________________
૨૪૬
સમ્યક્ત્વ પ્રકરણ
હવે ઉત્પાદનોના દોષો કહે છે.
धाई दूई' निमित्ते', आजीव वणीमगे तिगिच्छा य । कोहे" माणे माया', लोभे हवंति दस एए ।।८।। (१२२) पुदि' पच्छासंथव', विज्जामंते२ य "चुनजोगे “य ।
उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे य ।।९।। (१२३) અર્થ : ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવ, વનપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ, પશ્ચાત્સસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને મૂલકર્મ આ સોળ ઉત્પાદનોના દોષો છે.
ભાવાર્થ : (૧) ભિક્ષાને માટે દાતારના બાળકાદિને રમાડતા સાધુને ધાત્રીપિડ દોષ. (૨) પોતાના ગામમાં અથવા પરગામમાં પ્રકટ રીતે અથવા છૂપી રીતે સંદેશો ગૃહસ્થને પહોંચાડવો તે દૂતીપણું કહેવાય અને તેના વડે આહારાદિ મેળવવું તે દૂતી પિંડ. (૩) લાભાલાભાદિ નિમિત્ત કહીને આહારાદિ મેળવવા તે નિમિત્ત પિંડ. (૪) દાતારના જાતિ-કુલાદિનું પોતાનામાં આરોપણ કરીને અર્થાત્ અમારા પણ જાતિ કુલાદિ આવા હતા એમ કહીને આહારાદિ મેળવવા તે આજીવપિંડ. (૫) વન્ ધાતુ યાચના અર્થમાં છે. જે મંગાય તે વની એટલે કે ભિક્ષા. ભિક્ષા વડે જે પોતાનું રક્ષણ કરે તે વનપક એટલે ભિક્ષાચર કહેવાય. (અન્ય બૌદ્ધાદિના ભક્તોને હું પણ તેમનો ભક્ત છું એમ કહી સાધુ આહારાદિ મેળવે તે વનપક પિંડ કહેવાય.) (ક) ચિકિત્સા કરવા વડે અથવા વૈદ્યપણું કરવા વડે અથવા વૈદ્યાદિની સૂચના કરીને પ્રાપ્ત કરાતા આહારાદિ તે ચિકિત્સાપિંડ. (૭ થી ૧૦) ક્રોધ-માન-માયા-લોભ વડે પ્રાપ્ત કરાતા આહારાદિ તે ક્રોધાદિપિંડ.
આ ક્રોધાદિપિંડને વિષે કથાનકો વડે જ દોષ પ્રગટ કરાય છે અને તે આ પહેલી ક્રોધકથા તેમાં - અહીં પોતાની મર્યાદા પ્રમાણે વિહાર કરનારા, બુદ્ધ-સંશુદ્ધ સિદ્ધાંતવાળા, પાંચસો સાધુથી પરિવરેલા સુસ્થિત નામના આચાર્ય હતા. /૧II તેઓના એક શિષ્ય સ્વચ્છ બુદ્ધિવાળા, ગચ્છની શોભારૂપ, શુદ્ધ સાધુના ગુણો વડે યુક્ત તપની વિધિમાં પ્રગાઢ પરાક્રમવાળા હતા. //રા ઈન્દ્રિયોને વશ રાખનાર, મહાસત્ત્વવાળા, પોતાના શરીરમાં પણ નિસ્પૃહ જાણે ચારિત્રરૂપી મહારાજના જંગમ પ્રાસાદ સમાન હતા. ll૩ી ગીતાર્થ, સકલ સાધ્વાચારમાં કુશલ, અત્યંત શ્રુતજ્ઞાન રૂપી નિધાનના કલશાની ઉપમાવાળા હતા. II૪ll જેમ કૃષ્ણ સુદર્શન નામના ચક્રને ધારણ કરનારા હતા, લક્ષ્મીથી યુક્ત હતા, રાજાઓમાં મુખ્ય હતા અને નંદક નામના ખગને ધારણ કરનારા હતા. તેમ તપસ્વી એવા આ સાધુ, મુનિઓમાં મુખ્ય હતા, સારા દર્શન - સમ્યગુદર્શનને ધરનારા હતા, તપની શોભાવાળા હતા, સજ્જનોને આનંદ કરનારા હતા. કૃષ્ણ અને મુનિ વચ્ચે ફેર એટલો જ હતો કે કૃષ્ણ પત વસ્ત્રધારી હતા. જ્યારે મુનિ શ્વેત વસ્ત્રને ધારણ કરનારા હતા. એક વખત તપ કરવા માટે ઉલ્લસિત વીર્યવાળા, તપ છે પ્રિય જેમને એવા તે મુનિએ આચાર્યની પાસે એકાકી વિહારની ચર્ચાને સ્વીકારી. llફા ગચ્છવાસમાં મનને ઇચ્છિત તેવા પ્રકારનું તપ થાય નહિ અથવા અન્યઅન્યના વચનને સાંભળવાથી ધ્યાન થાય નહિ. પછી હવે એકાકી વિહાર વડે પૃથ્વી પર વિચરતા, ભાવથી શુદ્ધાત્મા, જિનકલ્પની ભાવનાને ભાવતા. IIટા તે મુનિ એ એકાકી હોવા છતાં અનેક દુષ્કર્મરૂપી શત્રુઓના સમૂહને જીતવાની ઇચ્છા વડે મહાતીક્ષ્ણ તપ રૂપી શસ્ત્રને આદર્યું. Iell કરેલા એક પારણાવાળા તે મુનિ