SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અવંદનીક સાધુ - વંદનમાં દોષ 59 જેટલા અપવાદ છે તેટલા જ ઉત્સર્ગ છે. ૧. આથી બંને પણ ભગવાને જ કહેલા હોવાથી નિર્જરાનું કારણ છે. l૮૯૨૦૩ી હવે અર્થનો અંત આવ્યો. ઘણું કહેવા વડે શું ? આ પ્રમાણે પ્રસ્તાવના પૂર્વક કહે છે. मा आयनह मा य मन्नह गिरं कुतित्थियाणं तहा, सुत्तुतिनकुबोहकुग्गहगहगहग्घत्थाणमन्नाण वि । नाणीणं चरणुजुयाण य तहा किञ्चं करेहायरा, निस्सेसं जणरंजणत्थमुचियं लिंगाव सेसाण वि ।।१०।। (२०४) ગાથાર્થ : તમે કુતીર્થિકોની તથા શાસ્ત્રાજ્ઞાથી બાહ્ય એવા દુષ્ટબોધ અને કદાગ્રહરૂપ ગ્રહથી ગ્રસ્ત થયેલાની વાણીને સાંભળો નહિ અને માનો પણ નહિ તથા ચરણ (સંયમ) આદિ શુભ અનુષ્ઠાનોમાં તત્પર એવા જ્ઞાની પુરુષોના વચનને આદરપૂર્વક સાંભળો અને માનો, વળી-લિંગધારી સાધુઓને જનરંજન માટે ઉચિત નમસ્કારાદિ સર્વ કાર્યો કરો. l૯oll૨૦૪| ભાવાર્થ : ઉપર પ્રમાણે છે. તથા गुरुकम्माण जियाणं, असमंजसचिट्ठियाणि दट्टणं । निंदपओसं मणयंपि, सव्वहा संविवज्जेह ।।११।। (२०५) ગાથાર્થ ભારે કર્મવાળા અયુક્ત ચેષ્ટા કરનારા જીવોને જોઈને નિંદા-પ્રષને મનાગુ પણ સર્વથા સમ્યક રીતે વર્જવું જોઈએ. ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ નિંદા-દોષ ભાષણ, પ્રદ્રષ=માત્સર્ય. મનાગુ=અંશમાત્ર પણ સર્વથા સમ્યગુ પ્રકારે વર્જવું જોઈએ. ૯૧/૨૦પા दूसमकालसरूवं, कम्मवसितं च सव्वजीवाणं । भावेह कुणह गुरुया-यरं व गुणवंतपत्तेसु ।।१२।। (२०६) ગાથાર્થ : અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જોઈને દુષમકાળનું સ્વરૂપ અને તે અનુચિત પ્રવૃત્તિ કરનારા આત્માઓના કર્મની પરતંત્રતાને વિચારવી અને ગુણવાળા આત્માઓને જોઈને તેમના પ્રત્યે અત્યંત આદરભાવ ધારણ કરવો. ll૯૨/૨૦કા ભાવાર્થ : સુગમ છે. ૯૨(૨૦૬) સાધુતત્ત્વ પૂર્ણ થયું. આ પ્રમાણે પૂજ્ય શ્રીચક્રેશ્વરસૂરી વડે શરૂ કરાયેલ તેમના પ્રશિષ્ય શ્રીતિલકાચાર્ય વડે પૂર્ણ કરાયેલ સત્વવૃત્તિમાં ચોથું સાધુતત્ત્વ સમાપ્ત થયું.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy