SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સમ્યક્ત્વ પ્રકરણ જે કારણથી બકુશ અને કુશીલ વડે તીર્થની પ્રવૃત્તિ છે આથી જ. गुरुगुणरहिओ य इहओ, दट्ठव्वो मूलगुणविउत्तो जो । न तु गुणमित्तविहीणुत्ति, चंडरुद्दो उदाहरणं ।।६२ ।। (१७६) ગાથાર્થ અહીં મોટા ગુણોથી રહિત એટલે જે મૂલગુણથી રહિત હોય તે જોવા યોગ્ય છે. પરંતુ સામાન્ય ગુણથી રહિત નહિ અહીં ચંડરુદ્રાચાર્યનું ઉદાહરણ છે. ભાવાર્થ : અહીં ગુરુ વિચારમાં તે જ જોવા યોગ્ય છે કે જે મૂલગુણથી રહિત હોય. ઉપલક્ષણથી વારંવાર ઉત્તરગુણનો વિરાધક હોય. કહ્યું છે કે જે ઉત્તરગુણને ત્યજે છે તે ટૂંક સમયમાં મૂલગુણને પણ ત્યજે છે. (ઉપ. માલા ૧૧૭) એવું વચન હોવાથી. વળી સામાન્ય ગુણથી રહિત નહિ. પ્રિય વચનથી વિશિષ્ટ એવા ઉપશમાદિ ગુણથી રહિત હોય. આ અર્થમાં ચંડરુદ્રાચાર્યનું ઉદાહરણઃદૃષ્ટાંતરૂપ છે. આ ખરેખર સ્વભાવથી રોષવાળા હોવા છતાં પણ ઘણા સંવિગ્ન ગીતાર્થ શિષ્યોને નહિ મૂકવા યોગ્ય તથા બહુમાનના વિષયભૂત હતા. IIકરા(૧૭) તેની કથા આ પ્રમાણે અહિ જ અવન્તીદેશ છે. તે કેવો છે ? જેમ પ્રવાલમાં રંગો સ્કુરાયમાન થાય છે તેમ આ દેશમાં પ્રકાશમાન એવા દ્રગો છે, ગીતામાં જેમ શુભ એવો ગ્રામ રાગ છે તેમ આ દેશમાં શુભ ગામડાઓ છે, કુરાજાના રાજ્યમાં જેમ મોટા કર (ટેકસ) લેવાતા હોય તેમ આ દેશમાં સુવર્ણાદિની મોટી ખાણો છે. ||૧| તેમાં ઉજ્જયિની નામની નગરી છે જ્યાં લોકો પુણ્યકાર્યના (સત્કાર્યો), દાનના અને ભોગના અભ્યાસ વડે યોગ પ્રિય છે. જીરા એક વખત તે નગરીમાં બહુશિષ્યના પરિવારવાળા ચંડરુદ્રાચાર્ય નામના આચાર્ય વિહાર કરતા ક્રમથી આવ્યા. ll નિષ્ઠાવાળા તે આચાર્ય પાપ રહિત, બાધા રહિત, ધર્મધ્યાનથી વૃદ્ધિ પામતા મનુષ્ય રહિતના બહાર ઉદ્યાનમાં રહ્યા. II૪ો સાધુઓના ન્યૂન અથવા અધિક અનુષ્ઠાનને જોતા સુવિશુદ્ધ ક્રિયા રક્ત એવા તે અતિ રોષને કરતા હતા. //પણl યતનાવાળા પણ તે સુસાધુઓના પ્રમાદના બહુલપણા વડે કદાચ લેશ માત્ર દોષ થાય. Iકા તેથી ગુરુએ ચિત્તમાં વિચાર્યું કે થોડા પણ અપરાધમાં હું અત્યંત ક્રોધને કરું છું. તેથી સંક્લેશથી મને કર્મબંધ થાય છે. શી વળી સારણા-વારણાદિ વડે જે હું શુભ કર્મને બાંધું છું. તેના કરતાં અનેકગણા શુભ કર્મને સંક્લેશરૂપી અગ્નિ વડે બાળું છું. Iટા તેથી આ ક્રિયા વડે મને લાભ કરતા હાનિ ઘણી થાય છે માટે આ આત્માને આહિતકારી છે. તેથી હું શું કરું ? ll ll એ પ્રમાણે વિચારીને ભવથી ઉદ્વિગ્ન થયેલા તે હંમેશાં પોતાના હિતને માટે ત્યાં રહેતા હતા કે જ્યાં તે સાધુઓ દૃષ્ટિનો વિષય ન થાય. ./૧૦ll હંમેશાં એકાગ્ર મનવાળા, ભાવ વૈરીને દૂર કરવાને માટે મંત્રજાપની જેમ રાત-દિવસ એકાંતમાં સ્વાધ્યાયને કરતા હતા. ll૧૧. એક દિવસ નવો પરણેલ, નવયુવાન, શૃંગાર અને સુંદર વેષભૂષાવાળો કોઈક શ્રેષ્ઠી પુત્ર મિત્રોથી વીંટળાયેલ ત્યાં આવ્યો. l/૧૨/ ત્યાં તે સુસાધુઓની પાસે આવીને હાસ્ય મશ્કરી વડે પ્રણામ કરીને ધર્મને કહો. આ પ્રમાણે બોલ્યો. //૧all આ કોઈ ક્રીડા પ્રિય લોકો છે તેથી તે મુનિઓ કાંઈ પણ બોલ્યા નહિ અને સ્વાધ્યાયમાં રક્ત એવા તેઓ તેના વચનને ન સાંભળ્યું હોય તેમ રહ્યા. ૧૪ll વળી કરેલી અંજલીવાળા તેણે માયા વડે કહ્યું, હે ઉત્તમ મુનિઓ ! મને દીક્ષા આપો. મહેરબાની કરો અને મને સંસારથી તારો /૧પ તેના મિત્રોએ પણ કહ્યું. અહો ! દૌર્ભાગ્યના દોષથી પત્ની
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy