________________
ઉદાયન કથા
તે પ્રમાણે કર. (૨ક૨) પરંતુ હે પ્રિયા ! જો હું પણ તારો વલ્લભ છું. તો દેવપણાને પામેલી તારા વડે મને મોક્ષમાર્ગમાં બોધ કરવા યોગ્ય છે. (૨૬૩) પ્રભાવતીએ પણ પ્રીતિથી ઉજ્વલ એવા તેના વચનને સ્વીકાર્યું. સ્નેહનું ખરેખર રહસ્ય તે થાય છે, જ્યાં આજ્ઞા ઓળંગાય નહીં.(૨૬૪) હવે દેવાધિદેવની પ્રતિમાની પૂજા માટે રાજાને અને કુબડી દેવદત્તા દાસીને વિશેષથી કહીને શુદ્ધભાવવાળી પ્રભાવતી દેવી મહાપ્રભાવના પૂર્વક પ્રવ્રજ્યાને સ્વીકારીને તથા અનશનને ગ્રહણ કરીને પ્રતિક્ષણ ચિત્તની સમાધિરૂપ અમૃતરસનું પાન કરતી કાળ કરીને સૌધર્મદેવલોકમાં સૌધર્મેન્દ્રનો સામાનિક દેવ થઈ, (૨૬૫-૨૬૬-૨૬૭) ત્યાર પછી પ્રભાવતી દેવ અવધિજ્ઞાન વડે રાજાને પ્રતિબોધ માટે નિર્વધ્ય ઉપાયનો નિશ્ચય કરીને થીજી ગયેલા અમૃત જેવા મધુર ફલોનું ભેટશું છે હાથમાં જેને, એવો તે ભૌતિકરૂપ વડે રાજાના સભામંડપમાં આવ્યો. (૨૬૮-૨૯૯) ભૌતિક ઋષિમાં ભક્તિમાન તેને જોઈને હર્ષિત, તેના આગમનથી પોતાને ધન્ય માનતા રાજાએ પણ તેને પ્રિયવચનો વડે અભિનંદન આપ્યા. (૨૭૦)
હવે તેના વડે લવાયેલા ફળોને ગ્રહણ કરીને દિવ્ય ગંધ અને રસથી યુક્ત તે ફળોને જોતો પણ રાજા હર્ષિત થયો (૨૭૧) અને ત્યારે જ અત્યંત અદ્ભુત શ્રદ્ધા-સંબંધની લાલસાવાળા રાજાએ સુખરૂપી વૃક્ષના જાણે ફળો જ ન હોય, તેમ તે ફળોને આદરસહિત ખાધા (૨૭૨) હવે તેણે કહ્યું, હે ભગવન્! ક્યાંથી આવા પ્રકારનાં ફળોને મેળવ્યા. શું કોઈ પણ દેવે આપેલા છે. જે કારણથી આ રસ વૃક્ષોનો નથી. (૨૭૩) તેણે કહ્યું, “હે રાજનું ! અમારા આશ્રમમાં આવા ઘણાં ફળો છે. ખરેખર તપસ્વીઓને તપનું તેજ સ્વર્ગને પણ તિરસ્કૃત કરે છે. (૨૭૪) તેના ફળના આસ્વાદમાં લંપટ એવા રાજાએ ફરી કહ્યું. આવા પ્રકારના ફલોના બગીચાવાળા તે આશ્રમ અમોને બતાવ. (૨૭૫) હવે તે ભૌતિક પોતાની શક્તિ વડે રાજાની સભાને થંભાવીને મંત્રી જેમ વિચારણા માટે રાજાને લઈ જાય તેમ એકાકી રાજાને લઈ ગયો. (૨૭૬) રાજાને કેટલીક ભૂમિ લઈ જઈને
ત્યાં તેણે તેવા પ્રકારના મનોહર ઉઘાનવાળા ભૌતિકના તે આશ્રમને વિકુવને બતાવ્યો. (૨૭૭) હવે રાજા દૃષ્ટિને સુખ આપનાર તે આશ્રમને જોઈને હર્ષ પામ્યો અને વિચાર્યું. હું ગુરુઓના આશ્રમમાં આવેલો છું. (૨૭૮) તેથી હંમેશાં ભોજનાદિ વડે સત્કાર કરાયેલા આ ગુરુઓ મારી ફળની આશાને લાંબો કાળ સિંચાયેલા વૃક્ષની જેમ પૂરશે. (૨૭૯) એ પ્રમાણે વિચારતો શ્રેષ્ઠ રાજા જેટલામાં માર્ગમાં થાકી ગયેલાની જેમ માર્ગ વૃક્ષની છાયાને પ્રાપ્ત કરી (૨૮૦) તેટલામાં સર્વે ભૌતિકો ચોરની જેમ લાકડીઓને ઉપાડી ઉપાડીને રાજાને કુટવા-મારવા માટે દોડ્યા. (૨૮૧) યમના દૂત પાસેથી જેમ નાસે તેમ તેઓ પાસેથી હાથમાં ગ્રહણ કરેલા જીવનવાળો જ્વરથી પીડિતની જેમ કંપતો એવો રાજા કષ્ટ વડે નાચ્યો. (૨૮૨)
નાસતા એવા તે રાજાએ આગળ બેઠેલા અરિહંતના સાધુઓને જોયા. તેઓએ પણ તેને કહ્યું, હમણાં ભય ન પામ, ભય ન પામ. (૨૮૩) ત્યારપછી રાજાએ શરણ કરવા યોગ્ય તેઓના શરણને સ્વીકાર્યું અને તેઓ વડે આશ્વાસન કરાયેલા ત્યાં સ્વાસ્થને પામીને તેણે વિચાર્યું. (૨૮૪) આશંકારહિત એવા ધૂર્તો વડે જેમ અજ્ઞાની ઠગાય તેમ આ વેષવાળા દાંભિક ભૌતિકો વડે આટલા દિવસો હું કેવી રીતે ઠગાયો છું. (૨૮૫) હવે ભૌતિકોને વિષે વિરાગી એવા તે રાજાને મુનિઓએ સમ્યકત્વ ભૂલ સહિત સમસ્ત આહંતુ ધર્મને વિસ્તારથી કહ્યો. (૨૮૬) ત્યારે જ રાજાના હૃદયમાં સિદ્ધિસુખને આપનાર તે ધર્મ વસ્ત્રમાં પડેલા ચૌલ માંજિષ્ઠના રંગના પાશની જેમ બેઠો. (૨૮૭) હવે તે પ્રભાવતી દેવ પ્રત્યક્ષ થઈને રાજાને અહંદુ ધર્મમાં સ્થિર કરીને ત્યાં (દેવભવમાં) ઉત્પન્ન થયેલી લક્ષ્મીને બતાવી અને તે રાજનું ! મહાન કષ્ટમાં મને તું યાદ કરજે, એ