________________
૨૯૬
સમ્યકત્વ પ્રકરણ
અન્યથા દોષને કહે છે. અર્થાત્ આ પ્રમાણે ન કરે તો જે દોષ થાય છે તેને કહે છે.
इहरा सपरुवघाओ, उच्छोभाईहिं अत्तणो लहुया ।
तेसि पि पावबंधो, दुगं पि एवं अणिटुं ति ।।८७।। (२०१) ગાથાર્થ : જો ઉપર કહ્યા પ્રમાણે ન કરે તો સ્વ-પરનો ઉપઘાત થાય. ચાડચુગલી, કલાદિ વડે પોતાની લઘુતા થાય તેઓને પણ પાપનો બંધ થાય. આ પ્રમાણે બંનેને આ અનિષ્ટ થાય.
ભાવાર્થ તે પ્રમાણે નહિ કરવામાં સ્વ-પરનો ઉપઘાત થાય, તથા પ્રબલપણા વડે ગયેલી છે શોભા જેમાંથી તે સત્યોમમ્ - આળ આપવું વિ. આદિ શબ્દથી કલહાદિ વડે પોતાની લઘુતા થાય. ગુણીજન પર દ્વેષ કરવાથી તેઓને પાપનો બંધ થાય અને બંનેને આ અનિષ્ટ થાય. કૃત્તિ શબ્દ પ્રક્રમની સમાપ્તિસૂચક છે. ll૮ (૨૦૧) હવે નિગમનને કહે છે.
ता दव्वओ य तेसिं, अरत्तदुखूण कन्जमासज्ज ।
अणुवत्तणत्थमीसिं, कायव्वं किं पि नो भावा ।।८८।। (२०२) ગાથાર્થ રાગ-દ્વેષ રહિત સાધુ વડે જ્ઞાનાદિક કાર્યને પામીને પાસત્યાદિનું દ્રવ્યથી અનુવર્તનાદિ કરવા યોગ્ય છે. પરંતુ ભાવથી કરવા યોગ્ય નથી.
ભાવાર્થ : તેથી રાગ-દ્વેષ રહિત સાધુ વડે જ્ઞાનાદિક કાર્યને પામીને પાર્થસ્થાદિને કાંઈક વાચિક નમસ્કારાદિ દ્રવ્યથી કરવા યોગ્ય છે. પરંતુ ભાવથી કાંઈપણ કરવા યોગ્ય નથી.
વચન વડે નમસ્કાર, (એટલે “આપને કુશલ છે ને ?” એમ બોલવું.) હાથ ઉંચા કરવા (આશીર્વાદ મુદ્રાએ), મસ્તક નમાવવું, પ્રશ્ન પૂછવા, બેસવું અથવા સેવા કરવી, થોભવંદન કરવું અથવા દ્વાદશાવર્ત વંદન કરવું. ll૮૮ll૨૦૨ી.
(આવશ્યક નિર્યુક્તિ ૧૧૨૭) પહેલા આલાપાદિ પણ આમની સાથે નિષેધેલું હતું. તો શા માટે આ પ્રમાણે હવે કહેવાય છે ? સાચી વાત છે. પરંતુ આ અપવાદને આશ્રયીને કહ્યું છે. હવે અપવાદ અને ઉત્સર્ગમાં કોણ કોનાથી સિદ્ધ થાય છે તે કહે છે.
उन्नयमविक्ख निन्नस्स, पसिद्धि उन्नयस्स निनाउ ।
इय अनुनाविखा, उस्सग्गववाय दो तुला ।।८९।। (२०३) ગાથાર્થ : ઉન્નતની અપેક્ષાએ નિમ્નની પ્રસિદ્ધિ અને નિમ્નની અપેક્ષાએ ઉન્નતની સિદ્ધિ થાય છે. આ પ્રકારે અન્યોન્યની અપેક્ષા રાખનારને ઉત્સર્ગ અને અપવાદ બંને પણ તુલ્ય છે. દા.(૨૦૩)
ભાવાર્થ : ઉન્નતને અપેક્ષીને નિમ્નની પ્રસિદ્ધિ અને નિમ્નની અપેક્ષાએ ઉન્નતની પ્રસિદ્ધિ થાય છે. આ પ્રકાર વડે અન્યોન્યની અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદ બંને તુલ્ય છે. કોઈપણ કોઈનાથી પણ સિદ્ધ થતું નથી. નિશીથ સૂત્રમાં પણ કહ્યું છે કે, જેટલા ઉત્સર્ગ છે તેટલા જ અપવાદ છે.