________________
ઉત્પાદના ૧૬ દોષ ક્રોધપિંડ કથા
૨૪૭
માસક્ષમણોને કરે છે. તેમાં પણ પહેલા ઘરે પ્રાપ્ત થયેલા આહાર વડે પારણુ કરે છે. અન્યત્ર જતા નથી. I/૧૦ના ત્યાં નહિ પ્રાપ્ત થયેલી ભિક્ષાવાળા ક્ષેપક (તપસ્વીમાં)માં અગ્રણી એવા તે મુનિ પારણું કર્યા વિના જ ફરી બીજા માસક્ષમણનો પ્રારંભ કરતા હતા. ll૧૧/l.
એક વખત કોઈપણ નગરમાં કોઈપણ શ્રીમંતના ઘરે માસખમણના પારણે તે મુનિ ભિક્ષા માટે ભિક્ષા સમયે ગયા. ll૧૨ા તે દિવસે તે ગૃહસ્થના ઘરમાં મરી ગયેલા પુત્રની માસિક તિથિ હતી. ૧૩ી ત્યારે બ્રાહ્મણોને આપવા માટે સ્ત્રી વડે તેના ઘરમાં ઘેબરથી ભરેલી થાળીઓની શ્રેણી તૈયાર કરેલી હતી. ૧૪ત્યારે તે મુનિને આવતા જોઈને ભારે દાનાન્તરાય કર્મના ઉદયથી ખરાબ બુદ્ધિવાળી તે સ્ત્રીએ મુનિને કહ્યું. //ઉપા હજું પણ હે દેવ ! બ્રાહ્મણોની કાંઈપણ પૂજા કરાઈ નથી. તું આવેલો છે. પહેલા જ મોકલાયેલો છે. હે મુનિ ! તું જા. //લકા ત્યારે ઇન્દ્રિય વડે નિમંત્રિત કરાયેલા મુનિનું ચિત્ત સુધાના ઉદયથી સ્વયં ઘેબરને ગ્રહણ કરવા માટે થયું. ૧ણી સ્વામીના વૈર વડે જાણે દુષ્ટ થયેલા ચિત્તવાળા તે મુનીશ્વર મહામોહના યોધા સમાન ક્રોધ વડે ક્ષણવારમાં આક્રમણ કરાયા. /૧૮ પ્રાય: કરીને તપસ્વીઓના નજીકપણાને ક્રોધ મૂક્તો નથી. ભૂતની જેમ છલને પામીને ક્રોધ જલ્દીથી તપસ્વીને અધિષ્ઠિત કરે છે. /૧૯ી ત્યાર પછી પાછા ફરતા ક્રોધી એવા તે મહામનિએ આ પ્રમાણે શાપ આપ્યો. હે રાત્મા ! તું ફરી પણ આવા પ્રકારના ઉત્સવમાં આપનારી થા. /૨૦માં આ પ્રમાણે કહીને ઉપાશ્રયમાં આવીને, પારણાને નહીં કરીને કોપથી કંપાયમાન તે મુનિએ ફરી માસક્ષમણની શરૂઆત કરી. રિલા/ તે જ ક્ષણે મુનીના શાપ વડે તે ગૃહસ્થના ઘરમાં તેનો નાનો ભાઈ મૃત્યુ પામ્યો. તપનું તેજ ખરેખર દુસહ છે. રરી ત્યાર પછી પોતાના નાના ભાઈના વિયોગથી અત્યંત ખેદ પામેલા તેના વડે માસને અંતે ફરી તે જ પ્રમાણે તેની પણ માસિક ક્રિયાનો આરંભ કરાયો. ૨૩ તે જ દિવસે પૂર્ણ થયેલા માસક્ષમણવાળા મુનિ પણ હવે તે જ પ્રમાણે પારણાના હેતુથી તેના જ ઘરમાં ગયા. //ર૪ કાંઈપણ નહિ આપીને તે જ પ્રમાણે તે સ્ત્રી વડે તે મુનિ પાછા મોકલાયા અને ચલાયમાન થયેલા અંત:કરણવાળા તે મુનિએ ચાલતા તે જ પ્રમાણે તે શાપને આપ્યો. //રપા
સુધાથી પીડિત પણ તે મુનિએ ફરી ત્રીજા માસક્ષમણની શરૂઆત કરી. કષ્ટ આપવા છતાં પણ પોતાની પ્રતિજ્ઞાને શું મનસ્વીઓ છોડે ? પારકા મુનિના શાપથી તે જ પ્રમાણે તેની પુત્રી જલ્દી મૃત્યુ પામી. ઉત્કૃષ્ટ તપવાળાઓનો શાપ ક્યારે પણ નિષ્ફલ નથી. રળી હવે ત્રીજો માસ થયે છતે નીકળતા એવા મુનિના શાપને સાંભળીને ભયભીત થયેલા દ્વારપાળે પોતાના સ્વામીને કહ્યું. ૨૮ નહિ આપવાથી કુપિત થયેલા આ સાધુના શાપથી જ તમારા બે મનુષ્યો મરાયા તે કારણથી હે સ્વામી ! આ મુનિને પ્રસન્ન કરો. /૨૯ી. હમણાં પણ આવા પ્રકારના શાપને આપતા આ મુનિ જાય છે. આવા પ્રકારના કાર્યમાં તે અધમાધમ ! તું આપજે. (૩) તેથી ભાર્યા સહિત તે ગૃહસ્થ દોડીને તે મુનિને નમીને પાણી વડે જેમ અગ્નિ તેમ ભક્તિના વાક્યો વડે તે મુનિને શાંત કર્યા. ૩૧હવે ઘરમાં મુનિને લાવીને મુનિના ક્રોધના સામર્થ્યને જોતાં ભય પામતા તે ગૃહસ્થ ઈચ્છા મુજબના ઘેબરો વડે તે મુનિને પડિલાવ્યા. ૩રાઈ તે કારણથી આ ક્રોધપિડ અત્યંત રૌદ્ર, આવા પ્રકારના અનર્થના એક કન્દ સમાન સંસારરૂપી સમુદ્રને વધારવામાં પૂર્ણ ચંદ્ર સમાન છે. તેથી સાધુઓને આવો ક્રોધપિડ ગ્રહણ કરવા માટે કહ્યું નહિ. Il૩૩ll
ક્રોધ પિંડને વિષે કથાનક કહ્યું. હવે માનપિંડને વિષે કથાનક કહેવાય છે. | વિશાળ ભુવનને વિષે મેળવેલી ખ્યાતિવાળા ક્ષમાના ભંડાર, મોટા ગુણોના આધાર, ગુણ છે પ્રિય જેને