________________
દર્શનશુદ્ધિ પ્રકરણ
અવસ્થા સૂચવાઈ છે. કારણ કે એ (કેવલી) અવસ્થામાં જ સ્વામી ધર્મોપદેશ કરતા હોય છે. સિવંતતિ ' - શિવ એટલે નિર્વાણ (મોક્ષ) તે રૂપી આંબાનું વૃક્ષ, તેને વિષે રહેલા પોપટરૂપી પ્રભુ છે. આના વડે પોપટને જેમ આમ્રવૃક્ષને વિષે તેમ ભગવાનને નિર્વાણપદને વિષે પરમનિવૃત્તિ (પરમશાંતિ) છે. એ પ્રમાણે વ્યક્ત કરતા આના વડે ભગવાનની સિદ્ધ અવસ્થા કહેવાઈ.
વોરસરીતિ સ્વર્ણ જેવા ગૌરવર્ણવાળું પ્રભુનું શરીર છે, આના વડે સ્વામીની રૂપના અતિશયરૂપ સંપત્તિ કહેવાઈ છે. “નાઝન' નમીને, “નોરંતિ જીતે છે રાગાદિ શત્રુઓને જેઓ, એવા જિન અર્થાત્ સામાન્ય કેવલી ભગવંતો, તેઓને વિષે હવે કહેવાશે એવા અષ્ટમહાપ્રાતિહાર્ય, ચોત્રીશ અતિશયાદિ ઐશ્વર્યના યોગથી ઈશ્વર માટે જિનેશ્વર.
વીરમિતિ - પરીષહ અને ઉપસર્ગને સહન કરતા એવા પ્રભુને જોઈને આનંદિત થયેલા સુરેશ્વર (ઈન્દ્ર) વડે રખાયું છે “વીર” એવું નામ જેઓનું, એવા ચોવીસમા અધિપતિ - તેમને નમસ્કાર કરીને.
ગુછે તુચ્છમviતિ - તુચ્છ અર્થાત્ અલ્પ, મહાન શાસ્ત્રના બોધાદિ માટે અસમર્થ બુદ્ધિ છે જેઓની તેઓને અનુગ્રહ અર્થાત્ ઉપકાર કરવા માટે સમર્થીિ-વ્યાપતિ - ભવ્યો અર્થાત્ સિદ્ધિરૂપ મહેલ ઉપર ચઢવા માટે યોગ્ય એવા પ્રાણીઓ એ સિવાયના અર્થાત્ અભવ્ય જીવો ઉપકાર માટે અયોગ્ય હોવાથી સમસ્ત એવા ભવ્યો તેઓના. “સમસ્તના ગ્રહણથી ભવ્યજંતુઓને વિષે અનુગ્રહ અવિશેષ છે અર્થાત્ સાધારણ છે, એમ જણાવ્યું છે અથવા સમર્થ ભવ્યના અનુગ્રહ માટે. કારણ કે તેઓ જ ધર્મોપદેશરૂપ અનુગ્રહના અધિકારી છે. જે કારણથી કહ્યું છે કે –
होइ समत्थो धम्म कुणमाणो, जो न बीहइ परेसिं ।
માપ સામાફિયા, થમ્પાડofપના III (શ્રાવકધર્મવિધિ ગાથા-૫) . ધર્મને કરતો એવો જે ધર્મને નહિ જાણતા એવા માતા-પિતા, સ્વામી કે વડીલ આદિ બીજાઓથી ડરતો નથી એ સમર્થ હોય છે.
સમ્મસ અવંતિ - સમ્યક્ત્વ અર્થાત્ દેવતત્ત્વાદિને વિષે શ્રદ્ધારૂપ જે સમ્યકત્વ તેના સ્વરૂપને અર્થાત્ “યથાર્થ' જેવું છે તેવું તે સંક્ષેપ વડે સાંભળો. આ પ્રમાણે બે ગાથાનો અર્થ થયો. ૧, રા હવે “સંક્ષેપ વડે એ પ્રમાણે જે કહ્યું, તેનું કારણ કહે છે.
सुयसायरो अपारो, आउं थोअं जिआ य दुम्मेहा ।
तं किं पि सिक्खियव्वं, जं कज्जकरं च थोवं च ।।३।। ગાથાર્થ :- શ્રતરૂપી સાગર પાર વગરનો છે, આયુષ્ય થોડું છે અને જીવો અલ્પબુદ્ધિવાળા છે. તે કારણથી કંઈ પણ એવું શીખવા યોગ્ય છે કે, જે કાર્યને કરનારું પણ હોય અને થોડું પણ હોય.
ટીકાર્થ - શ્રુતસાગર - સિદ્ધાંત એ મહાસાગર છે. - જેમ સાગર મોટો છે, તેમ શ્રત પણ ખૂબ વિશાળ છે માટે શ્રતને સાગરની ઉપમા આપી છે. (વિશાળતારૂપ ધર્મ શ્રત અને સાગર બંનેમાં સમાનપણે રહેલો હોવાથી) અપાર - જેનો અંત ન દેખાય એવો છે. આયુષ્ય તે અલ્પ છે. જીવો દુર્મેધમ્ અર્થાત્ સ્વલ્પબુદ્ધિવાળા છે. અલ્પ આયુ હોવા છતાં મહામતિવાળા જીવો અપાર એવા પણ સિદ્ધાંતને ભણી લે એવું પણ નથી. તે