________________
સખ્યત્વ પ્રકરણ બીજું નામ ઃ દર્શનશુદ્ધિ પ્રકરણ
ॐ नमो वीतरागाय જેમના મુખકમળરૂપી વાવડીમાંથી સ્પષ્ટ વચનરૂપી રેંટના ફરવા વડે કરીને નીકળતું એવું, સૂરિ ભગવંતોની શ્રેણીની પરંપરામાં રહેલા સ્નેહાળ એવા ગુરુ ભગવંતોના ગુણરૂપી ઉછળતા પાણીના કણના સમૂહથી યુક્ત એવું તત્ત્વરૂપી જલ આજ સુધી પણ આ શાસનરૂપ ઉદ્યાનને સિંચન કરતું અત્યંત રીતે સફળ (ફળ સહિતનું) કરે છે, તેવા ત્રણ જગતના અધિપતિ શ્રી વર્ધમાન જિનને નમ્ર એવો હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. II૧ી.
સંક્ષેપ અને વિસ્તારને મૂકીને (અર્થાત્ અત્યંત સંક્ષેપમાં પણ નહીં અને અતિ વિસ્તારવાળી પણ નહીં એવી) શ્રુતના સારભૂત, અર્થથી મહાન એવા સમ્યકત્વ ગ્રંથની સારી રીતે બોધ કરી શકાય એવી વૃત્તિને હું કરીશ. IIT.
પરંતુ ગ્રંથોને વિષે નિપુણ, શુભ બુદ્ધિવાળા સાવધાન થઈને સાંભળો, ગુણવાન એવા શ્રોતાને સંભળાવવાથી અંતઃકરણમાં તત્ત્વનો પ્રકાશ થાય છે અને તે અભ્યાસના અનુરાગથી મારી મતિ આ વૃત્તિને રચવા માટે પ્રવૃત્ત થઈ છે. જો ભવ્યોને કંઈક ઉપકાર થાય તો પરંપરાએ તે પુણ્યની સિદ્ધિ થાય. lal,
અથવા તો બુદ્ધિ વડે અધિક લોકોને આશ્રયીને આ વૃત્તિને ઉપકાર કરનારી હું નથી માનતો અને સમાનબુદ્ધિવાળા, સ્પર્ધાના બંધને (ભાવનાને) ધારણ કરનારા પંડિતજનોને ઉદ્દેશીને પણ આ બબડાટ કેવો અને જેઓ મારાથી પણ અલ્પમતિવાળા છે, તેઓ વડે (આમાં) શું જણાશે ? (આવું વિચારીને) હાલમાં ગુણી એવા મારું મન તે વૃત્તિને રચવા માટે સંદેહવાળું થાય છે. Ill
પરંતુ શ્રી ચન્દ્રપ્રભસૂરિ વડે ગૂંથાયેલી વાણીના અર્થને વિચારવામાં તત્પર એવું ચિત્ત, તેના અર્થને કહેવાથી વચન પવિત્ર થશે અને એને લખવા વડે કાયા સારભૂત વ્યાપારવાળી થશે અને તેથી સત્કર્મમાં લીન છે આત્મા જેનો એવા મને પરમાર્થથી આ ફળ સિદ્ધ જ છે.
અને એમાં સ્વભાવથી જ મહાવિદેહની અપેક્ષાએ ભરતક્ષેત્ર તે શુભભાવોનું ભાજન નથી, સકલ બુદ્ધિ, બળ, આયુષ્યને ટૂંકું કરવા વડે ગર્વિષ્ઠ એવી આ અવસર્પિણી છે, મિથ્યાત્વના ઉદયને કરનારો એવો આ દુઃષમા નામનો આરો છે. સારી રીતે રૂંધી નાખ્યો છે અવધિજ્ઞાન અને જાતિસ્મરણનો (જીવન) સંગમ એવો આ ભસ્મક ગ્રહનો ઉદય પણ પ્રવર્તે છે અને અસંયતની પૂજાથી વ્યાપેલું આ દશમું આશ્ચર્ય પણ થયું છે. પરંતુ સ્વીકાર કર્યો છે મહાવ્રતોનો જેણે એવા પણ આ યુગના પુરુષો સંયમમાં રત નથી દેખાતા, પરંપરાએ શ્રાવકો પણ સમ્યક્ત્વાદિ ગુણો વડે આત્માને ભાવિત કરનારા નથી અને ધર્મ હમણાં જ વિચ્છેદને નથી પામવાનો. કારણ કે, સમવસરણમાં બેઠેલા એવા ભગવાન શ્રી મહાવીરસ્વામી વડે આ (ધર્મ) દુ:પ્રસભ આચાર્યના અતંવાળો સારી રીતે કહેવાયેલો છે.
વળી અત્યંત તીક્ષ્ણ બુદ્ધિ વડે જ પ્રાપ્ત થનારા બોધના (જ્ઞાનના) સંબંધવાળી એવી સિદ્ધાંતના શાસ્ત્રોની રચના પણ ઘણી મોટી છે. હાલના કાળના લોકો સ્કૂલબુદ્ધિના ધનવાળા છે. તે કારણથી જે રીતે આ લોકો