________________
૨૪૦
સમ્યક્ત્વ પ્રકરણ
હવે સુસાધુઓ શા માટે મોક્ષમાર્ગ રૂપ થાય છે અને બીજા થતા નથી તેને બતાવતા કહે છે -
सम्मत्तनाणचरणा, मग्गो मुक्खस्स जिणवरुदिट्ठो ।
विवरीओ उम्मग्गो, नायव्वो बुद्धिमंतेहिं ।।३९ ।। (१०७) ગાથાર્થ જીનેશ્વરો વડે સમ્યગુ જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ કહેવાયેલો છે. તેનાથી વિપરીત તે ઉન્માર્ગ
બુદ્ધિશાળીઓ વડે જાણવા યોગ્ય છે. ટીકાર્ય સમ્યગુજ્ઞાન ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ જીનેશ્વર વડે ઉપદેશાયેલો છે અને તે સુસાધુ વિગેરેમાં જ છે.
ગૃહસ્થાદિઓને વિષે નથી. આથી બુદ્ધિશાળીઓ વડે સુસાધ્વાદિથી વિપરીતમાં ઉન્માર્ગ જાણવા યોગ્ય છે. ll૩૯ (૧૦૭). જ્ઞાનાદિના સ્વરૂપને કહે છે, सन्नाणं वत्थुगओ, बोहो सदसणं च तत्तरुई ।
सच्चरणमणुट्ठाणं, विहिपडिसेहाणुगं तत्थ ।।४०।। (१०८) ગાથાર્થ વસ્તુનો બોધ તે સમ્યજ્ઞાન અને તત્ત્વની રુચિ તે સમ્યગદર્શન, વિધિ અને પ્રતિષેધથી યુક્ત
અનુષ્ઠાન તે સમ્યમ્ ચારિત્ર છે. ટીકાર્થ તેમાં વસ્તુ એટલે કે જીવાજીવાદિ તત્ત્વો તેનો જે બોધ તે સમ્યગુજ્ઞાન. તત્ત્વનો અભિલાષ તે
સમ્યગુદર્શન. ઉપાદેય કાર્યોને વિષે વિધિ એટલે કે ક્રિયાનો આગ્રહ અને હેય કાર્યોનો પ્રતિષેધ એટલે કે નિષેધ, તેનાથી યુક્ત જે અનુષ્ઠાન તે સમ્યગુ ચારિત્ર કહેવાય છે. Iloil (૧૦૮) સમ્યગું ચારિત્રરૂપ અનુષ્ઠાન કહેવાયું. હમણાં સુસાધુ અને સુશ્રાવકના વિષયીપણા વડે તેને જ બતાવે છે. जीव म वहह म अलियं, जंपह मं अप्पं अप्पह कंदप्पह । नरह म हरहम करह, परिग्गह ए हु मग्गु सग्गह अपवग्गह ।।४१।। (१०९) पूआ जिणंदेसु, रई वएसु जत्तो य सामाईयपोसहेसु ।
दाणं सुपत्ते सवणं, सुतित्थे सुसाहुसेवा सिवलोयमग्गो ।।४२।। (११०) ગાથાર્થ : જીવનો વધ કર નહિ, જુહુ બોલ નહિ, આત્માને કામ માટે અપર્ણ કર નહિ. મનુષ્યોનું હરણ કર
નહિ. પરિગ્રહને કર નહિ. આ માર્ગ નિચ્ચે સ્વર્ગ અને મોક્ષનો છે. ૪૧.૧૦લા જિનેશ્વરોની પૂજા, વતોમાં રતિ અને સામાયિક પૌષધદિમાં યત્ન. સુપાત્રમાં દાન, સુતીર્થમાં શ્રવણ અને સુસાધુની સેવા
આ મોક્ષનો માર્ગ છે. I૪૨/૧૧૦ ટીકાર્થ પહેલા ચાર પદો સુગમ છે. પરંતુ આના વડે પ્રાણિવધથી વિરમણાદિ પાંચ મહાવ્રતો કહેવાયેલા છે
અને વળી તેનાથી વિપરીતપણું તે બંધ. જિનેશ્વરોની પૂજા, સ્થૂલ પ્રાણાતિપાત વિરમણાદિમાં રતિ એટલે કે આનંદ. સામાયિક પૌષધાદિમાં યત્ન, સાવઘના પરિહાર વડે મોક્ષના પ્રધાન અંગરૂપ હોવાથી આ બંને અલગ બતાવેલા છે.