________________
નળ દમયંતી
તે બંને દંપતિએ કેટલોક કાળ પસાર કર્યો. /૧૧૨ા એક દિવસ નિષધ રાજાએ પોતાના રાજ્યમાં નળને સ્થાપ્યો અને યુવરાજ-પણામાં કૂબેરને સ્થાપી અને રાજાએ સ્વયં સંયમને ગ્રહણ કર્યું. ll૧૧૩ શત્રુઓને અગ્નિની જેમ અસહ્ય પ્રતાપવાળો અને પ્રજાના નેત્રોને ચંદ્રમા સમાન નળ રાજા તે રાજ્યને પાળતો હતો. //૧૧૪ દિશાઓના સ્વામીને પણ અભિમાન વડે જે તૃણ સમાન માનતો ન હતો, પોતાને વીર માનતા એવા તેના વડે પણ નળની આજ્ઞા ન ઉલ્લંઘાઈ. /૧૧પો
એક દિવસ મંત્રી આદિ કુલવૃદ્ધોને તેણે પૂછ્યું, શું હું પિતાએ મેળવેલી જ પૃથ્વીનું શાસન કરું છું કે અધિક પૃથ્વીનું ? I૧૧કી તે મંત્રીઓએ કહ્યું, તારા પિતા ત્રણ અંશ ઊણા ભારતને ભોગવતા હતા. તમે સમસ્ત ભારતને ભોગવો છો. તેથી પિતાથી અધિક પુત્ર હોય, આ વાત યોગ્ય છે. ૧૧પરંતુ અહીંથી બસો યોજન દૂર તક્ષશિલા નગરી છે. તે નગરીમાં કદંબ રાજા છે, તે તારી આજ્ઞાને માનતો નથી. //૧૧૮|અર્ધ ભરતના જયરૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા છે સ્વામી ! તારા યશરૂપી ચંદ્રની અંદર અહંકારી એવો આ એક જ લાંછનરૂપી કાંતિને ધારણ કરે છે. /૧૧૯ તારા વડે ઉપેક્ષા કરાયેલો આ વ્યાધિનો લેશ જેમ વૃદ્ધિ પામે તેમ હમણાં વૃદ્ધિ પામતો કષ્ટથી સાધી શકાય તેમ થયો. ૧૨૦Iી તારા વડે તેને હણવા માટે સર્યું. તે હણાયેલો જ છે. સૂર્યની પ્રભા ઉદય પામે છતે શું અંધકાર પલાયન ન થાય ? /૧૨૧ી પરંતુ હે દેવ ! દૂતના મુખ વડે પહેલા આ શિખામણ અપાય. યુદ્ધ અથવા પ્રણામ પાછળથી ઈચ્છા પ્રમાણે તે કરો. ||૧૨૨ો ત્યારપછી રાજાએ વજસ્વિનું અને ઉદ્ધત મહા આટોપવાળા દૂતને શિખામણ આપીને તેને શિક્ષા આપવા માટે વિસર્જન કર્યો. ૧૨all ત્યારપછી દૂતે તક્ષશિલામાં જઈને કદંબ રાજાને આ પ્રમાણેના પોતાના સ્વામીના સંદેશાને અભિમાન સહિત કહ્યો. ૧૨૪ll હે કદંબ ! મારો સ્વામી અર્ધ ભરતેશ્વરની પ્રીતિવાળો એવો નળ રાજા સ્વયં પ્રસાદ સહિત તને જણાવે છે. ll૧૨પા અમારા ચરણરૂપી કમળની રજથી તિલકરૂપ થયા છે
| અને ધારણ કરી છે અમારી આજ્ઞારૂપી મુગટને એવા હે રાજન ! તું ભયરહિત થા. |૧૨ડા જો નહીં માને તો શીલથી ભ્રષ્ટ મહાઋષિ જેમ સુકૃતના જ અંતને પામે, તેમ રાજ્યના સાતે અંગના નાશને તુ પામીશ. I/૧૨થી હે રાજનું ! હિતબુદ્ધિવાળા મેં તને વળી દૂતને મોકલ્યો, અન્યથા નહીં જણાવવા વડે આવીને અહીં તારો સંહાર કરત. //૧૨૮.
ત્યારબાદ કદંબ રાજાએ હાસ્ય સહિત અવજ્ઞા વડે કહ્યું, અહીં નળ રાજા તૃણ સમાન અમારા વડે સંભળાયેલો છે, સમર્થ નહીં. ll૧૨ા તો શું તૃણ પણ ક્યારે નમાય અથવા પૂજાય છે અથવા પ્રસાદ કરે છે ? હે દૂત ! તું બહુ જોવાયેલો છે. બોલ. /૧૩૦ દૂતે કહ્યું, તને ખોટું સંભળાયેલું છે. ખરેખર નળ સમ્રાટ છે. તૃણ સમાન નહીં, પરંતુ દાંતમાં ગ્રહણ કરેલા તૃણવાળા જેઓ વડે તે નમાયેલો છે, તેઓને તે રક્ષણ કરે છે. ૧૩૧તેથી હે રાજન્ ! ભય પામતા તારા વડે પણ નળ રાજાને પૂજવા યોગ્ય છે, પ્રસન્ન કરીને આરાધવા યોગ્ય છે. જેથી તું પણ રક્ષણ પામીશ. ll૧૩૨ા ત્યારબાદ આટોપ સહિત કોપવાળા કદંબ રાજાએ દૂતને કહ્યું, અરે ! શું હું પણ તારા વડે શેષ રાજાના સ્થાનમાં લઈ જવાયો. ll૧૩૩il દૂતે કહ્યું, નમેલા બીજા રાજાઓનું સ્થાન ક્યાં ? અને તારું સ્થાન ક્યાં ? ખરેખર ! ગાયની નાસિકાવાળો સર્પમાત્ર જેવો તું અમારા બાળકો માત્ર માટે ભયંકર છે અર્થાત્ અમારા બાળકો વડે પણ લીલામાત્રથી મારી શકાય એવા સર્પ જેવો છે કાંઈ મહાન નથી. /૧૩૪ો આ પ્રમાણે વક્રોક્તિ વડે જીતાયેલા કદંબે કહ્યું, તે નળ અહીં આવે, આવેલા તેને અમે ઉત્તર આપશું. /૧૩પ. ત્યાર પછી પાછા ફરીને તે દૂત કોશલાધિપતિને સર્વે તે ઉક્તિ-પ્રયુક્તિને