________________
ગુરના ગુણોનું અન્વેષણ – કેશીગણધર પ્રદેશી રાજ
૨૭૫
હવે ગુરુએ પણ તેને ઉદ્દેશીને પહેલેથી ધર્મના સર્વસ્વને કહ્યો./૧પો. ત્યાર પછી તેણે પણ સમ્યક્ત મૂલક તે ધર્મને જાણીને ગ્રહણ કર્યો. રંક રત્નના ભંડારને પામીને શું ગ્રહણ ન કરે ? I/૧કા હવે તે ગુરુની પાસે ગમનાગમન કરતા, તેમના વ્યાખ્યાનના રસ વડે પુષ્ટ થયેલા તે મંત્રીશ્વરે ધર્મમાં દૃઢતાને પ્રાપ્ત કરી. //૧૭ી જવાની ઇચ્છાવાળા, સિદ્ધ થયું છે સાધ્ય જેને એવા તેણે ગુરુને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે અમારી નગરી પણ પૂજ્યો વડે ક્યારેક પાવન કરવા યોગ્ય છે. ૧૮ અમારા લોકોનું સર્વથા ધર્મકાર્યમાં અજાણપણું હોવાથી અબુધને પ્રતિબોધ કરવા વડે ત્યાં તમોને લાભ પણ થશે. //૧૯ી નાસ્તિક એવો અમારો રાજા પણ તમારી પાસે પ્રતિબોધ પામશે. સૂર્ય ઉદય થયે છતે શું કમલો ખીલતા નથી ? ૨૦. હે પ્રભુ ! ત્યાં આપનું આગમન થયે છતે અરિહંત ધર્મના સામ્રાજ્યની હું સંભાવના કરું છું જ. ખરેખર આપની લબ્ધિ આવા પ્રકારની છે. ll૧// ગુરુએ પણ કહ્યું. હે મંત્રીશ્વર ! વર્તમાન જોગ તમારા દેશમાં પણ અમે આવશું. કારણ કે, મુનિઓ એક સ્થાને રહેતા નથી. ૨૨ા આ પ્રમાણે પ્રાર્થના કરીને મંત્રીશ્વર આહ્વાન કરનારની જેમ ગુરુની પાસે મન મૂકીને શ્વેતવી નગરી તરફ ગયા. ર૩||
સમ્યગુજ્ઞાનના ઉપયોગ વડે રાષ્ટ્ર સહિત રાજાને પણ થનારા પ્રતિબોધને જાણીને દિગુ જય કરવા માટે રાજાની જેમ મુનિરાજ એવા ગુરુ પણ દરેક ગામ અને દરેક નગરમાં હવે મનુષ્યોને પ્રતિબોધ કરી કરીને ચાલ્યા. ર૪-૨પા સઘળા વ્યાપારીઓના મોહ-માત્સર્ય વિગેરેને ઉખેડીને વૈરાગ્ય-વિવેક-પ્રશમાદિકને સ્થાપતા હતા. //રડાં સર્વત્ર સર્વલોકના અત્યંતર અજ્ઞાનરૂપી અંધકારને હરતા અપૂર્વ જાણે સૂર્ય હોય તેમ શ્વેતવી નગરીમાં ગયા. ર૭ી ત્યાં પહેલા મંત્રીવડે ઉદ્યાનપાલકો કહેવાયેલા છે કે અહીં જે કોઈપણ શ્વેત વસ્ત્રવાળા, લોચ કરેલા મુખ અને મસ્તકવાળા, દંડ અને કાંબલને ધારણ કરનારા મુનિઓ આવે તો તેઓ આ ઉદ્યાનમાં સ્થાપન કરવા યોગ્ય છે અને મને જલ્દી જણાવવા યોગ્ય છે. ૨૮-૨૯ો અને ત્યાર બાદ ત્યાં આવેલા તેઓને જોઈને ઉદ્યાન પાલકોએ ત્યાં સ્થાપન કર્યા અને તેઓના આગમન વડે મંત્રીને વધામણી આપી. ૩૦Iી તે કાલે મંત્રી ચિત્ર પણ ગુરુના આગમનને સાંભળીને મેઘનું આગમન થયે છતે જેમ મોર હર્ષિત થાય તેમ હર્ષિત થયા. ૩૧ી ભક્તિથી યુક્ત પોતાના સ્થાનમાં રહેલા જ તેણે તે સ્થાને રહેલા ગુરુને નમસ્કાર કર્યો. પરંતુ રાજાથી ભય પામતો તે ત્યાં વંદન કરવા માટે ગયો નહિ !૩૨ા અને વિચાર્યું કે, જો મિથ્યાદૃષ્ટિ એવો આ રાજા આ આવેલા ગુરુને જાણશે તો તેમની અવજ્ઞા કરશે. ૩૩તેથી પહેલા જ આને ગુરુની પાસે લઈ જાઉં. જો આ બોધ પામે તો શંકા રહિત મુનિઓ રહી શકે. ૩૪તેથી ઉપાયને વિચારીને અશ્વવાહિકાનું બહાનું કાઢીને ગુરુના ઉદ્યાનની પાસે રહેલી વાહ્યાલીમાં રાજાને લઈ ગયો. રૂપા! ઘોડાને ખેલાવવાથી થાકી ગયેલા રાજાને આરામ કરાવવા માટે મંત્રી તે ઉદ્યાનમાં લઈ ગયો. [૩૭ી ત્યાં પરસેવાથી ભીના થયેલા શરીરવાળો રાજા છાયામાં બેસીને અમૃતથી જાણે સિંચાયેલો ન હોય તેમ આત્માને માનતો જેટલામાં રહ્યો છે. ૩૭ી.
તેટલામાં મધુર-ગંભીર અવાજને સાંભળીને રાજાએ કહ્યું. હે મંત્રી ! શું અહીં કોઈપણ બાંધેલો હાથી છે ! Il૩૮ મંત્રીએ કહ્યું કે, સ્વામી ! હું જાણતો નથી. પરંતુ આપ પધારો, આગળ બગીચાની રમણીયતાને જુઓ. /૩૯ો આ કયા દર્શનવાળા છે ? એ પ્રમાણે કૌતુકથી જોવાને માટે સભાસદની જેમ આવતા રાજાના આગમનને જ્ઞાનથી જાણીને ત્યારે તે મનુષ્યોની આગળ ઊભા થઈને બુદ્ધિના ભંડાર એવા ગુરુ ગંભીર વાણી વડે વ્યાખ્યાન કરી રહ્યા છે.ll૪૦-૪૧છે અને આગળ ચાલતા રાજાએ તે મુનીશ્વરને જોઈને મહામંત્રીને