________________
અવંદનીક સાધુ - વંદનમાં દોષ
૨૯૫
આજ્ઞાભંગને જોઈને “અમે મધ્યસ્થ છીએ એ પ્રમાણે જેઓ મૌન રહે છે. તેઓને અવિધિની અનુમોદના અને વ્રતનો લોપ થાય છે. /૧// પરંતુ અનુકૂલ અને નિષ્ફર વચનો વડે શિક્ષા આપવા યોગ્ય છે. હમણાં તો અર્થાત્ આ કાલમાં તો આજ્ઞાના ઓળંગનારા જ ઘણા છે તો શું કરવા યોગ્ય છે. તો કહે છે.
एवं पाएण जणा, कालणुभावा इहं तु सव्वे वि ।
नो सुंदरत्ति तम्हा, आणाजुत्तेसु पडिबंधो ।।८४ ।। (१९८) ગાથાર્થ આ પ્રમાણે કાલના દોષથી તો અહીં સર્વે મનુષ્યો પ્રાયઃ કરીને આજ્ઞાને ઓળંગનારા છે (સારા નથી) તે કારણથી આજ્ઞાથી યુક્ત ઓછાને વિષે બહુમાન કરવા યોગ્ય છે. ૫૮૪ll(૧૯૮)
ભાવાર્થ : આ દેખીતા પ્રકાર વડે તો પ્રાય: કરીને સર્વે પણ સાધુ-શ્રાવકાદિ દુષમ કાલના દોષથી અહીં ભરત ક્ષેત્રમાં આજ્ઞાને અનુસરનારા નથી તે કારણથી અલ્પ હોવા છતાં આજ્ઞાથી યુક્તને વિષે જ બહુમાન કરવા યોગ્ય છે. તિ શબ્દ વાક્યની સમાપ્તિનો સૂચક છે. આ પ્રમાણે અર્થ છે. તો પછી આજ્ઞાનો લોપ કરનારને વિષે શું કરવા યોગ્ય છે તો કહે છે.
इयरेसु विय पओसो, नो कायव्वो भवठिई एसा ।
नवरं विवजणिज्जा, विहिणा सयमग्गनिरएणं ।।८५।। (१९९) ગાથાર્થ : આજ્ઞાનો લોપ કરનારને વિશે પણ દ્વેષ કરવો નહિ. આ સંસારની સ્થિતિ છે એમ વિચારવું. વિશેષ એ કે સદા સિદ્ધાન્તના માર્ગમાં રક્ત એવા સાધુઓ વડે સૂત્રોક્ત વિધિ વડે તેઓની સાથે આલાપ વિગેરે ત્યજવું જોઈએ.
ભાવાર્થ : આજ્ઞાનો લોપ કરનારાને વિષે દ્વેષ કરવા યોગ્ય નથી. કર્મના વિચિત્ર પણાથી આ પ્રકારની ભવસ્થિતિ છે એમ જઘન્ય-મધ્યમ-ઉત્તમ મનુષ્યો વડે વિચારવા યોગ્ય છે અને સિદ્ધાંતમાં કહેલી નીતિ વડે તેઓની સાથે આલાપાદિ વર્જવા યોગ્ય છે. સદા માર્ગમાં રક્ત અર્થાત્ સિદ્ધાંતાનુસાર વર્તનારા વડે. ll૮૫/૧૯૯ો. અહીં જ વિશેષને કહે છે.
अग्गीयादाइन्ने खित्ते, अन्नत्थ ठिइ अभावंमि ।
ખાવાપુવાવ-ત્ત તેસિં તુ વસિયત્રં T૮દ્દા (૨૦૦) ગાથાર્થ : અગીતાર્યાદિથી ક્ષેત્ર વ્યાપ્ત હોતે છતે અને અન્યત્ર વસવા યોગ્ય ક્ષેત્રનો અભાવ હોતે છતે ચારિત્રના પરિણામનો ઉપઘાત ન થાય તે રીતે તે અગીતાર્થોને અનુકૂલપણા વડે વસવા યોગ્ય છે.
ભાવાર્થ : અગીતાર્યાદિ – પાર્થસ્થાદિ તેઓ વડે ભાવિત નગરાદિમાં યોગ્ય ક્ષેત્રના અભાવમાં રહેવું પડે તો, ચારિત્રના પરિણામને ઉપઘાત ન પહોંચે તે રીતે કલહના ત્યાગપૂર્વક તેઓને અનુકૂલ એટલે વચન, નમસ્કાર આદિ અનુકૂલ થવા વડે રહેવા યોગ્ય છે. વળી જો બીજું યોગ્ય ક્ષેત્ર રહેવા માટે હોય તો પાર્શ્વસ્થાદિથી ભાવિત ક્ષેત્રમાં વસવા યોગ્ય નથી. ll૮૧(૨૦૦).