________________
જીવના સંસ્થાન - ઈન્દ્રિય આદિ
૩૦૫
ભાવાર્થ ઃ આઠ પ્રકારના કર્મ સાથે આત્માને જે આશ્લિષ્ટ કરે તે વેશ્યા કહેવાય તે કૃષ્ણાદિ છ પ્રકારની છે. કૃષ્ણાદિ દ્રવ્યના સંનિધાનથી અશુદ્ધતમ-અશુદ્ધતર અશુદ્ધ-શુદ્ધ-શુદ્ધતર-શુદ્ધતમ પરિણામરૂપ જીવોને આ છ પ્રકારે થાય છે. ll૧૯ (૨૨૫) આ વેશ્યા દૃષ્ટાંત વડે સ્પષ્ટ થાય. આથી તેના બે દૃષ્ટાંતને કહે છે.
मूलं साहपसाहा-गुच्छफले छिंदपडियभक्खणया ।
सव्वं माणुस पुरिसे, साउह-जुझंत-धणहरणा ।।२०।। (२२६) ગાથાર્થ : મૂલ-શાખાને-પ્રશાખાને-ગુચ્છાને-ફલ-પડેલાને ભક્ષણ કરો. સર્વને- મનુષ્યને-પુરુષનેઅપરાધીને-યુદ્ધ કરનારને ધનને હરણ કરો.
ભાવાર્થ : કોઈક સુધાથી પીડિત છ મુસાફરોએ ફલના ભારથી નમેલી સેંકડો-શાખા અને પ્રશાખાવાળા જામ્બુ વૃક્ષને માર્ગમાં જોયું. ત્યાં તેઓમાંથી એકે કહ્યું, મૂલમાંથી વૃક્ષને છેદો, બીજાએ શાખાને, ત્રીજાએ પ્રશાખાને, ચોથાએ ગુચ્છાને, પાંચમાએ ફલોને છેદો, એ પ્રમાણે કહ્યું, વળી, શુદ્ધતમ પરિણામવાળા છઠ્ઠાએ કહ્યું, પવનાદિ વડે જે ફળો પડેલા છે, તેઓને જ ભક્ષણ કરો. અહીં પહેલો કૃષ્ણ વેશ્યાવાળો, બીજો નીલ લેશ્યાવાળો અનુક્રમે છેલ્લો શુકલ વેશ્યાવાળો જાણવો.
બીજું ઉદાહરણ : કોઈક છ ચોરો કોઈક ગામને ચોરવા માટે ગયા. ત્યાં તેઓમાં એકે કહ્યું સર્વે તિર્યંચ-મનુષ્યાદિને હણો, બીજાએ કહ્યું મનુષ્યોને હણો તિર્યંચોને નહિ, ત્રીજાએ કહ્યું પુરુષોને હણો સ્ત્રીઓને નહિ, ચોથાએ કહ્યું તેમાં પણ શસ્ત્ર સહિતનાને હણો શસ્ત્ર વિનાનાને નહિ, પાંચમાએ કહ્યું યુદ્ધ કરતા હોય તેઓને હણો ઉદાસીન હોય તેઓને નહિ. વળી, છઠ્ઠાએ કહ્યું કેવલ ધનને જ હરણ કરો. કોઈનો પણ વધ ન કરો. અહીં પહેલો કૃષ્ણ લેશ્યાવાળો, બીજો નીલ વેશ્યાવાળો અનુક્રમે છેલ્લો શુક્લ લેશ્યાવાળો જાણવો. ૨૦ (૨૨) હમણાં સંયમદ્વારને કહે છે.
सामाइयं पढम, छे ओवट्ठाणं भवे बीयं । परिहारविसुद्धीयं, सुहुमं तह संपरायं च ।।२१।। (२२७) तत्तो य अहक्खायं, सव्वम्मि जीवलोगंमि ।
નં રિઝા વિહિલા, ચંતિયરામ ઠા પારા (૨૨૮) ગાથાર્થ : પહેલું સામાયિક, બીજું છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂમ સંપરાય તથા યથાખ્યાત ચારિત્ર સર્વ જીવલોકમાં છે. જે ચારિત્રને આચરીને સુવિહિત જીવો અજરામર સ્થાનને પામે છે. ર૧રરીરિ૨૭, ૨૨૮
ભાવાર્થ : સમુદાયનો અર્થ સહેલો છે. અવયવનો અર્થ વળી કહેવાય છે. (૧) સામાયિક ચારિત્ર બે ભેદે છે. ઈસ્વરકાલિક અને યાવન્કથિક. તેમાં ભરતક્ષેત્રો અને ઐરાવત ક્ષેત્રોમાં, પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં ઈત્વરકાલિક એટલે પરિમિતકાળનું સામાયિક ચારિત્ર છે. ભરત