SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સમ્યકત્વ પ્રકરણ આપીને બુદ્ધિશાળી એવા તેણે સ્વયં યતિવેષને ગ્રહણ કરીને જેટલામાં સામાયિક ઉચ્ચરે છે, તેટલામાં આકાશવાણી થઈ કે હમણાં વ્રતને ગ્રહણ ન કર. હજુ પણ તારું ભોગાવલી કર્મ બાકી છે, ભોગવ્યા વગર તે કર્મ તીર્થકરોને પણ નાશ પામતું નથી. II૮૩-૮૪-૮૫ અરે ! ગ્રહણ કરેલા વ્રત વડે શું ? કે જે બલાત્કારે છોડવું પડે ? હે વીર ! તે જ સ્વીકારાય, જે કોઈના પણ વડે છોડાવાય નહિ. ll૮l આ પ્રમાણે દેવતાની વાણીને તિરસ્કારીને (અવગણીને) વીર (પરાક્રમ)ની વૃત્તિથી આર્દકકુમારે કહ્યું, કોણ મને મૂકાવનાર છે ? તે પ્રમાણે સ્વયં વ્રતને ગ્રહણ કર્યું. l૮૭ હવે ક્રમપૂર્વક વિહાર કરતા પોતાના દુષ્કૃતનું હરણ કરતા પ્રત્યેકબુદ્ધ એવા ભગવાન મહાવ્રતરૂપી મહાધનવાળા તે સાધુ એક વખત વસંતપુર નગરના બહારના કોઈ દેવકુળમાં ક્યાંક પણ કાયોત્સર્ગથી સ્થિર રહ્યા. II૮૮-૮૯ો આ બાજુ તેમની પૂર્વભવની પત્ની દેવલોકથી વીને દેવદત્ત શ્રેષ્ઠીના ઘરમાં તેમની પત્ની ધનવતીની પુણ્યશાળી, લક્ષ્મીવાળી, લજ્જાવાળી, કીર્તિવાળી, બુદ્ધિશાળી એવી શ્રીમતી નામની પુત્રી થઈ. ૯૦૯૧ી આર્દિક ઋષિથી વિભૂષિત તે જ દેવકુળમાં હર્ષથી ભરેલી વર વરવાની ક્રીડાને રમતી નગરની કન્યાના વૃંદની મધ્યમાં રહેલી આદ્રક મુનિના ભોગાવલી કર્મો વડે બોલાવાયેલી શ્રીમતી ત્યારે ત્યાં આવી. ૯૨-૯૩ી અન્ય કન્યાઓ પોતપોતાને ઈષ્ટ એવા વરને વરીને સર્વેએ શ્રીમતીને આક્ષેપપૂર્વક કહ્યું તું કેમ વરને વરતી નથી ? ll૯૪ો તેણીએ કહ્યું કે હે સખીઓ ! આ સાધુ મારા વડે વરાયા છે. તે જ વખતે દેવતાએ કહ્યું કે હે ભો ! તારા વડે સારા વરની પસંદગી કરાઈ. ll૯૫l. આકાશને જાણે કે ફોડતી હોય તેવી ગર્જના કરીને ધારાબદ્ધ વર્ષાના કરાની જેમ દેવતાએ રત્નોના સમૂહની વૃષ્ટિ કરી. IIકા ત્યારે બીકણ એવી કન્યાઓ નાસતે છતે ત્યારે ડરેલી શ્રીમતી તે જ મુનિના ચરણોમાં વળગી પડી. Iી ચરણોને લાગેલી તેણીને નાગણની જેમ જલ્દીથી છોડી. આ અનુકૂળ ઉપસર્ગ છે એમ જાણી જલ્દીથી સાધુએ બીજે સ્થળે વિહાર કર્યો. ૯૮ વૈરીની જેમ દેવતાના વચનથી આશંકાવાળા તેણે માણસોવાળી વસતિમાં ન રહેતાં એકલા જંગલમાં જ તેઓ રહેતા હતા. આ બાજુ તે રત્નવૃષ્ટિને સાંભળીને કૌતુકથી આધીન મનવાળા નગરના લોકો સહિત રાજા ત્યાં આવ્યા. /૧૦૮ll માલિક વગરનાનું ધન રાજાનું થાય, આ પ્રમાણે મનમાં વિચારીને રાજાએ આદેશ કરેલા પુરુષો રત્નોને ભેગા કરવા લાગ્યા. /૧૦૧ી મર્યલોકને જોવાની ઈચ્છાથી નાગલોકમાંથી આવેલા તે દેવતાઓએ નાગની જેમ કરીને ગ્રહણ કરતાં તેઓને દૂર કર્યા. ll૧૦રી અને કહ્યું, મારા વડે આ સર્વ રત્નો શ્રીમતીના વરવાના ઉત્સવમાં અપાયા છે. તેથી આ રત્નો આના પિતાના થાવ. ll૧૦૩ll બધા જાતે છતે પણ વિપ્ન વગર તે રત્નો આના પિતાએ ગ્રહણ કર્યા. ઘણા ભેગા થયેલા હોવા છતાં પણ જેના ભાગ્યમાં હોય તેને જ મળે છે. /૧૦૪ો આવા પ્રકારના આશ્ચર્યને જોતાં આવા પ્રકારનું સાંભળતા અને વિચારતા સર્વે લોકો સમાપ્ત થયેલ નાટકની જેમ પોતપોતાના સ્થાને ગયા. ./૧૦પા શ્રીમતી જુવાન થતાં શ્રેષ્ઠીએ ઘણા વરો બતાવ્યા ને કહ્યું કે હે ઉત્તમા ! પતિને વર. /૧૦૯ો તેણીએ પણ કહ્યું કે હે પિતાજી ! પોતાની રુચિથી તે મુનિ વરાયા છે. વરવાનું દ્રવ્ય ગ્રહણ કરતા તમે પણ મને તેને આપી હતી. ./૧૦ળી અને ત્યારે નગરના લોકો રાજા અને દેવતા આટલા સાક્ષી હતા. તેથી બીજા કોઈને પણ મને આપો નહિ. બીજા મારા માટે બાધારૂપ છે. એવી નીતિ પણ છે કે- ||૧૦૮ રાજાઓ એકવાર બોલે છે. સાધુઓ પણ એક જ વાર બોલે છે અને કન્યાઓ પણ એક જ વાર પરણાવાય (અપાય). આ ત્રણે એક એક વાર જ થાય છે. /૧૦૯ાાં શ્રેષ્ઠીએ કહ્યું કે હે વત્સ ! વાયુની જેમ સર્વત્ર ભ્રમણ કરતા તે મુનિને
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy