________________
સંપ્રતિ રાજાનું દષ્ટાંત
-
૩૩૫
કરીને ઈંગિની મરણની ઈચ્છા વડે બળતા અંત:કરણવાળા તે રહ્યા. ll૩૦૩ી અને તે સાંભળીને ધાત્રી વડે રાજા કહેવાયો. હે વત્સ ! શા માટે તને પ્રાણ આપનાર અને રાજ્યને આપનાર મંત્રી અવજ્ઞા કરાયો. l૩૦૪ll તેના મુખથી તે સર્વે સ્વરૂપને સાંભળીને ત્યારે રાજા ત્યાં જઈને ચાણિક્યના પગમાં પડીને ભક્તિવાળા તેણે કહ્યું. ૩૦પા હે પિતા ! તમે અજ્ઞાનતા વડે મારાથી અવજ્ઞા કરાયેલ છો. તેથી મારો ત્યાગ ન કરો. બાળક ખોળામાં વિષ્ટાને કરે તો પણ શું તે ત્યજાય છે. ૩૦કા તેથી મહેરબાની કરો. ઘરે આવો અને પોતાના સામ્રાજ્યનું શાસન કરો. તેણે કહ્યું, હે વત્સ ! તેનાથી મારે સર્યું હું હમણાં અનશની છું. l૩૦૭ી ત્યાર પછી રાજા જાણે પોતાનું સર્વસ્વ ન ગયું હોય તેમ રડતો. હા હું અકૃતજ્ઞ થયો એ પ્રમાણે વારંવાર પોતાની નિંદા કરતો પાછો વળીને ગયો. l૩૦૮.
સુબધુએ વિચાર્યું કે જો આ કદાચ પાછો ફરે તો મારા વર્ગને મૂલ સહિત નિચે ખેંચે છે અર્થાત્ નાશ કરે. ll૩૦૯ો આ પ્રમાણે વિચારીને અશ્રુ સહિત ગદ્ગપૂર્વક શઠ એવા તેણે રાજાને કહ્યું, હે દેવ ! વિચાર્યા વગર કરવાથી ભાગ્યથી આ મોટો અનર્થ થયો. ૩૧all દેવની આજ્ઞાથી સમતામાં મગ્ન ચિત્તવાળા ચાણિકયની પૂજાદિ વડે ભાવની વૃદ્ધિને કરું છું. N૩૧૧ી ત્યાર પછી રાજાની અનુમતિ વડે દાંભિક એવો તે સંધ્યાકાળે આવીને પૂજાને કરીને તેની પાસે ધૂપ અંગારને સ્થાપી ખરાબ બુદ્ધિવાળો તે ગયો. ૩૧૨
તે અગ્નિ વડે તપવા છતાં પણ મહાન તપવાળો ચાણિક્ય દુષ્કર્મને ગળવામાં સર્પિણી સમાન ભાવનાને ભાવતો હતો. ૩૧૩ll વિષ્ટા-મૂત્ર-પરસેવો-મેલાદિ દુર્ગધથી યુક્ત અને અતિ બીભત્સ એવા શરીરને વિષે હે જીવ તું પ્રેમને ન કર. /૩૧૪ પુણ્ય-પાપ આ બંને જીવની સાથે જાય છે. પણ કૃતઘ્ન એવું શરીર જરા પણ સાથે જતું નથી. //l૩૧પા! તારા વડે પૂર્વે નરકમાં જે અતિ ઉગ્ર વેદના સહન કરાઈ. તેના લાખમા ભાગે પણ આ અગ્નિ સંબંધી વેદના તને નથી. ll૩૧કા તિર્યચપણામાં તારા વડે અનેક પ્રકારે જે વેદના પહેલા અનુભવાઈ છે. તે (વેદનાઓ) ને તિર્યોમાં સાક્ષાત્ જાણે જોતો એવો તું (જીવ) અગ્નિથી ઉત્પન્ન થયેલી પીડાને સહન કર. /૩૧ી હે જીવ ! પ્રાપ્ત થયેલ ધર્મવાળો અને મનુષ્ય એવો તું જ્યાં સુધી જીવે છે, ત્યાં સુધી પ્રસ્થાનમાં રહેલ સુંદર મનવાળો અરિહંતના વચનને યાદ કર. /૩૧૮ જીવ એકલો ઉત્પન્ન થાય છે અને મરે છે પણ એકલો જ, સંસારમાં પણ એકલો ભમે છે અને એકલો મોક્ષ પામે છે. ૩૧૯ હમણાં હું જ્ઞાન-દર્શન અને ચારિત્રની જ શ્રદ્ધા કરું છું. આજથી માંડીને જીવન પર્યન્ત સર્વે સંસારની ઈચ્છાઓને વોસિરાવું છું. l૩૨૦માં મારા વડે હિંસા-મૃષાવાદ-ચોરી-અબ્રહ્મ-પરિગ્રહ તથા ચારે પ્રકારના આહારનું હમણાં ત્રણ પ્રકારે પ્રત્યાખ્યાન કરાય છે. ૩૨૧ હું સર્વે જીવોને ખમાઉં છું તે સર્વે જીવો મને ક્ષમા આપો. મારે સર્વે જીવોને વિષે મૈત્રી છે મારે કોઈની સાથે વેર નથી. ૩૨૨ા મારા અનેક પ્રકારના જે અપરાધોને સર્વજ્ઞો જાણે છે તે સર્વે અપરાધોને અરિહંતાદિને સાક્ષીરૂપ કરીને હું આલોચું છું. ll૩૨૩l છઘસ્થ-મૂઢ ચિત્તવાળો જીવ જે દુષ્કત યાદ કરે અથવા ન કરે તે સત્યના પક્ષથી હમણાં સર્વે દુષ્કતો મિથ્યા થાઓ. (૩૨૪ો તે દુકૃતને નિંદતો અને સુકૃતોની અનુમોદના કરતો સિદ્ધિના સોપાન સમાન ચાર શરણાનો આશ્રય કરું છું. ll૩૨પા સિદ્ધની સાક્ષીએ આલોચનાને કરીને પંચ નમસ્કારને સ્મરણ કરતો દુર્બળ થઈ ગયા છે દુષ્કર્મ જેના એવો ચાણિક્ય સ્વર્ગને પામ્યો. ૩૨કા
એક દિવસ સુબંધુ વડે રાજા વિજ્ઞપ્તિ કરાયો. હે દેવ ! ચાણક્યના ઘર વડે મને મહેરબાની કરો. ત્યાર પછી રાજાએ પણ આપ્યું. ૩૨શી હવે સુબંધુ ત્યાં ગયો. સર્વ પ્રકારે શૂન્ય એવા આખા ઘરમાં બંધ કરેલ