________________
૨૭૬
સમ્યક્ત્વ પ્રકરણ
પૂછયું, આ મુંડ શું રાડો પાડે છે. ૪રા આ પાખંડી ચોર ક્યારે અહીં આવ્યો ? હે મંત્રી ! હમણાં જ જલ્દીથી આને બહાર કાઢો. ૪૩ll અમારા દેશને અન્ય દેશની જેમ આ ચોરે નહિ. જેથી તે મંત્રી ! આંગળી આપતે છતે આ બાહુને પકડે છે. ૪૪ll
રાજાની આજ્ઞા વડે મંત્રી કેટલાક પગલા આગળ જઈને પાછા ફરીને રાજાને કહ્યું, હે દેવ ! હું આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરું છું Il૪પી કે આ પ્રમાણે હાંકી કઢાતો આ મુનિ પોતાના દેશમાં જઈને કાંઈક મચકોળેલી નાસિકાવાળો પોતાના લોકોને કહેશે IIકા કે પ્રદેશ રાજા મૂર્ખ શિરોમણી કાંઈ જ જાણતો નથી અને નિર્ગુણીઓમાં શ્રેષ્ઠ એવો તે ગુણીજનોને ગળચી પકડીને કાઢે છે. Il૪થી તેથી હે દેવ ! વાદ વડે જીતીને હમણાં આ કઢાય, જેથી ભગ્ન થયેલા અભિમાનવાળો આ યુદ્ધમાંથી નાશી જનારની જેમ પલાયન થઈ જશે.ll૪૮ હે દેવ ! તારી સાથે વાદ કરવામાં વાચસ્પતિ પણ સમર્થ નથી. બ્રાહ્મી વડે પણ આશંકા કરાય છે તો વળી આ તારી આગળ કોણ માત્ર ? ll૪૯ાા તેથી ત્યાં જઈને રાજાએ સ્વયં આચાર્યને કહ્યું કે, હું આચાર્ય ! તું ક્યારે આવ્યો છે ? આ હું આવું છું એ પ્રમાણે તે બોલ્યો..પણા ઊભેલા એવા ગુરુને જોઈને પુષ્ટ બુદ્ધિવાળા અમાત્ય પણ હર્ષિત થયા. અહો ! ગુરુના જ્ઞાનનો પટ્ટબંધ કરાય છે. //પ૧ી રાજા આવતે છતે ઊભા થવું તે ગુરુના લાઘવને કરનાર છે અને ઊભા ન થવું તે વળી રાજાના ક્રોધને વધારનારું છે. //પરા આથી રાજા નહિ આવતે છતે ગુરુ ઊભા રહ્યા અથવા દિવ્ય અતિન્દ્રિય જ્ઞાનવાળાઓને આ તો કેટલા માત્ર ? પ૩ હવે મંત્રીએ રાજાને કહ્યું, હે સ્વામી ! આપ આસનને ગ્રહણ કરો આ મુનીન્દ્ર પણ બેસો અને તમારા બંનેની શ્રેષ્ઠતમ ગોષ્ઠી થાઓ. ૫૪ ગોષ્ઠી કરવાની લાલસાથી હવે તે બંને પણ બેઠા. સાર અને અસારના વિચારને જાણનાર કોણ ખરેખર યુક્ત ન માને. પપIl હવે રાજાએ કહ્યું. હે આચાર્ય ! શું તારે ધૂર્તવિદ્યા પ્રગટ છે ? જે કારણથી અલ્પકાલથી આવેલા એવા
પિ વડે આટલા લોકો મોહિત કરાયા. પિડા અને વળી હે આચાર્ય ! આ મૂર્તિ વડે તે રાજપુત્રની જેમ શોભે છે. શા માટે તારા વડે ભિક્ષા વૃત્તિ વડે અધમ એવી આજીવિકા આરંભ કરાઈ છે? પછી નપુંસકો, કાપુરુષો, કેટલાક વ્યવસાયને માટે અસમર્થ પુરુષો આજીવિકાને માટે પાંખડીપણું સ્વીકારે છે. વળી બીજા નહિ. પટો આ પાખંડપણાને મૂક, તું મારો માંડલીક રાજા થા અથવા જાતિમાન ઘોડા પર આરૂઢ થા અને હાથમાં તીક્ષ્ણ ભાલાને ધારણ કર. //પલા મે આપેલા દેશને પ્રાપ્ત કરીને મનોહર ભોગોને ભોગવ અને જન્મના ફલને ગ્રહણ કર. શું આ પણ નથી સાંભળ્યું ? liડolી કે તપો તે વિચિત્ર પ્રકારની યાતના છે. સંયમ તે ભોગથી ઠગવાપણું છે અને સર્વે પણ ક્રિયાનો સમૂહ બાલક્રીડાની જેવો જણાય છે. IIકલા તો શા માટે હે આચાર્ય ! આ ફોગટ કષ્ટને તું કરે છે ? વિચારાય. આત્મા નથી કે જે પરલોકમાં તપનું ફળ ભોગવશે. Iક૨ો અને વળી હે આચાર્ય ! મને દુર્દાન્ત અને અવિચારક ન જાણ. કારણ કે, મારી માતા શ્રાવિકા હતી અને વળી મારા પિતા નાસ્તિક હતા. Iકરી મારી માતા મને હંમેશાં કહેતી હતી કે પુત્ર ! હંમેશાં દયા કર. જીવોની કરેલી રક્ષા સ્વર્ગને માટે છે અને વળી જીવોનો કરેલો વધ નરકને માટે છે. I૬૪ll માતૃવત્સલ એવો હું માતાની આગળ માતાનું વચન માનતો હતો તે કારણથી માતાને જીવિતથી પણ હું વધારે વલ્લભ થયો. પણ પિતા વળી મને આ પ્રમાણે કહેતા હતા કે માતાનું વચન સાંભળતો નહિ અને ઇચ્છા પ્રમાણે વર્તન કર. જે કારણથી કોઈપણ આત્મા રક્ષણ કરવા યોગ્ય નથી. Iકા પિતૃવત્સલ એવો હું પિતાની આગળ પિતાનું વચન માનતો હતો. તેથી પિતાને જીવિતથી પણ હું અધિક વલ્લભ થયો. કળી