________________
૨૪૨
સમ્યક્ત્વ પ્રકરણ
ता कइया तं सुदिणं, सा सुतिही तं भवे सुनक्खत्तं ।
जंमि सुगुरुपरतंतो, चरणभरधुरं धरिस्समहं ।।४५।। (११३) ગાથાર્થ તે સુદિવસ - સુતિથિ - સુનક્ષત્ર ક્યારે આવશે. જેને વિષે હું સુગુરુથી પર તંત્ર થયેલો ચારિત્રની
ધુરાને ધારણ કરીશ. ટીકાર્થ : તેથી ક્યારે તે સુદિવસ આવશે ઇત્યાદિ સુગમ છે. પરંતુ સુગુરુનું પર તંત્રપણું કહેવાથી ગુરુને
આધીન હોય તેને સર્વસંપત્તિઓ થાય છે. એ પ્રમાણે જણાવે છે. જેથી કહ્યું છે કે, नाणस्स होइ भागी, थिरयरओ दंसणं चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचंत्ति ।।१।।
(विशेषा० भा० गा० ३४५९, एकादश पञ्चा० गा. १६) જ્ઞાનના, સ્થિરતર દર્શન અને ચારિત્રના તેઓ ભાગી થાય અને તેઓ જ ધન્ય છે. જેઓ જાવજીવ સુધી ગુરુકુલ વાસને મૂકતા નથી.
छट्ठट्ठमदसमदुवलसेहि, मासद्धमासखवणेहिं । अकरितो गुरुवयणं, अणंतसंसारिओ होइ ।।२।।
(પશ્ચમ પટ્ટીશ) (૪૬) છઠ્ઠ, અઠ્ઠમ ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ અને પંદર ઉપવાસાદિ કરવા છતાં પણ ગુરુના વચનને નહિ સ્વીકારતો અનંત સંસારી થાય છે.
હવે પ્રસ્તુત અર્થના સમર્થન માટે ઈષ્ટ દેવતાની સ્તુતિથી ગર્ભિત સંબોધન વડે મધ્યમ મંગલને પ્રકટ કરતા, મુગ્ધ માણસોના પ્રવાદને તિરસ્કાર કરતા કહે છે. सव्वत्थ अत्थि धम्मो, जा मुणियं जिण ! न सासणं तुम्ह । कणगाउराण कणगं व, ससियपयमलभमाणाणं ।।४६।। (११४) ગાથાર્થ : ધતુરાનું ભક્ષણ જેઓએ કરેલું છે તેઓ જ્યાં સુધી શર્કરા સહિતના દૂધને પીતા નથી ત્યાં સુધી
તેઓને સુવર્ણની જેમ બધુ પીળું જ લાગે છે. તેમ છે જિન ! જેઓ તારી આજ્ઞાને જાણતા નથી.
તેઓ સર્વઠેકાણે ધર્મ છે તેમ માને છે. ટીકાર્થ : સુગમ છે. પરંતુ કનકનું ભક્ષણ કરનારા એટલે ધતુરાનું ભક્ષણ કરનારા એમ લેવાનું છે. સસિયપત્તિ એટલે સાકર સહિતના દૂધનું ગ્રહણ કરવાનું છે. l૪૬ll (૧૧૪)
આ પ્રમાણે પૂજ્ય શ્રી ચક્રેશ્વરસૂરિએ શરૂ કરેલી તેમના શિષ્ય શ્રી તિલકાચાર્યે પૂર્ણ કરેલી સમ્યકત્વ વૃત્તિમાં ત્રીજું માર્ગતત્વ
પૂર્ણ થયું.