SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સમ્યકત્વ પ્રકરણ એવા ગુણસૂરિ નામના ગુરુ હતા. //ઉll તેમના પરિવારમાં પાંચસો સાધુઓ હતા. જેઓના ગુણના સમૂહ વડે અરસપરસ જ દૃષ્ટાંતરૂપ હતા. રા તે ગુરુના ઘણા બાલ શિષ્યો હતા અને તેઓ હું પહેલો હું પહેલો આ પ્રમાણે એકઠેકાણે રહીને હંમેશાં ભણતા હતા. ll૩. તેઓમાં માનથી વિહ્વલ વાચાળ એવા એક ક્ષુલ્લક વાણીની લબ્ધિ વડે અન્યને પણ ક્ષણવારમાં માનરૂપી પર્વતને વિષે ચઢાવતા હતા. જો એક વખત માની એવા તે ક્ષુલ્લકે ક્ષુલ્લકના મંડલની મધ્યમાં કહ્યું કે, તમારા બધામાં કોઈ એક પણ મારી સમાન લબ્ધિમાન નથી. પણ હવે અન્ય મુનિઓએ કહ્યું. જો આ પ્રમાણે લબ્ધિ વડે તું ગર્વિત છે તો મારા વિશ્વાસ માટે તું કોઈપણ લબ્ધિને બતાવ. IIકા આજે ખાંડ અને ઘીથી યુક્ત અમૃતના સ્વાદને જણાવનારી રાંધેલી ઘરે-ઘરે ખવાતી એવી સેવ સર્વ ઠેકાણે છે. તેથી કયાંયથી પણ તે સેવોનું મોટું પાત્ર ભરીને તું અમારા ભોજનને માટે લાવ. જેથી તારી લબ્ધિને અમે માનીએ. ll૮ll તે ક્ષુલ્લક પણ ભૂમિને હાથ વડે અફળાવીને વીરની જેમ ઊઠયો. જો હું તમોને આ સેવો ન લાવી આપું તો હું કેવા પ્રકારનો પણ નહિ. ll ll એ પ્રમાણે બોલતા માનથી ઉન્નત થયેલા શરીરવાળા તે મુનિ જલ્દીથી પાત્રને ગ્રહણ કરીને કોઈપણ શ્રીમંતના ઘરે ગયા. ll૧૦ના ત્યાં તે મુનિએ ઉગ્રેપૂરની જેમ સેવથી ભરેલા કાષ્ટના પાત્રને અને ખાંડના સ્થાલને અને ઘીની થાળીને જોઈ. ||૧૧તે ક્ષુલ્લકને જોઈને ક્રોધાયમાન થયેલી ઘરની સ્વામીનીએ કહ્યું, અરે ક્ષુલ્લક ! કોના વડે તું બોલાવાયેલો છે ? જા જા. /૧૨ll, તેણે (મુનીએ) પણ કહ્યું, હે ભદ્ર ! શું તું દાનધર્મને જાણતી નથી ? ખરેખર દાનવડે જ પ્રાણી ભોગોનું ભાજન થાય છે. [૧૩] તેથી મને તું સેવ આપ. તને ધર્મ થશે. વળી મારું અપમાન કરીને તે પોતાના લાઘવને ન પામ. I/૧૪ો આક્ષેપ સહિત તેણીએ મુનિને કહ્યું, તારાથી મને લાઘવ કયાંથી ? કાગડાને અથવા ચાંડાલને હું આવું તે શ્રેષ્ઠ. પણ તને તો નહિ. I૧પણ શુલ્લક પણ માનથી બોલ્યો, હે શુભે ! ભવિષ્યમાં કોઈપણ રીતે હઠથી તારી આ સેવાદિને હું ગ્રહણ કરીશ. ll૧૭ll એ પ્રમાણે કહીને બહાર જઈને કોઈપણ પુરુષને પૂછયું, હે ભદ્ર ! આ ઘર કોનું છે ? ૧૭તે હમણાં કયાં છે ? તેણે કહ્યું, દેવદત્તનું આ ઘર છે તે હમણાં મારા વડે પર્ષદામાં બેઠેલો જોવાયેલો છે. ૧૮ી તેથી ત્યાં પણ જઈને આ મુનિએ પર્ષદામાં બેઠેલા લોકોને પૂછયું, “હે લોકો ! બોલો તમારા બધામાં દેવદત્ત કોણ કહેવાય છે. ll૧૯ો તેઓએ કહ્યું, “હે ક્ષુલ્લક ! તારે દેવદત્ત વડે શું કાર્ય છે ?” શુલ્લકે કહ્યું, “શ્રેષ્ઠી એવા તેની પાસે હું કંઈક માંગીશ.” ૨ll હાસ્યના સ્થાનપણા વડે હસતા એવા તેઓએ પણ ક્ષુલ્લકને અંગુલી વડે તેને બતાવ્યો. આ તે દેવદત્ત છે. ૨૧ ક્ષુલ્લકે તેને કહ્યું, “અહો તારી પાસે હું માંગું છું. જો તું તે છ પુરુષોની મધ્યમાંનો ન હોય તો. રિરી હવે ગોષ્ઠીજનોએ હસીને કહ્યું, કોણ-કોણ તે છ પુરુષો ? ક્ષુલ્લકે પણ ત્યાર પછી પર્ષદામાં કથા કરનારાની જેમ તે કહેવા માટે આરંભ કર્યો. ૨૩ શ્વેતાંગુલી, બકઉઠ્ઠાયી, તીર્થસ્નાયી, કિંકર, વૃદ્ધાવરિખી, હાદેવ આ છે પુરુષો અધમ જાણવા l૨૪ો તે આ પ્રમાણે. કોઈપણ ગામમાં પોતાની સ્ત્રીને વશ એવો કોઈ ગ્રામ્યજન હતો. પ્રભાત થયે છતે પોતાની સ્ત્રી વડે કહેવાયો. રપા હે સ્વામી ! જો હું ઊઠીશ તો તારો પુત્ર રડશે. તેથી તું જ ચુલામાંથી રાખને જલ્દી બહાર કાઢ. ll૨કા રાજાના આદેશની જેમ પ્રિયાના વચનને આરાધતા એવા તેણે તે જ રીતે કર્યું તેથી રાખના સંયોગથી તે શ્વેત અંગુલીવાળો થયો. રશી પસલી (ખોબા) વડે રાખને સૂપડા ભરી-ભરીને હંમેશાં બહાર કાઢતા તેને જોઈને લોક તેને શ્વેતાંગુલી કહેતા હતા. ૨૮
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy