________________
૩૩૬
સમ્યક્ત્વ પ્રકરણ
દ્વારવાળા એક જ ઓરડાને જોયો. l૩૨૮l અહીં સર્વસ્વ હશે આ પ્રમાણે વિચારતા એવા તેણે દ્વારને ઊઘાડ્યું. હવે અંદર પેટીને જોઈ. l૩૨ અરે આમાં સારભૂત રત્નો હશે. આ પ્રમાણે વિચારણા વડે તાળાને ભેદીને પેટી ઉઘાડીને અંદર સુગંધી ડબ્બીને જોઈ. ll૩૩૦II (હોંકારો દેવા અર્થમાં અવ્યય) હું જાણું છું, બીજકો અહીં હશે એ પ્રમાણે વિચારતા એવા તેણે તે પેટીને ઉઘાડીને જોતા પત્ર સહિત ગંધોને જોઈ. |૩૩૧. ત્યાર પછી અતિ સુગંધી તે ગંધોને સુંઘીને હવે પત્રકને વાંચતા તેમાં ગંધને સુંધ્યા પછીની ક્રિયાને જોઈ. l૩૩રા જે બુદ્ધિશાલી આ ગંધોને સૂંઘીને શીતલ જલને પીવે છે તે તિરસ્કૃત કર્યું છે અમૃતને જેણે એવા સર્વરસવાળા ભોજનને ખાય છે. ૩૩૩ll કપૂર-કુસુમાદિની સુગંધી ગંધને સુંધે છે સ્પૃહા સહિત મનોહર રૂપોને બારીકાઈથી જુવે છે. ૩૩૪ વણા-વેણુના અવાજથી મિશ્ર મનોહર ગીતોને સાંભળે છે અને વિલાસ સહિતની સ્ત્રીના સંગની લાલસાવાળો વારંવાર થાય છે. [૩૩પ ઘણું કહેવા વડે શું? પાંચે વિષયોમાંના મનોહર એવા એક વિષયને પણ જે ભોગવે છે. જલ્દી તે યમનો અતિથિ થાય છે. ll૩૩વા. જે વળી મુંડિત મસ્તક અને મુખવાળો - અંતપ્રાન્ત ભોજન કરનાર મલિન વસ્ત્રવાળો સ્નાન નહિ કરનારો મુનિની વૃત્તિ વડે જ વર્તે છે તે અહીં જીવે છે. ૩૩૭ી. હવે તે અર્થની પરીક્ષા માટે સુબંધુ વડે કોઈક પુરુષ ગંધને સુંઘાડીને સર્વ ઈન્દ્રિયોના સુખો સાથે જોડેલો મૃત્યુ પામ્યો. ll૩૩૮
હવે તેણે વિચાર્યું મારી બુદ્ધિને ધિક્કાર થાઓ. ખરેખર ચાણિક્ય જ બુદ્ધિમાન છે કે મરેલા એવા પણ તેના વડે હું આ પ્રમાણે જીવતો મરેલો કરાયો. ll૩૩૯ત્યાર પછી મુનિવેષવાળો નટની જેમ ભાવથી રહિત રહીને અભવ્ય અને પાપી એવો તે અનંત ભવોમાં ભમશે. ૩૪૦
અને ઉજ્વલ રાજ્યને કરતા રાજા બિંદુસારને પૃથ્વી તિલકા નામની મહાદેવથી પુત્ર થયો. ૩૪૧ી. સુંદર કાંતિવાળો, અત્યંત મનોરમ્ય, સજ્જનોની શ્રેણીમાં પ્રિયપણાને પામેલો, હર્ષરૂપી લક્ષ્મીવાળો, કૌતુકી સફળ ઉદયવાળો એવો અશોકગ્રી (નામથી) થયો. ૩૪રી હવે થાક્યા વગર ભણતો, સંક્રાંત થયેલ નવયૌવનવાળો - ગુણવાન એવો તે રાજા વડે યુવરાજ પદે સ્થપાયો. ૩૪all ક્રમથી રાજા મૃત્યુ પામતે જીતે સામન્ત-સચિવાદિ વડે રાજ્યની ધુરાને વહન કરવામાં સમર્થ એવો તે રાજ્ય ઉપર સ્થાપન કરાયો. ll૩૪૪ll તેને પણ પુણ્યના સ્થાનભૂત કુણાલ આ પ્રમાણે પુત્ર હતો. જે જન્મતાની સાથે જ પિતા વડે યુવરાજ પદે કરાયો. ll૩૪પા વિમાતાવાળા અને વિમાતાથી અહીં કાંઈ ન થાઓ. આ પ્રમાણે વિચારીને પુત્ર વત્સલ એવા રાજાએ કુણાલને ચતુરંગ એનાથી યુક્ત પ્રધાન અમાત્યોની સાથે કુમારને ભોગવવા માટે અપાયેલી અવંતિનગરમાં મોકલ્યો. ll૩૪૬, ૩૪થી સ્નેહના અતિશયથી રાજા ત્યાં દરરોજ પોતાના હાથથી લખેલા લેખને આદર સહિત મોકલતો હતો. ll૩૪૮
એક દિવસ કલાને યોગ્ય કુમારને જાણીને રાજાએ અમારો આ પુત્ર ભણાવાય, આ પ્રમાણે મંત્રીઓને લેખમાં લખ્યું. ૩૪૯ો નહીં સૂકાયેલા અક્ષરવાળા તે લેખને વાળ્યા વગર જ ત્યાં સ્થાનમાં મૂકીને રાજા દેહની ચિંતા વડે ગયો. ૩૫૦ના કોઈ રાણીએ તે લેખને જોઈને વિચાર્યું કે, અત્યંત આદર પામેલ રાજા આ પ્રમાણે કોના માટે સ્વયં આ લેખને લખે છે. ૩૫૧તેથી તેને વાંચીને પોતાના પુત્રને માટે રાજ્યને ઈચ્છનારી એવી રાણીએ અકારની ઉપર બિંદુ કરીને તે જ પ્રમાણે તે લેખને સ્થાપન કર્યો. ઉપરો. હવે કોઈપણ પ્રકારે વ્યગ્ર ચિત્તવાળા આવેલા તે રાજા વડે લેખ વાંચ્યા વગર જ બંધ કરીને મોહ પામીને મોકલ્યો. llઉપયll કુમારે પણ તે લેખને પ્રાપ્ત કરીને વાંચનારને અર્પણ કર્યો. તે મનમાં જ વાંચીને વળી મૌન વડે