________________
સમ્યક્ત્વ પ્રકરણ
થોડા વડે જ (થોડા બોધ વડે) મિથ્યાત્વને છોડીને સમ્યક્તને ગ્રહણ કરે, દેશવિરતિને સ્વીકારે, સર્વવિરતિને સ્વીકારે, તે પ્રમાણે કરવા માટે પ્રયત્ન કરવો યોગ્ય છે, એ પ્રમાણે વિચારીને કરુણારસથી વ્યાપ્ત અંતઃકરણપણા વડે કરીને કોઈક ગાથા સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને જે રીતે છે, તે જ રીતે અને કોઈક વળી તેના (સિદ્ધાંતના) અર્થોને (કહેનારી એવી ગાથાઓને) દેવતત્ત્વ આદિના ક્રમ વડે સંકલન કરીને (રચીને), ભવિકજનના બુદ્ધિરૂપી લોચનોને ઢાંકી દેનાર એવા, કલિકાલના બળ વડે ઉછળતા એવા મહામોહના આવરણને દૂર કરવામાં કુશળ એવા શ્રેષ્ઠ અંજન સમાન, ચલાયમાન થતા એવા ચારિત્રધર્મરાજાના ભવનને ટેકો આપનાર થંભની ઉપમાવાળા, મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહને નાશ કરવામાં પ્રચંડ એવા સૂર્યમંડલનું આચરણ કરતા, મહાદુર્લભ એવા મનુષ્યજન્મની થયેલી પ્રાપ્તિને સફલ કરવામાં હેતુભૂત, ભવરૂપી સમુદ્રને પાર કરવામાં સેતુ સમાન, રાગાદિ શત્રુથી ભય પામેલા જંતુઓને શરણભૂત એવા આ સમ્યક્ત્વ પ્રકરણને અત્યંત અલ્પ કરવાની ઈચ્છાવાળા, ચારિત્રરૂપી મહારાજાની સાક્ષાત્ રાજધાનીનું આચરણ કરતા, સુવિશુદ્ધ સિદ્ધાંતના રહસ્યોની વિચારણા માટે અદ્ભુત સ્કુર્તિવાળા, સકલ શ્વેતાંબર દર્શનને પ્રકાશિત કરવામાં પ્રદીપની ઉપમાવાળા, પ્રકર્ષે કરીને ઉન્મત્ત એવા પ્રતિવાદી (વિપક્ષ દર્શની) રૂપ હાથીઓના સમૂહને નાશ કરવામાં સિંહનું આચરણ કરતા, સૂર્ય જેવી અતુલ પ્રતિભાના ઉત્કર્ષ વડે કરીને પરાભૂત (હરાવી નાખ્યા છે) બૃહસ્પતિને (દેવોના પંડિતને) જેમણે એવા પૂજ્યશ્રી ચન્દ્રપ્રભસૂરી વિનોના સમૂહને દૂર કરવા માટે અને શિષ્ટ પુરુષોના શાસ્ત્રને અનુસરવા માટે મંગલ, વિષય, પ્રયોજનને કહેનારી પહેલી બે ગાથાને કહે છે.
पत्तभवन्नवतीरं, दुहदवनीरं सिवंबतरूकीरं । कंचणगोरसरीरं, नमिऊण जिणेसरं वीरं ।।१।। वुच्छं तुच्छमईण, अणुग्गहत्थं समत्थभव्वाणं ।
सम्मत्तस्स सरुवं, संखेवेणं निसामेह ।।२।। ગાથાર્થ :- પ્રાપ્ત કરાયું છે ભવરૂપી સમુદ્રનું તીર (કિનારો) જેમના વડે એવા, દુઃખ (સંતાપ) રૂપ દાવાનળને શાંત કરવા માટે જલ સમાન એવા, નિર્વાણરૂપી આંબાના વૃક્ષને વિષે પોપટ સમાન, સુવર્ણ જેવા ગૌર શરીરવાળા એવા શ્રી વીર જિનેશ્વરને નમન કરીને અલ્પબુદ્ધિવાળા એવા સમસ્ત ભવ્ય પ્રાણીઓના અથવા સમર્થ એવા ભવ્ય પ્રાણીઓના અનુગ્રહને માટે સમ્યકત્વનું સ્વરૂપ સંક્ષેપ વડે કહેવાય છે (તે) સાંભળો.
ટીકાર્થ :- અહીં અન્વય સરળ છે. પદાર્થ તાત્પર્ય સહિત કહેવાય છે. તેમાં “ઉત્તમવમવતીતિ' - પ્રાપ્ત કરાયું છે સંસારરૂપી સમુદ્રનું - દુઃખે કરીને તરી શકાય એવો સંસાર હોવાથી સમુદ્ર કહ્યો છે તેનું) - તીર અર્થાત્ તટ જેઓ વડે એવા, અહીં ઉપચારથી કિનારા નજીકના પ્રદેશને પણ કિનારો કહેવાય. જેમ કે ગંગાની નજીકના પ્રદેશને ગંગા કહેવાય છે. તેથી (આ ઉપચારથી) આના વડે ભગવાનની છબસ્થ અવસ્થા પણ કહેવાઈ ગઈ. કારણ કે છબસ્થ અવસ્થામાં પણ રહેલા સ્વામીને સિદ્ધિ અત્યંત નજીક હોવાથી ભવસમુદ્રના તટ ઉપર રહેલા છે, એમ કહેવું યુક્ત છે. કુદરવનીતિ' દુઃખરૂપી દાવાનળ - વન-અગ્નિ પણ સંતાપને કરનારો હોવાથી આ ઉપમા છે. એને શાંત કરનારા હોવાથી નીર સમાન, જે રીતે દાવાનળ વડે ઉપદ્રવ કરાયેલા વૃક્ષો મેઘના પાણી વડે પાછા લીલા થઈ જાય છે, તે રીતે દૌર્ગત્ય આદિ દુઃખો વડે અત્યંત સંતાપ પામેલા જીવો પણ સ્વામીની દેશના વડે શાંત થાય છે, એવો અહીં ભાવ છે. આના વડે પ્રભુની કેવલી