________________
જીવના સંસ્થાન - ઈન્દ્રિય આદિ
૩૦૩
પર્યાપ્તિ દ્વાર કહ્યું, હવે શરીરને, પ્રમાણ કહેવાનો અવસર છે. ત્યાં પૃથ્વીકાયનું કહે છે.
आद्दामलगपमाणे, पुढविक्काए हवंति जे जीवा ।
તે પારેવમિત્તા, બંધુદી ન માફજ્ઞા ા૨ા (૨૨૮) ગાથાર્થ : ભીના આમળાના જેટલા પ્રમાણવાળા પૃથ્વીકાયના જે જીવો છે.તે પારેવડા જેટલા માપના થાય તો જંબૂદ્વીપમાં સમાય નહિ.
ભાવાર્થઃ સુગમ છે. લીલા આમલક - પીલુ વૃક્ષની કળી પારેવયમિત્તા = કબૂતર જેવડા શરીરવાળા. હમણાં અપકાયનું કહે છે.
एगमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता ।
ते वि य सरिसवमित्ता, जंबुद्दीवे न माइज्जा ।।१३।। (२१९) ગાથાર્થ : એક પાણીના બિંદુમાં જે જીવો જિનેશ્વરો વડે કહેલા છે. તે સરસવના પ્રમાણવાળા થાય તો જંબુદ્વીપમાં સમાય નહિ.
ભાવાર્થ સ્પષ્ટ છે. પરંતુ પાણીનું બિંદુ જેટલું વાળના અગ્રભાગ પર રહે તેટલું જાણવું. સરસવનું પ્રમાણ કહેવા વડે અહીં પૃથ્વી કરતા પાણીનું સૂક્ષ્મપણું કહેવાયું. ઉત્તરોત્તર આ સર્વેનું સૂક્ષ્મપણું જાણવા યોગ્ય છે. /૧૩ (૨૧૯) જો આ પ્રમાણે પૃથ્વી વિગેરેના શરીરનું અતિ સૂક્ષ્મપણું છે તો તે કેવી રીતે દેખાય છે. તે કહે છે.
एगस्स दुण्ह तिण्हव, संखिज्जाण व न पासिउं सक्का ।
दीसंति सरीराइं, पुढविजियाणं असंखिज्जा ।।१४।। (२२०) ગાથાર્થઃ પૃથ્વીકાય જીવોના એક-બે-ત્રણ અથવા સંખ્યાતા શરીર ભેગા થાય તો જોવા માટે શકય નથી. પરંતુ અસંખ્યાતા શરીરો ભેગા થાય ત્યારે દેખાય છે.
ભાવાર્થ : એક-બે-ત્રણ અથવા સંખ્યાતા શરીરો પૃથ્વીકાય જીવોના જોવાને માટે શક્ય નથી. પરંતુ અસંખ્ય શરીરો ભેગા થાય તો તે દેખી શકાય છે. ll૧૪l (૨૨૦) અન્યની ભલામણ કરતાં કહે છે.
आऊतेऊवाऊ, एसि सरीराणि पुढविजुत्तीए ।
दीसंति वणसरीरा, दीसंति असंख संखिज्जा ।।१५।। (२२१) ગાથાર્થઃ અપ-તેલ અને વાયુના શરીરો પૃથ્વીની યુક્તિએ અસંખ્યાતા ભેગા થાય તો જોઈ શકાય છે અને વનસ્પતિના શરીરો અસંખ્યાતા અને સંખ્યાતા ભેગા થાય ત્યારે જોઈ શકાય છે.
ભાવાર્થ અપ-તેઉ-વાયુકાયના શરીરો પૃથ્વીકાયની યુક્તિથી અસંખ્યાતા ભેગા થાય તો જોઈ શકાય છે. જ્યારે વનસ્પતિકાયમાં સાધારણ વનસ્પતિકાયના અસંખ્યાતા શરીરો ભેગા થાય ત્યારે જોઈ શકાય છે.