SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાર્ગ– મોક્ષમાર્ગની સંખ્યા જ્ઞાનાદિના આધારભૂત સાાદિ સુપાત્રને વિષે દાન આપવું. આમ કહેવા દ્વારા અપાત્રમાં કહેલું દાન અનર્થના ફલ રૂપ છે એ પ્રમાણે સૂચવેલું છે. જે કારણથી પ્રજ્ઞપ્તિમાં કહેલું છે કે, હે ભગવંત ! તેવા પ્રકારના અસંયમી, અવિરતિને પાપકર્મના પચ્ચક્ખાણથી પાછા ફરેલા નથી. તેમને પ્રાસુક અથવા અપ્રાસુક એષણીય અથવા અનેષણીય એવા અશન-પાન-ખાદિમ અથવા સ્વાદિમ અન્નપાનાદિથી પડિલાભતા શ્રાવકને શું કાર્ય થાય ? અને કહ્યું છે કે, હે ગૌતમ ! તે શ્રાવક એકાંતે પાપકર્મને કરે છે. કાંઈપણ નિર્જરા કરતો નથી. જો એ પ્રમાણે છે તો દીનાદિઓને દાન જ ન આપવું એમ આપત્તિ આવી પડી અને પાત્ર-અપાત્રતાના વિચારના પરિહારવાળા અરિહંતો વડે સાંવત્સરિક દાન કરાયું તે પણ અસંગત થશે. તમારી સાચી વાત છે. પરંતુ મોક્ષના અર્થે કરતા દાનને આશ્રયીને આ વિધિ કહેલો છે. અનુકંપા દાન તો વળી જિનેશ્વરો વડે ક્યાંય પણ નિવારાયેલું નથી. सव्वेहिं पि जिणेहिं, दुज्जयजियरागदोसमोहेहिं । सत्ताणुकम्पणट्ठा दाणं न कहिं चि पडिसिद्धं ॥ १ ॥ ૨૪૧ દુર્જાય એવા રાગ-દ્વેષ અને મોહને જીત્યા છે એવા સર્વે તીર્થકરો વડે પ્રાણીઓની અનુકમ્પા માટે દાનનો ક્યાંય પણ નિષેધ કરેલો નથી. તથા શ્રવણ એટલે કે ધર્મને સાંભળવો. જેના વડે સંસારરૂપી સમુદ્ર સુખ વડે તરાય છે તે સુતીર્થ. તેને વિષે અર્થાત્ સુગુરુની પાસે ધર્મને સાંભળવો અને સુસાધુની સેવા આ મોક્ષનો માર્ગ કહેલો છે. આ પ્રમાણે બે શ્લોકનો અર્થ કહ્યો. II૪૧-૪૨॥ (૧૦૯-૧૧૦) આ પ્રમાણે અનેક પ્રકારે સન્માર્ગની પ્રરૂપણા કરવા છતાં પણ રાગાદિથી હણાયેલા ચિત્તવાળા ઘણા જીવોનું ઉન્માર્ગ ગમન જોઈને ખેદ સહિત રાગાદિના માહાત્મ્યને બતાવતા કહે છે. रागोरगगरलभरो, तरलइ चित्तं तवेइ दोसग्गी । कुणइ कुमग्गपवित्तिं महामईणं पि हा मोहो ।।४३।। (१११) ગાથાર્થ ઃ રાગ રૂપી સર્પના ઝેરનો સમૂહ ચિત્તને તરલિત કરે છે. દોષ રૂપી અગ્નિને તપાવે છે. ખેદની વાત મોહરાજા બુદ્ધિશાળીઓને પણ કુમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. છે ટીકાર્થ : સ્પષ્ટ છે ॥૪૩॥ (૧૧૧) તે પ્રમાણે હોતે છતે, अन्नाणंधा मिच्छत्त-मोहिया कुग्गहुग्गगहगहिया । મળે ન નિયંતિ ન, સદ્ક્રૃતિ વિકૃતિ ન ય વિયં ।।૪૪૫૫ (૨) ગાથાર્થ : અજ્ઞાનથી અંધ થયેલા, મિથ્યાત્વથી મોહિત થયેલા કુગ્રહના આગ્રહથી ગ્રહણ કરાયેલા માર્ગને જોતા નથી, શ્રદ્ધા કરતા નથી અને ઉચિત ક્રિયામાં પ્રવર્તતા નથી.
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy