________________
तत्त्वतत्त्वम् હવે મૂળદ્વારની ગાથાના ક્રમથી પ્રાપ્ત પાંચમું તત્ત્વ વ્યાખ્યા કરાય છે. આનો પૂર્વની સાથે આ પ્રમાણે સંબંધ છે. પૂર્વે ગુરુના સ્વરૂપને કહેવાયું અને તત્ત્વોને જે કહે તે ગુરુ કહેવાય. આથી સાધુતત્ત્વ (ગુરુતત્ત્વ)ના નિરૂપણ પછી તત્ત્વ નામનું તત્ત્વ કહેવાય છે. તેમાં પહેલી ગાથા
जीवाजीवा पुग्नं, पावासव-संवरो य निजरणा ।
बंधो मुक्खो य तहा, नवतत्ता हुंति नायव्वा ।।१।। (२०७) ગાથાર્થ : જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ આ નવ તત્ત્વો જાણવા યોગ્ય છે.
ભાવાર્થ જીવ-ચેતનાવાળો, અજીવ-ચેતનારહિત, પુણ્ય-શુભ પ્રકૃતિરૂપ, પાપ-અશુભ પ્રકૃતિરૂપ, આશ્રવજેના દ્વારા કર્મો આવે છે તે હિંસા વિગેરે સંવર-સંવરણ, આશ્રવનો નિરોધ, નિર્જરા-વિપાકથી અથવા તપથી કર્મનો નાશ. બંધ-જીવ અને કર્મનું અત્યંત રીતે એકમેકપણું. મોક્ષ-સર્વ કર્મોથી મુક્ત એવી આત્માની સ્થિતિ. આ જ નવતત્ત્વો સિદ્ધાંતમાં કહેલા પ્રકાર વડે જાણવા યોગ્ય છે. પરંતુ કુતીર્થિકોએ કલ્પેલા નહિ. હવે જે પ્રમાણે ઉદ્દેશ છે તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ એ ન્યાયથી પહેલા જીવતત્ત્વનું વર્ણન કરે છે.
एगविह-दुविह-तिविहा, चउहा-पंचविह छव्विहा जीवा ।
વેચા તસ રેÉિ, વેફરાઈટં ા૨ા (૨૦૮). ગાથાર્થ : ચેતના વડે કરીને, ત્રસ અને સ્થાવર વડે કરીને, વેદ વડે કરીને, ગતિ વડે કરીને, ઇન્દ્રિયો વડે કરીને, કાય વડે કરીને અનુક્રમે જીવો એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે છે.
ભાવાર્થ : એકવિધાદિ પ્રકારે જીવો હોય છે. કેવી રીતે થાય તે ક્રમ વડે કહે છે. ચેતનાદિ પ્રકારે. ચેતના વડે એક પ્રકારે કારણ કે સર્વ જીવો ચેતનવંત છે માટે વ્યભિચાર નથી. ત્રાસ પામે તે ત્રસો અને તેનાથી ઈતર એટલે સ્થાવર તેના વડે જીવો બે પ્રકારે છે. કારણ કે સર્વે જીવરાશી ચર અને અચર રૂપ હોવાથી આ પ્રમાણે આગળ આગળ પણ લક્ષણોનું વ્યાપકપણું જાણવા યોગ્ય છે. વેદો વડે-સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ વડે ત્રણ પ્રકારે. ગતિ વડે-નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવરૂપે ચાર પ્રકારે છે. ઇન્દ્રિય વડે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિયરૂપ પાંચ ઇન્દ્રિયોથી પાંચ પ્રકારે. કાય વડે-પૃથ્વીકાયાદિ છ કાયવડે છે પ્રકારે. રીરિ૦૮.
पुढवी-आऊ-तेऊ, वाऊवणस्सइ तहेव बेइंदि ।
તેરેલિય-રિંદ્રિય, વવવિયવો નદી પારા (૨૦૨) ગાથાર્થ : પૃથ્વી-અપ-તે-વાયુ-વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિયના ભેદથી નવા પ્રકારે છે.
ભાવાર્થ સુગમ છે.llan(૨૦૯)