________________
ઉદાયન કથા
૧૭
રાત્રિના અંતે રાજા વેગથી નીકળ્યો. (૩૧૫) પ્રદ્યોત રાજા જલદી ઉજ્જયિની નગરીમાં ગયો અને લેપ વડે ક્ષણવા૨માં તે પ્રતિમા જેવા રૂપવાળી પ્રતિમાને કરાવી. (૩૧૬) હવે તે પ્રતિમાને ગ્રહણ કરીને ત્યાં પહેલાની જેમ રાત્રિમાં રાજા આવ્યો તે પ્રતિમાને પણ જલદીથી તેણીને અર્પણ કરી. (૩૧૭) તેણી પણ તે પ્રતિમાને ત્યાં ચૈત્યમાં પૂજીને અને સ્થાપીને વળી પૂર્વની પ્રતિમાને ગ્રહણ કરીને રાજા પાસે આવી. (૩૧૮) રાજાએ પણ તે દાસીને અને તે પ્રતિમાને અનિલ વેગ હાથી પર આરોપણ કરીને મનની સમાન વેગથી અવંતિ ત૨ફ પ્રયાણ કર્યું. (૩૧૯)
જાગૃત થયા છે નયનરૂપી કમલ જેના એવા ઉદાયન રાજાને સવારે હસ્તિમંડલના અધિપતિએ પહેલા જ આ વિજ્ઞપ્તિ કરી. (૩૨૦) હે સ્વામિન્ ! અરિહંત સંબંધી દીક્ષાને પ્રાપ્ત થયેલા જેમ ભાવથી મદ વગરના થાય છે તેમ સમસ્ત હાથીઓ પણ આજે મદ વગરના થયા છે. (૩૨૧) તેણે કહેલી વાત વડે હસીને રાજા પણ યોગી પુરુષ જેમ નિર્મલ તત્ત્વને વિચારે તેમ જેટલામાં નિર્મદપણાના કારણને વિચારે છે, (૩૨૨) તેટલામાં કોઈએ જણાવ્યું કે, હે પ્રભુ ! આજે રાત્રિમાં પ્રદ્યોત રાજા અનિલગિરિ હાથી ૫૨ બેસાડીને તારી કુબ્જા દાસીને લઈ ગયો. (૩૨૩) ત્યાર પછી રાજાએ કહ્યું, નિશ્ચે પ્રદ્યોત રાજાના હાથીની ગંધથી સિંહના નાદની જેમ હાથીઓના મદરૂપી નદી સૂકાઈ ગઈ છે. (૩૨૪) ૫રંતુ હે ! જુઓ ચૈત્યમાં અમારી તે પ્રતિમા છે ? શુદ્ધ છે. એ પ્રમાણે તેના વડે કહેવાતે છતે રાજા શાંત થયો. (૩૨૫) હવે પૂજાના સમયે રાજાએ હિમના પાતથી ગળી ગયેલા કમલિનીની જેમ કરમાઈ ગયેલી માળાવાળી તે કમલિનીરૂપ પ્રતિમાને જોઈ. (૩૨૯) ત્યારપછી રાજાએ વિચાર્યું, શું કાંઈ પણ અનિષ્ટ થશે ? જેથી ક્યારે પણ આ પ્રતિમાના પુષ્પો પહેલા મ્લાનિને પામ્યા નથી. (૩૨૭) હવે નિર્માલ્યને દૂર કરીને રાજાએ તે પ્રતિમાને સમ્યગ્ પ્રકારે જોઈને આ પ્રતિમા તે નથી, એ પ્રમાણે નિશ્ચય કરીને વિચાર્યું. (૩૨૮) નિશ્ચે ચોર પ્રદ્યોતે જ આજે દાસી કુબ્જાની સાથે દેવાધિદેવની પ્રતિમાને પણ હરણ કરી. (૩૨૯) મારી દિવ્ય પ્રતિમાને હરણ કરીને તે અધમ ક્યાં જશે ? સૂર્યથી નાસી ગયેલી શિયાલણીને શું સ્થાન ? (૩૩૦)
હવે ઉદાયન રાજા વડે દૂતના મુખથી તે કહેવાયો કે - હે રાજન્ ! નષ્ટ ચેષ્ટાવાળા તને દાસીનું હરણ કરવું યોગ્ય નથી. (૩૩૧) રાજકન્યા પણ પ્રાર્થના કરાયેલી મેળવાય છે, તો વળી દાસી તો શું ? તેથી અર્થ વગરનું જ મસ્તકનું મુંડન તારા વડે કરાયું છે. (૩૩૨) અહીં જગતમાં તે જ જીવતો ગણાય છે, જે હંમેશા પ્રગટ મુખવાળા સજ્જનો વડે ગોષ્ઠીમાં સદાચાર વડે વખણાય છે. (૩૩૩) જો શક્તિ હોય તો બીજાના જોતા છતાં પણ બળાત્કારે ઈષ્ટ વસ્તુ ગ્રહણ કરાય અથવા જો શક્તિ ન હોય તો ભક્તિ વડે મહેરબાની પ્રાપ્ત કરીને ગ્રહણ કરાય. (૩૩૪) વળી આ ચોરી વડે હે રાજન ! તારા વડે મૃત્યુને સળી કરાઈ છે. ઊઠાડાયેલો સિંહ જાગેલો છે અને સર્પના મુખમાં હાથ નખાયો છે (૩૩૫) અથવા કહીને સર્યું. જાણવા છતાં પણ કોઈ મોહ પામે છે. તેથી હે રાજન્ ! તારી એક સ્ખલના અમારા વડે માફ કરાઈ છે. (૩૩૭) દાસી દૂર રહો, હે રાજન્ ! હમણાં મારા વડે તે તને જ અપાઈ, પરંતુ જો તુ જીવવા માટે ઈચ્છે છે, તો પ્રતિમા અમને આપ. (૩૩૭) હવે ભુવા રૂપી ધનુષ્યને અત્યંત રીતે તાંવિત કરતો અવજ્ઞા વડે જ કાંઈક હસતા એવા ચંડપ્રદ્યોતે દૂતને કહ્યું. (૩૩૮) કેમ, આ પ્રમાણે કહેવાય છે. હે દૂત ! તારો સ્વામી આ જાણતો નથી કે પિતા વડે પણ અપાયેલું જે રાજ્ય શૂન્ય મસ્તકવાળાનું અર્થાત્ વિચાર્યા વગર કામ કરનારનું નાશ પામે છે. (૩૩૯) દૂતે તેની પ્રતિ કહ્યું. આ પ્રમાણે ઘરનાં મનુષ્ય વ્યગ્ર હોતે છતે જો કાંઈક ગ્રહણ કરીને કૂતરો જાય છે, તેથી તેનું