________________
૨૪૪
સમ્યકત્વ પ્રકરણ
પલ્વક પ્રતીત છે. તેમાં સૂવું, બેસવું વિ. પોલાણવાળું હોવાથી દોષરૂપ છે. ઉપલક્ષણથી મંચ કાદિનું પણ, નિષદ્યા શાસ્ત્રની ભાષા વડે ભિક્ષા માટે ગયેલા સાધુને ગૃહસ્થના ઘરે બેસવું તે કહ્યું નહિ. સ્નાન દેશથી અથવા સર્વથી અને ઉપલક્ષણથી ઉદ્વર્તન કરવું. જેથી કહ્યું છે કે,
જો સાધુ રોગી કે નિરોગી હોય અને તે જો સ્નાન કરવાની ઇચ્છા કરે તો તેનો આચાર ચાલ્યો જાય તેમજ સંયમથી ભ્રષ્ટ થાય છે. (દશા. અધ્ય. ૬. ગા.)
શોભા વિભૂષા - દાંત, ઘસવા, નખ કાપવા, રોમ કપાવવા, વાળને ઓળવા અકાલે (વારંવાર) વસ્ત્રને ધોવા વિ. આ વિભૂષાનું વર્જન કરવું. તેનું વર્જન નહિ કરવામાં દોષ છે. કહ્યું છે કે,
નગ્ન અથવા થોડા પ્રમાણોપેત વસ્ત્ર રાખવાવાળા, દ્રવ્ય-ભાવથી મુંડિત થયેલ દીર્ઘરોમ અને નખવાળા જિનકલ્પીને તથા મૈથુનથી શાંતિ પામેલા સ્થવિર કલ્પીઓને ભૂષા કરવાનું શું પ્રયોજન છે ? કોઈ નહિ.
સાધુઓ વિભૂષા નિમિત્તે ઘણાં ચીકણાં કર્મ બાંધે છે કે જેથી દુઃખે ઊતરી શકાય એવા ઘોર સંસાર સમુદ્રમાં તેઓ પડે છે. (દશ. અધ્ય. ૬, ગા. કપ, )
અહીં પહેલા બે ષક અર્થાત્ વતષક અને કાયષક વડે મૂલગુણો કહ્યા. વળી અકલ્પાદિ ષક વડે ઉત્તરગુણો કહે છે. આ પ્રમાણે ગાથાર્થ. અકલ્પ સ્થાપના કલ્પનું વર્ણન કરે છે.
पिंडं सिजं वत्थं, पत्तं चारित्तरक्खणट्ठाए ।
अकप्पं वजिज्जा, गिव्हिज्जा कप्पियं साहू ।।३।।११७।। ગાથાર્થ : પિંડ, શવ્યા, વસ્ત્ર, પાત્રને ચારિત્રની રક્ષાને માટે સાધુએ અકબૂ વર્જવું જોઈએ અને કલ્યને ગ્રહણ કરવું જોઈએ.
ભાવાર્થઃ સુગમ છે. શય્યા-વસતિ, અત્યં-આધાકર્માદિ દોષથી દુષિત અને અહીં પિંડાદિનું આધાકર્માદિ દોષ વડે અકથ્યપણું છે તેને કહેવાની ઇચ્છાવાળા પ્રસ્તાવનાને કહે છે.
जीवा सुहेसिणो तं, सिमि तं संजमेण सो देहे ।
सो पिंडेण सदोसो, सो पडिकुट्ठो इमे ते य ।।४।। (११८) ગાથાર્થ જીવો સુખના ઈચ્છુક છે તે સુખ મોક્ષમાં છે તે મોક્ષ સંયમ વડે પ્રાપ્ત થાય છે, તે સંયમ દેહ હોતે છતે પળાય છે. તે દેહ પિંડ વડે પોષાય છે અને તે પિંડ દોષો વડે દુષ્ટ હોય તો સર્વે જીનેશ્વરો વડે નિષેધ કરાયેલો છે. તે દોષો હવે કહેવાશે.
ભાવાર્થઃ જીવો સુખની ઇચ્છાવાળા છે તે એકાંતિક સુખ મોક્ષમાં છે. તે મોક્ષ સંયમ વડે પ્રાપ્ત થાય. તે સંયમ દેહ હોતે છતે પળાય વળી તે દેહ પિંડ વડે વર્તે છે. તે પિંડ જો આધાકર્માદિ દોષો વડે દુષ્ટ હોય તો તે સર્વે જીનેશ્વરો વડે નિષેધાયેલો છે અને દોષો હવે કહેવાશે.