંબ સંબંધી બાણોને રાજાઓમાં હાથી સમાન એવા નૈષધિએ હાથના અગ્રભાગ વડે તિરસ્કાર કરીને દૂર કર્યા. ૧૪૮॥ જે જે અન્ય પણ અસ્ત્રને સંયતિ એવો કદંબ જોડતો હતો. અપવાદમાર્ગ જેમ ઉત્સર્ગમાર્ગનો બાધ કરે તેમ, તે તે શસ્ત્રોને નળરાજા પણ બાધ કરતો હતો ! ।।૧૪૯॥ અભિમાન વડે જેમ અંધભવિષ્ણુએ તેમ નળરાજાએ આજે મારા સઘળા ક્ષાત્રવટ તેજને બુઝવી નાખ્યું તો શું હું પતંગિયાની જેમ મરું ? એ પ્રમાણે ચિત્તમાં વિચારીને તે સ્થાનથી પલાયન થઈને કદંબ રાજા વ્રતને ગ્રહણ કરીને કાયોત્સર્ગ વડે રહ્યો. ૧૫૦૧૫૧॥ અને તેને જોઈને નળરાજાએ કહ્યું, હે સુભટ ! તારા વડે હું જીતાયેલો છું. જેથી તારા વડે ગ્રહણ કરાયેલી ક્ષમાને ગ્રહણ કરવા માટે હું સમર્થ નથી. ૧૫૨॥ એ પ્રમાણે કદંબ રાજર્ષિની સ્તુતિ કરીને તેના સત્ત્વથી રંજિત થયેલા નળરાજાએ તેના રાજ્યમાં તેના જ પુત્ર જયશક્તિને સ્થાપ્યો. II૧૫૩॥ નળરાજા પણ વિષ્ણુની જેમ સમર્થ છે, એમ વિચારીને સઘળા રાજાઓ વડે ભરતાર્ધના સામ્રાજ્યમાં ત્યારે તેનો અભિષેક કરાયો. ૧૫૪॥ અગ્નિ સમાન બલવાળો નળરાજા હવે કોશલામાં ગયો. સર્વ ધન વડે કરાયેલું છે માંગલિક એવા રાજાઓ વડે તે પૂજાયો. ||૧૫૫/
ત્યારપછી સાર્વભૌમ એવા નળ વડે એક પત્ની, મહાસતી ભૈમીની જેમ ભૂમિ પણ લાંબો કાળ ભોગવાઈ. ૧૫૬॥ રાજ્યનો લોભી, કુલાંગા૨ એવો કુબેર વળી ભણેલા શાકિની મંત્રની જેમ નળની પ્રત્યેક છલને શોધતી દૃષ્ટિવાળો રહ્યો. II૧૫૭।। ગુણવાન એવા પણ નળરાજાને ચંદ્રને જેમ કલંક અને સમુદ્રને જેમ ખારાપણું તેમ દ્યૂતનું વ્યસન હતું. II૧૫૮॥ ત્યારપછી રાજ્યને જીતવાની ઈચ્છાવાળો કુબેર દ્યૂતકારની જેમ પાસાઓ વડે માયાથી નળરાજાને દ૨૨ોજ ૨માડતો હતો. II૧૫૯૫ ડમરુકનાં મણીની જેમ અને કાગડાના આંખના ડોળાની જેમ ક્રીડા કરતા આ બંનેને હંમેશા હીંડોળામાં રહેલાની જેમ જય થયો હતો. ૧૬૦ એક વખત ભાગ્યના દોષ વડે દ્યૂતકર્મમાં પ્રવીણ એવા પણ નળરાજા કુબે૨ને જીતવા માટે સમર્થ ન થયા. II૧૬૧॥ જુગારના જાણકાર એવા નળરાજાના ચિંતિત (ઈચ્છા મુજબ) પાસાઓ વડે ન પડાયું (એથી) કુબેરનો જ