SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સમ્યકત્વ પ્રકરણ આ પ્રમાણે વિચારીને શુદ્ધ અધ્યવસાયવાળા પ્રયત્નથી જતા તેણે મોક્ષની નિસરણીના જેવી ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરી. II૪૩il વિશદ્ધમાન લેશ્યાવાળા, મહામાનવાળા તે શ્રેણીને ચઢતા એવા તે શક્ત ધ્યાનનું આલંબન કરીને કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પામ્યા. ll૪૪ll ત્યાર પછી તેણે ગુરુને સુમાર્ગ વડે સમ્યક રીતે લઈ જવા માટે આરંભ કર્યો અને ગુરુએ પણ પ્રભાત થયે છતે લોહીથી ભીંજાયેલ તે નવદીક્ષિતને જોયો. ૪પી ત્યાર પછી ગુરુએ વિચાર્યું અહો ! આ નવદીક્ષિતની કેવા પ્રકારની ક્ષાન્તિ. અહો ! ક્ષમાના ભંડાર, ધન્ય છે કૃતાર્થ અને પુણ્યવાન છે. I૪૬ાા લાંબા કાલથી પ્રવ્રજિત થયેલો અને આચાર્ય પદને પામેલો. હંમેશાં ક્રોધ વડે બળતો એવો હું ક્ષમા વડે સ્પર્શાવેલો પણ નથી. //૪૭ી શા માટે નિરપરાધી નૂતન દીક્ષિત એવો પણ આ શિષ્ય દુરાત્મા એવા મારા વડે દંડથી નિષ્ફરપણે હણાયો. ll૪૮ી આ પ્રમાણે સંવેગરૂપી પાણી વડે શાંત થયેલા ક્રોધરૂપી અગ્નિવાળા ઉલ્લસિત થયેલા ધ્યાનરૂપી સપ્તર્ચિવાળા, બાળેલા કર્મરૂપી ઇન્જનવાળા ઘણા ગુણોને ભજનારા એવા તે ચંડરુદ્રાચાર્ય સૂરિ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને ભવ્યજીવોને પ્રતિબોધ કરીને, નિર્વાણરૂપી રાજ્યની લક્ષ્મીને પ્રાપ્ત કરીને શાશ્વત સુખરૂપી અમૃતના સમુદ્રમાં મગ્ન થયેલા હંમેશાં રહેતા હતા. ll૪૯૫ll આ પ્રમાણે ચંડરુદ્રાચાર્યની કથા સમાપ્ત થઈ.IIકરા(૧૭૧) હમણાં દુઃષમાદિના પ્રભાવને આશ્રયીને ઉપદેશને કહે છે. कालाइदोसओ जइवि, कहवि दीसंति तारिसा न जई । सव्वत्थ तह वि नत्थि, त्ति नेव कुजा अणासासं ।।६३ ।। (१७७) ગાથાર્થઃ કાલાદિના દોષથી જો કે કોઈપણ તેવા પ્રકારના વતિ દેખાતા નથી તો પણ સર્વથા તેવા પતિ નથી જ આવી અશ્રદ્ધા કરવી જોઈએ નહિ. ભાવાર્થ : સ્પષ્ટ છે. પરંતુ અનાશ્વાસમૂ-અશ્રદ્ધાને. કલા(૧૭૭) જે કારણથી कुग्गहकलंकरहिया, जहसत्ति जहागमं च जयमाणा । ને વિશુદ્ધ પિત્તત્તિ, ગુરમરિહંતસમયંમિ ૬૪(૭૮) ગાથાર્થ : કુગ્રહરૂપી કલંકથી રહિત, શક્તિ પ્રમાણે અને આગમમાં કહ્યા પ્રમાણે યતના કરતા જે કારણથી વિશુદ્ધ ચારિત્રવાળા એ પ્રમાણે અરિહંત પરમાત્માના શાસનમાં કહેલા છે.૬૪ (૧૭૮) ભાવાર્થ : કુગ્રહ-અસત્ આગ્રહ તે રૂપી જ કલંક દોષ તેના વડે રહિત. શક્તિ પ્રમાણે અને આગમમાં કહેલી વિધિ પ્રમાણે યતના કરતા. જે કારણથી વિશુદ્ધ ચારિત્રવાળા યતિઓ જીનેશ્વરના મતમાં કહેલા છે. //૯૪ll(૧૭૮). અને તેવા પ્રકારના દેખાય છે જ. તે આ પ્રમાણે. अन्ज वि तिनपइन्ना, गरुयभरुव्वहणपञ्चला लोए । दीसंति महापुरिसा, अक्खंडियसीलपब्मारा ।।६५।। (१७९) ગાથાર્થ : પૂર્ણ કરેલી સામાયિકાદિ પ્રતિજ્ઞાવાળા, મોટા ભારને વહન કરવામાં સમર્થ, અખંડિતપણે શીલનું પાલન કરનારા મહાપુરુષો આજે પણ લોકમાં દેખાય છે. પા(૧૭૯)
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy