________________
૩૦૪
સમ્યક્ત્વ પ્રકરણ
જ્યારે પ્રત્યેક વનસ્પતિ કાયમાં કેટલાકના અસંખ્યાતા શરીરો ભેગા થાય ત્યારે જોઈ શકાય છે. જ્યારે કેટલાકના સંખ્યાતા શરીરો ભેગા થાય ત્યારે જોઈ શકાય છે. ll૧પ/૨૨૧il હમણાં આયુષ્યની બે દ્વાર ગાથાને કહે છે.
बावीसई सहस्सा, सत्तसहस्साई तिन्नहोरत्ता । वाए तिन्नि सहस्सा, दसवाससहस्सिया रुक्खा ।।१६।। (२२२) संवत्सराणि बारस, राइंदिय हुँति अउणपन्नासा ।
છમ્માસ-તિગ્નિ-પટિયા, પુઢવાળ વિરોસા પાછા (૨૨૩) ગાથાર્થ બાવીસ હજાર વર્ષ, સાત હજાર વર્ષ, ત્રણ અહોરાત્રી, વાયુનું ત્રણ હજાર વર્ષ, વનસ્પતિ કાયનું દસ હજાર વર્ષ, બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, છ માસ, ત્રણપલ્યોપમ પૃથ્વીકાયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
ભાવાર્થઃ વાયુ અને વનસ્પતિનું સાક્ષાત્ નામ ગ્રહણ કરેલ હોવાથી અને પાછળ પૃથ્યાદિ કહેલ હોવાથી પૃથ્વી-અપ-તે-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ નવનું ક્રમ વડે ઉત્કૃષ્ટ આયુષ્ય ઉપદ્રવ રહિતના સ્થાનમાં કહ્યા પ્રમાણે જાણવા યોગ્ય છે. સર્વેનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત છે. વળી, સાધારણ વનસ્પતિ કાયનું જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુષ્ય અંતર્મુહૂર્ત છે. ll૧૬-૧૭ી (૨૨૨, ૨૨૩) હવે કાયસ્થિતિને કહે છે.
अस्संखोसप्पिणिस-प्पिणीओ एगिदियाण उ चउण्हं ।
ता चेव उ अणंता, वणस्सईए उ बोधव्वा ।।१८।। (२२४) ગાથાર્થ એકેન્દ્રિયાદિ ચારની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી છે અને વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવા યોગ્ય છે.
ભાવાર્થ: પ્રાણીઓના શરીર-આયુ-બલ-બુદ્ધિ આદિજેમાં ઘટે છે તે અવસર્પિણી કાલ દશ કોટાકોટિ સાગરોપમના પ્રમાણવાળો છે. પ્રાણીઓના શરીરાદિ અનુક્રમે વધે છે તે ઉત્સર્પિણી કાલ તે દશ કોટાકોટિ સાગરોપમના પ્રમાણનો છે. આવા પ્રકારની અસંખ્યાત અવસર્પિણી-ઉત્સપિર્શી એ પૃથ્વી-અપ-તેજ-વાયુ આ ચારની કાયસ્થિતિ છે, અને તેટલા જ પ્રમાણવાળી અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી વનસ્પતિકાયની કાયસ્થિતિ છે. અહીં આ કાયસ્થિતિ સામાન્યથી કહેવાઈ હોવા છતાં પણ વનસ્પતિકાયમાં સાધારણ વનસ્પતિકાયની જાણવી. કારણ કે પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ ભગવતી સૂત્રમાં અસંખ્યાતો કાલ જ કહેવાયેલી છે. /૧૮૨૨૪ll હવે વેશ્યા દ્વારને કહે છે.
વ્હિા -નીરા-ઝ, તેઝ-પટ્ટા તદેવ સુધી |
छल्लेसा खलु एया, जीवाणं हुंति विनेया ।।१९।। (२२५) ગાથાર્થ : કૃષ્ણ-નીલ-કપોત, તેજો, પધ અને શુક્લ આ છ લેશ્યા જીવોની જાણવા યોગ્ય છે.