________________
સંસારમાર્ગ- મોક્ષમાર્ગની સંખ્યા
૨૩૯
હવે આગમમાં કહેલી જ સંસાર અને મોક્ષમાર્ગની સંખ્યાને કહે છે, गिहिलिंग - कुलिंगिय - दव्वलिंगिणो तिनि हुँति भवमग्गा ।
सुजइ - सुसावग - संविग्गपक्खिणो तिनि मुक्खपहा ।।३८।। (१०६) ગાથાર્થ ગૃહસ્થો-કુલિંગી-પાંખડીઓ અને દ્રવ્યલિંગી-પાથસ્થાદિઓ આ ત્રણ સંસાર માર્ગો છે. સુયતિઓ
સુશ્રાવકો અને સંવિગ્ન પાક્ષિકો આ ત્રણ મોક્ષ માર્ગ છે. ટીકાર્થ ગૃહસ્થના લિંગવાળા તે ગૃહસ્થો, ખરાબ લિંગવાળા તે પાખંડીઓ દ્રવ્યથી લિંગવાળા તે પાર્થસ્થાદિ
આ ત્રણે સંસારના માર્ગરૂપ થાય છે. દ્રવ્યલિંગીઓ પણ બંને પ્રકારે ભ્રષ્ટ હોવાથી ભવ એટલે કે સંસારના માર્ગરૂપ જ છે. સુમતિઓ એટલે કે, સુસાધુઓ, સુશ્રાવકો અને સંવિગ્ન એટલે કે, સુસાધુઓના માર્ગના પક્ષપાત વડે વિચરે છે તે સંવિજ્ઞ પાક્ષિકો આ ત્રણ મોક્ષના માર્ગરૂપ છે. અહીં કોઈ શંકા કરે છે કે પહેલા તો મોક્ષમાર્ગ બે પ્રકારે જ કહેલો હતો. હમણાં વળી તેના ત્રણ પ્રકાર કહ્યા તો પૂર્વાપર વાતનો વિરોધ ન આવે ? જવાબ આપતા કહે છે કે, તમારી વાત સાચી છે. પરંતુ ત્રીજો માર્ગ અપ્રધાનરૂપ હોવાથી, અલ્પ હોવાથી અને ક્યારેક જ ઉપયોગી હોવાથી ત્યાં વિવક્ષા કરી નથી. અહીં વળી, સંસાર માર્ગના ત્રણ પ્રકારનો પ્રસ્તાવ હોવાથી ત્રણ પ્રકાર કહેલા છે. આથી કોઈ વિરોધ નથી અને તેનું લક્ષણ આ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે - संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा, वि जेण कम्मं विसोहंति ।।१।। सुद्धं सुसाहु धम्मं, कहेइ निदंइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणि ।।२।। वंदइ न य वंदावइ, किइकम्म कुणइ कारवे नेय । अत्तट्ठा न वि दिक्खइ, देइ सुसाहूण बोहेउं ।।३।। १०६
(સં. પ્ર. વધારે રૂ૦૭, ૩૦૮) રૂતિ થાર્થઃ રૂદ્રા સંવિજ્ઞ પાક્ષિકનું લક્ષણ આ સંક્ષેપથી કહેલું છે. ચરણ સિત્તરિ અને કરણ સિત્તરીમાં શિથિલતા હોવા છતાં જેના વડે કર્મની વિશુદ્ધિને કરાય છે. I/II શુદ્ધ સુસાધુના ધર્મને કહે છે અને પોતાના આચારની નિંદા કરે છે સુતપસ્વીઓની આગળ સર્વ રીતે લઘુ પર્યાયવાળાની જેમ થાય છે. રાપોતે વંદન કરતા નથી અને બીજાને વંદન કરાવતા નથી. કૃતિકર્મ કરતા નથી અને કરાવતા નથી. પોતાને માટે દીક્ષા આપતા નથી અને સુસાધુ ભગવંતોને બોધ કરવા માટે આપે છે. (સંબોધ પ્રકરણ ગુરુ અધિકાર ૩૦૭, ૩૦૮) આ પ્રમાણે ગાથાર્થ છે.