SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુના લક્ષણ ભેદ – ચંડરુદ્રાચાર્ય કથા વડે પણ ત્યજાયેલો આ તમોને દીક્ષા માટે યોગ્ય છે. ।।૧૬। આ પ્રમાણે ઉચ્છંખલ થયેલા, દુર્જન એવા આ અમોને ઠગે છે. તેથી આઓને અમારા ગુરુ વિના અન્ય કોઈ ઔષધ નથી. ।।૧૭।। આ લોકો ગુરુના જ શિષ્ય થવાને અર્થાત્ શિક્ષાને યોગ્ય છે. કજીયા વડે કજીઓ ઘસાઓ. ૨૭ આ પ્રમાણે વિચારીને શ્રમણો વડે તેઓને ગુરુ બતાવાયા. ॥૧૮॥ અને કહ્યું, અહો ! અમારા સર્વેના આ દીક્ષા દાતા છે. અમે આમના આદેશ કરનારા છીએ. તેથી તેમની પાસે જાઓ. II૧૯॥ ત્યારે કુતુહલી એવા તેઓ ક્રીડા વડે ત્યાં ગયા અને શઠ એવા તેઓએ ક્ષણવાર ક્રીડા કરવા માટે તે જ પ્રમાણે ગુરુને પણ કહ્યું. ॥૨૦॥ કૂવાના દેડકાની જેમ ગરીબડા બાળક જેવા તેઓ જાણતા નથી કે ચણાની જેમ મરચાને ચાવવા માટે શક્ય નથી. ।।૨૧।। ઉક્તિ વડે તેઓને દ્રોહ કરનારા જાણીને ક્રોધાયમાન થયેલા ગુરુએ કહ્યું. ભસ્મને લાવો કે જેના વડે આને જલ્દી અમે દીક્ષા આપીએ. ॥૨૨॥ હવે તેઓમાંથી એક ક્યાંયથી પણ ત્યાં રાખ લઈ આવ્યો અને તે શ્રેષ્ઠી પુત્ર આચાર્યની આગળ બેઠો. ॥૨૩॥ તેના ભાવિના કલ્યાણ વડે જ કહેવાયેલા ગુરુએ નમસ્કાર મહામંત્રને બોલીને ત્યારે જ કેશના લોચનો પ્રારંભ કર્યો. ॥૨૪॥ હવે ખેદ પામેલા સર્વે મિત્રોએ તેને કહ્યું કે, હે મિત્ર ! જલ્દી નાશી જા. નાશી જા હાસ્યને સત્યપણે ન પમાડ. ॥૨૫॥ ભવિતવ્યતા વડે અને લઘુકર્મપણા વડે પણ ત્યારે જ ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા નજીકમાં છે સિદ્ધિ જેણે એવા તેણે વિચાર્યું. ॥૨૬॥ પોતાની વાણી વડે જ વ્રતને સ્વીકારીને, લુંચન કરાયેલા વાળવાળો હું વ્રતને છોડીને હમણાં કેવી રીતે પોતાને ઘરે જાઉં. ।।૨૭।। ત્યાર પછી ક્રીડાથી ગ્રહણ કરેલા વ્રતવાળો પણ તે ભાવ સાધુ થયો તે મિત્રો પણ અશ્રુસહિત લોચનવાળા અવૃતિને ક૨ીને ગયા. ॥૨૮॥ હવે વ્રતમાં ઉત્પન્ન થયેલા ભાવવાળા નવદીક્ષિત સાધુએ ગુરુને કહ્યું, હે ભગવન્ ! હમણાં જલ્દી આપણે અન્યત્ર જઈએ. ॥૨૯॥ જો નહિ જઈએ તો હે સ્વામી ! મારા માતા-પિતા અને નવી પરણેલી તે સ્ત્રી, સાસુ સસરા અને રાજા પણ મને વ્રતને છોડાવશે. II૩૦ા અને પૂજ્ય એવા સુસાધુઓને નહિ ઓળખતા દુરાશયવાળા એવા મારા સ્વજનો તમારા મોટા અનર્થને ક૨શે. ૩૧|| હમણાં હું બીજો એવા પૂજ્ય વડે ચલાય અન્યથા પરિવાર સહિત જતા તમે જણાશો. II૩૨।। ત્યાર પછી ગુરુએ તેને કહ્યું તું માર્ગને જોઈ આવ. જેથી અંધકારમાં પણ માર્ગ સુગમ થાય.II૩૩॥ ગુરુના આદેશને વશ થયેલો તે પણ ત્યારે જ જલ્દી જઈને કેટલાક માર્ગને જોઈને પાછો આવ્યો. ।।૩૪।। ત્યાર પછી ગુરુ અને શિષ્ય બંને પણ રાત્રિમાં ચાલ્યા ત્યાં શિષ્ય આગળ અને વળી ગુરુ પાછળ ચાલતા હતા ।।૩૫।। અને ચંડરુદ્રાચાર્ય નામના ગુરુ રાત્રિમાં નહિ જોતા, શબ્દ વેધિ બાણની જેમ પગરવના શ્રવણ વડે જતા વિષમતાવાળી ભૂમિમાં કોઈક જગ્યાએ ગાઢ રીતે અફળાયેલા ચરણવાળા વેદનાથી પીડિત થયેલા, જેમ શિબિકામાં બેસે તેમ મહાક્રોધરૂપી વાહનમાં આરુઢ થયા. II૩૬-૩૭II હવે ગુરુ કઠોર અક્ષરને બોલ્યા. અરે અધમ ! દુષ્ટ શૈક્ષ ! તને ધિક્કાર થાઓ. તા૨ા વડે આવા પ્રકા૨નો સુમાર્ગ જોવાયો ! ।।૩૮।। એ પ્રમાણે કહીને દંડ વડે હણીને તેના મસ્તકને ફોસ્યું. તેના મસ્તકમાંથી પર્વતના ઝરણાના પાણીની જેમ રુધિરનો સમૂહ જલ્દીથી વહ્યો. II૩૯।। તો પણ આ મુનિએ સમ્યક્ પ્રકારે તે સહન કર્યું. જરા પણ કોપને ન કર્યો. તે મસ્તકના સ્ફોટને કર્મના ગોળાના સ્ફોટની જેમ માનતો હતો II૪૦ અને વિચાર્યું હું અધન્ય છું. સાધુની મધ્યમાં સુખે વસતા આ ગુરુ મારા વડે વ્રતને ગ્રહણ કરીને અનર્થમાં પડાયા. II૪૧|| હું સુખના સ્થાનમાં કેવી રીતે સ્ખલના રહિત ગુરુને લઈ જઈશ. કેવી રીતે શુદ્ધ ચિત્તવાળા આમની સમાધિને કરીશ. ૪૨॥
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy