SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ આર્દ્રકુમાર કથા તું કેવી રીતે મેળવી શકીશ ? ક્યાં શોધીશ ? મળ્યા પછી તેને કેવી રીતે ઓળખી શકીશ ? ૧૧૦ા ત્યારે શ્રેષ્ઠીએ તેણીને કહ્યું કે, હે વત્સે ! પોતાની જ દાનશાળામાં તારે જ દાન આપવું કદાચિત્ ક્યારેક તે ત્યાં આવે. ૧૧૨। હવે તેણી ભિક્ષા માટે જે આવે તેને પ્રતિલાભીને મુનિના ચરણોમાં ચિહ્નને જોતી નમતી હતી. ||૧૧૩ ૨૩૩ હવે એક વખત ભાગ્યયોગે આર્દ્ર મુનિ બાર વર્ષ બાદ ફરીથી વસંતપુર નગ૨માં આવ્યા. ૧૧૪॥ કર્મ વડે જ જાણે કે લવાયા હોય તેમ ભિક્ષાને માટે ત્યાં જ આવ્યા. ક્ષણમાત્રમાં ચિહ્નને જોઈને તેણીએ તેમને ઓળખી લીધા. ।।૧૧૫॥ જલ્દીથી ઉઠીને સંભ્રમપૂર્વક બોલી કે નાથ ! ત્યારે દેવાદારની જેમ નાસી ગયા હતા. લાંબા કાળે જોવાયા છો. I૧૧૬॥ કૃપાળુ, દયાળુ એવા નાથ પણ મારા ઉપર કેમ દયા વગ૨ના નિર્દય થયા છો ? આટલા દિવસથી તમારાથી ત્યાગ કરાયેલી તમારી આશાથી જ રહી છું. ||૧૧૭।। તે આશા આજે મારી ફળી છે. દિવસો પણ મારા પાછા ફર્યા છે. હવે તો આવેલા તમે નાથ છો અનાથ એવી મને સનાથ કરો. II૧૧૮॥ તે સાંભળીને શ્રેષ્ઠી, શ્રેષ્ઠીપુત્રો, નગરના લોકો અંગરક્ષકો વડે જેમ રાજા તેમ સાધુને ચારે બાજુથી વીંટળાઈ ગયા. ।।૧૧૯॥ જેના વરવાના સમયે દેવતાએ ખરેખર રત્નની વૃષ્ટિ કરી છે. તે કેવા પ્રકારનો છે ? એ પ્રમાણે જોવાને માટે કૌતુકથી રાજા સ્વયં ત્યાં આવ્યો. II૧૨૦॥ જોઈને વિચાર્યું ખરેખર સાક્ષાત્ કામદેવ જ છે. શ્રીમતીને સ્થાનમાં જ અનુરાગ થયો છે અને દેવતાએ પણ ઉચિત જ કર્યું છે. I૧૨૧॥ મુનિએ તેઓને કહ્યું કે તે હું નથી. મા૨ા વ્રતનો લોપ ન કરો. પુત્રીએ કહ્યું કે તે તમે જ છો. કેમ કે ચિહ્નથી જ મેં તમને ઓળખ્યા છે. II૧૨૨ હવે રાજાએ કહ્યું, હે સાધુ ! અહીં કિંચિત્ પણ અયોગ્ય નથી. તમારા યૌવનને સફળ કરીને પાછળથી ફરી વ્રતને ગ્રહણ કરજો. II૧૨૩ વળી તમે સૂક્ષ્મ જીવોનું શું રક્ષણ નથી કરતા ? તો સ્કૂલ જીવોની શું રક્ષા નહિ કરો ? તમે આનો ત્યાગ કરશો તો (ખરેખ૨) નિશ્ચે આ પ્રાણોનો ત્યાગ કરશે. II૧૨૪।। કેટલાકે કહ્યું કે તુંબડાને મૂકો અને કુટુંબને ગ્રહણ કરો, પાત્રાને મૂકો અને અમારી સાથે નાતરાને (સંબંધને) બાંધો. સંકટમાં આવેલા મુનિ પલાયન થવાના ઉપાયને નહિ જોતા દેવતાના વાક્યને યાદ કરીને, તેના વચનને માન્ય રાખ્યું. ૧૨૬ ત્યારે તેઓના આગ્રહથી તે શ્રીમતીને પરણ્યા. કેમ કે નિકાચિત જે કર્મ છે તે પોતાનું ફળ આપ્યા વિના (બતાવ્યા વિના) નાશ પામતું નથી (જતું નથી.) II૧૨૭।। શ્રીમતીની સાથે વિષયોને ભોગવતાં આર્દ્રકને યોગ્ય સમયે સર્વ સંપદાના પાત્ર સરખો પુત્ર જન્મ્યો. ૧૨૮॥ અનુક્રમે તે બાળક ઘરમાં ચાલતા શીખ્યો. કંઈક ચેતનાને પામ્યો અને કંઈક અસ્પષ્ટ એવો બોલતો થયો. II૧૨૯।। એટલે આર્દ્રકે શ્રીમતીને કહ્યું કે બીજો તારો પુત્ર તૈયાર થયો છે તો મને છોડ, હું ચારિત્રને ઈચ્છું છું. તું મને અનુમતિ આપ. II૧૩૦॥ તેને પ્રત્યુત્તર આપ્યા વિના જ તેણી કંઈક વિચારીને ક્યાંથી પણ સામગ્રીને લાવીને કાંતવાની ક્રિયા શરૂ કરી. ||૧૩૧॥ પૂર્વે શીખવાડેલા તેના પુત્રે માતાને કહ્યું કે હે માતા ! પિતા ન હોય તેમ આવા જ આજીવિકાના કામને તું કેમ કરે છે ? II૧૩૨॥ તેણીએ કહ્યું હે વત્સ ! વ્રતના અર્થી એવા તારા પિતા ક્યારે પણ જતા રહેશે. તેથી પતિના અભાવે સ્ત્રીઓનું આ જ ભૂષણ છે. II૧૩૩॥ તેણે કહ્યું હે માતા ! મારા પિતા ક્યાં જશે ? હું તેમને જતાં અટકાવીશ. આ પ્રમાણે બોલતા તત્ક્ષણ જ માતાના હાથમાંથી રેંટિયાને ખેંચીને તેના કેટલાક તાંતણાઓ વડે સાંકળની જેમ દૃઢ રીતે પિતાના પગમાં વીંટ્યા. સાક્ષાત્ પુત્રરૂપે મોહ જાણે કે હોય. ||૧૩૪-૧૩૫।।
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy