________________
।।४।। साधुतत्त्व માર્ચતત્ત્વ કહ્યું, હમણાં મૂલદ્ધારની ગાથાના ક્રમથી પ્રાપ્ત થયેલું સાધુતત્ત્વનું વિવરણ કરાય છે અને આનો પૂર્વના તત્ત્વની સાથે સંબંધ છે. પૂર્વે માર્ગતત્ત્વ કહેવાયું અને તે માર્ગતત્ત્વ સાધુઓ વડે આચરણ કરાય છે. આથી હવે સાધુતત્ત્વ કહેવાય છે. તેમાં પહેલી ગાથા
अट्ठारस जे दोसा, आयारकहाइ वनिया सुत्ते ।
ते 'वजंतो साहू, पन्नत्तो वीयरागेहिं ।।१।। (११५) ગાથાર્થ આચાર કથામાં અઢાર દોષો વર્ણવેલા છે. જિનેશ્વરો વડે તે દોષોને વર્જન કરતો સાધુ કહેવાયેલો છે. ભાવાર્થ સુગમ છે. સિદ્ધાંતમાં અથવા દશવૈકાલિક સૂત્રમાં છઠ્ઠી અધ્યયનરૂપ સાધ્વાચાર વિચારવામાં આ
અઢાર દોષો કહેવાયેલા છે. હવે તે અઢાર દોષો કયા છે ? તો કહે છે. पढमं वयाण छकं, कायछक्कं अकप्पगिहिभायणं ।
पलियंक निसिज्ज वि य, सिणाणसोहाविवजणयं' ।।२।।११६।। ગાથાર્થ : પ્રથમ પાંચ મહાવ્રત છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત, કાયષક, અકથ્ય ગૃહસ્થના ભાજન, પલંગાદિ આસનમાં બેસવું, સ્નાન, શોભાનો ત્યાગ ન કરવો.
ભાવાર્થ પ્રથમ પાંચ મહાવ્રતો અને છઠ્ઠ રાત્રિ ભોજનની વિરતિરૂપ વ્રત, વ્યાખ્યાનથી વિશેષ પ્રતિપત્તિ થાય છે તેથી વ્રતોની વિરાધના દોષપણા વડે જાણવા યોગ્ય છે. એ પ્રમાણે કાયષમાં પણ પૃથ્વીકાયાદિ છની વિરાધના દોષરૂપ જાણવી.
પહેલા વ્રતની વિરાધના કહેવા વડે જ કાયષક્ની વિરાધના કહેવાયેલી જ છે. આ પ્રમાણે જો કહેતા હોય તો ? સાચું છે. પરંતુ પૃથ્વીકાયાદિનું લોકમાં જીવપણું અપ્રસિદ્ધ છે. આથી વિશેષ વડે કહેવાયું છે. અકલ્પ બે પ્રકારે છે. શિક્ષક સ્થાપના કલ્પ અને અકલ્પ સ્થાપના કલ્પ તેમાં પહેલું.
ખરેખર જેના વડે પિંડેષણા, શય્યા, વસ્ત્ર, પાàષણા નથી ભણાઈ. તેના વડે લવાયેલા પિંડ, શયા, વસ્ત્ર, પાત્ર સાધુઓને લેવા કહ્યું નહિ. ////
કાર્તિકથી અષાઢ સુધીના રોષકાળના આઠ મહિના ઋતુબદ્ધ કાળ કહેવાય છે. તેમાં (જન્મથી) નપુંસક (કે જે દીક્ષા માટે અયોગ્ય કહેલા છે તે નપુંસક)ને દીક્ષા અપાતી નથી. જ્યારે વર્ષાવાસ (ચોમાસામાં) તો, નપુંસકની જેમ, દીક્ષા માટે યોગ્ય એવા અન્ય (અનપુંસક) ને પણ દીક્ષા અપાતી નથી. એને શૈક્ષ (નૂતન દીક્ષિત)ન બનાવાય. આ રીતનો શૈક્ષ સ્થાપના કલ્પ છે એમ જાણવું //રા
અકલ્પ સ્થાપના કલ્પ વળી સ્વયં જ કહેશે અને આનાથી વિપરીત આચરણ કરવા વડે દોષ થાય છે. ગૃહિભાજન સ્થાલાદિ તેમાં ખાનારને દોષ છે. જેથી કહ્યું છે કે,
કાંસાના વાડકામાં, કાંસાની થાળીમાં તથા માટીનાં કુંડા આદિ ગૃહસ્થના વાસણમાં અશન-પાન આદિ વાપરતા સાધુ પોતાના આચારથી ભ્રષ્ટ થાય છે. (દશવૈકાલિક અધ્યયન ૬, ગા. ૫૧)