________________
૧૬
સમ્યક્ત્વ પ્રકરણ
પ્રમાણે કહીને સમસ્ત દેવમાયાને સંહરીને અદશ્ય થયો. (૨૮૮-૨૮૯) અતિવિસ્મિત થયેલો રાજા પણ તે જ ક્ષણે પહેલાની જેમ સભામંડપમાં સિંહાસન પર રહેલા પોતાને જુવે છે. (૨૯૦) ત્યારથી ઉદાયન રાજા પરમ શ્રાવક થયો અને પોતાની ભૂમિને અરિહંત ધર્મના એક છત્રવાળી કરી (૨૯૧)
અને આ બાજુ ગંધાર દેશમાં ઉત્પન્ન થયેલો નામ વડે ગંધાર શ્રાવક વૈતાઢ્ય પર્વતના શાશ્વત ચૈત્યોને નમવા માટે નીકળ્યો (૨૯૨) અને વૈતાઢ્ય પર્વતના મૂળમાં જઈને આ પ્રમાણે અભિગ્રહને કર્યો. આ ચૈત્યોને વંદન કર્યા વગર હું આ જન્મમાં ભોજન કરીશ નહીં. (૨૯૩) ત્યારપછી તેના નિશ્ચયને જાણીને શાસનદેવતા તુષ્ટ થઈ તેને ત્યાં લઈ જઈને ચૈત્યોની આગળ મૂકીને વંદન કરાવ્યું. (૨૯૪) હવે શાસનદેવીએ તેને ઈચ્છિતને આપનાર એકસોને આઠ ગુલિકાને આપીને વૈતાઢ્ય પર્વતના મૂલમાં મૂક્યો. (૨૯૫) બુદ્ધિશાળી એવા તેણે હવે દેવાધિદેવની મૂર્તિને પૂજવા માટે વીતભય નગરમાં હું અહીંથી હમણાં જાઉં, એ પ્રમાણે કહીને એક ગુલિકાને ખાધી (૨૯૭) અને તે ગુલિકાના પ્રભાવથી તે ગંધાર તે ક્ષણે જ ત્યાં આવ્યો અને દેવદત્તા વડે બતાવાયેલી તે પ્રતિમાને વંદન કર્યું (૨૯૭) અને ત્યાં તેને ત્યારે ભાગ્યથી શરીરનું અપટુપણું થયું. કુન્જા વડે પણ આ શ્રાવક છે, એ પ્રમાણે તે સેવા કરાયો. (૨૯૮) હવે ગાંધાર પણ ત્યારે પોતાના આયુષ્યની અલ્પતાને જાણીને તે ગુલિકાઓ કુન્જાને આપીને વ્રતને ગ્રહણ કર્યું. (૨૯૯) હવે કુજાએ પણ સુંદરરૂપની સંપત્તિને માટે એક ગુલિકાને ખાધી અને ક્ષણવારમાં જ તેણી જાણે વૈક્રિયરૂપ ન કર્યું હોય, તેમ દિવ્ય શરીરવાળી થઈ. (300)
ત્યાર પછી સુવર્ણવર્ણવાળી સુવર્ણની જાણે પુતળી ન હોય, તેમ તેણે સમસ્ત રાજકુલમાં સુવર્ણગુલિકા એ પ્રમાણેના નામને પ્રાપ્ત કર્યું. (૩૦૧) હવે તેણીએ વિચાર્યું, જો રૂપને અનુરૂપ પતિ ન હોય તો આ રૂપ ફોગટ છે. કામદેવની જેમ રતિ તેમ અહીં કોણ મને અનુરૂપ છે ? (૩૦૨) ખરેખર આ ઉદાયન રાજા મને પિતા પ્રાય છે અને અન્ય રાજાઓ આ રાજાના કરને આપનાર નોકર સમાન છે. (૩૦૩) તેથી માલવદેશનો અધિપતિ ચંડપ્રદ્યોત રાજા મહાઋદ્ધિવાળો છે, તે રંભાને જેમ કુબેર તેમ મારો પતિ થાઓ. (૩૦૪) એ પ્રમાણે વિચારતી સંતતિને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ધરાવવા માટે તેને ઈચ્છતી એવી અને ઈન્દ્રના અંતઃપુર સમાન તેણીએ બીજી ગુલિકાને ખાધી. (૩૦૫) ત્યારપછી ગુલિકાની અધિષ્ઠાયિકા તે દેવીએ ત્યારે જ તેનું રૂપ ચંડપ્રદ્યોત રાજા આગળ વર્ણવ્યું. (૩૦૬) સ્ત્રીમાં લંપટ એવો તે રાજા પણ તે ક્ષણથી જ તેણીમાં લીન મનવાળો થયો. તેણીને લાવવા માટે તેની પાસે પોતાના દૂતને મોકલ્યો. (૩૦૭) તેણીએ પણ તે દૂતને કહ્યું, તેને મારા વડે જો કાર્ય હતું તો તે સ્વયં કેમ ન આવ્યો. પ્રેમી વિષે આ કેવી કઠોરતા, (૩૦૮) તે દૂતે પણ તેણીએ કહેલી તે વાત રાજાને જઈને કહી. તેની વાણી વડે રાગી એવો રાજા પણ અમૃતથી સિંચાયેલાની જેવો થયો. (૩૦૯) હવે જંગમ પર્વત જેવા અનિલગિરિ હાથી પર ચડીને રાત્રિમાં પણ રાજા ત્યાં ગયો. કામી પુરુષોને ખરેખર શું દુષ્કર હોય ? (૩૧૦) તેણી પણ મૂર્તિમાન જાણે કામદેવ જ ન હોય, તેવા પ્રદ્યોતને જોઈને જલદી તેનાથી જાણે રોમાંચિત અંગવાળી થઈ. (૩૧૧) પ્રદ્યોતે પણ ખરેખર પૃથ્વી પર અવતરેલી જાણે દેવી ન હોય, તેમ તેણીને જોઈને કહ્યું, હે દેવી જલદી આવ અને મારી નગરીને અલંકૃત કર. (૩૧૨) તેણીએ કહ્યું- હું ક્યારે પણ જીવિત સ્વામીની જેમ જીવંત સ્વામીની પૂજાને મૂકીને આવીશ નહીં. (૩૧૩) તેથી હે રાજનું! તું ત્યાં જઈને આના પ્રતિબિંબને લાવ. જેથી તે પ્રતિબિંબને અહીં સ્થાપીને આ મૂર્તિને ગ્રહણ કરીને હું આવું. (૩૧૪) ત્યાર પછી તે પ્રતિમાના રૂપને હૃદયમાં જાણે કોતરીને ક્ષણવાર તેણી સાથે રમીને