SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યરક્ષિતસૂરિ કથા ૧૯૭ કરવાની ઈચ્છાવાળો પોતાના ધાત્રીઓને ઈશારા દ્વારા બતાવતો હતો. //૧૫૯ો ચારે બાજુથી રમતા શયાતરોના પુત્રોને વિષે પણ તે ગ્રહણ કરેલ સામાયિની જેમ સર્વમાં સમાન બુદ્ધિવાળો તે હતો. ૧૯oll સાધ્વીના ઉપાશ્રયમાં રમતાં પુસ્તકાદિને ગ્રહણ કરતો હતો અને બાળકની લીલાના આચરણો વડે હંમેશાં તે સાધ્વીજી ભગવંતને પણ ખુશ કરતો હતો. ૧૯૧૫ સાધ્વીઓના ઉપાશ્રયમાં ઘોડિયામાં રહેલા, ભણતા અને સ્વાધ્યાય કરતા સાધ્વીજી ભગવંતનું સાંભળીને મહાબુદ્ધિશાળી પદાનુસારી લબ્ધિવાળા માતૃકા અક્ષરની જેમ રમત માત્રમાં તે ભગવાન જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અગિયાર અંગો ભણ્યા. ૧૯૨-૧૯all સર્વ પ્રકારે ગુણથી ઉજ્જવળ એવા પોતાના પુત્રને જોઈને લુબ્ધ થયેલી સુનંદાએ શય્યાતરીઓને કહ્યું કે મારો પુત્ર મને અર્પણ કરો. I/૧૬૪તેઓએ કહ્યું કે આ કોનો પુત્ર છે ? અમે જાણતા નથી. પરંતુ ગુરુઓએ સ્વયં પાસે રખાયેલો આ અમને થાપણ તરીકે આપ્યો છે. ૧૯૫l ગુરુ વિના આને અમે બીજા કોઈને પણ અર્પણ કરશું નહિ. અમારા ઘરમાં પણ તમે વજની માતા છો, આ બુદ્ધિથી આવતા નહિ. I/૧૯કા રાંક (ગરીબ) ભોજનને દૂરથી જ જુએ, તેમ દૂર રહેલી તેણી પોતાના પુત્રને જોતી, ખેદથી વિચાર્યું કે હા, દુર્બુદ્ધિવાળી મેં રત્ન હાથમાંથી ખોયું. ૧૯ણા સાધ્વીઓના વંદન માટે આવેલી શ્રાવિકાની જેમ તેણી તેઓને આગ્રહપૂર્વક દૂર કરીને ત્યાં રહેલા પોતાના બાળકનું લાલન-પાલન કરતી હતી. ll૧૬૮૫ ગુરુઓ અહીં આવશે ત્યારે દેવાદારની જેમ પોતાના પુત્રને ગ્રહણ કરીશ. આ પ્રમાણે તેણી વિચારતી હતી. /૧૩૯ અનુક્રમે વધતો વજ પણ ત્રણ વર્ષનો થયો. ત્યારે પરિવાર સહિત ગુરુ પણ ત્યાં પધાર્યા. /૧૭ll. સુનંદાએ હવે ગુરુ પાસે પોતાના પુત્રની માંગણી કરી. ગુરુએ પણ કહ્યું કે, તે વિવેકીની ! આ પ્રમાણે બોલવું તને યુક્ત નથી. II૧૭૧ હે સુંદરી ! ભાવપૂર્વક દાન આપીને તેનો પશ્ચાત્તાપ પણ કરવો યોગ્ય નથી, તો પછી પાછું માંગવાની વાત જ ક્યાં ? II૧૭૨ા સાધુઓએ માંગણી પણ નહોતી કરી અને પાછું કહ્યું હતું કે તું માંગશે તો પણ મળશે નહિ. આ પ્રમાણે કહીને સાક્ષી પૂર્વક તેં આપ્યો, પછી ગ્રહણ કર્યો છે. I૧૭all તે સર્વ શું તને વિસ્મરણ થયું છે ? સુનંદાએ કહ્યું કે મને વિસ્મરણ નથી થયું. પરંતુ ત્યારે તેના રડવાથી કંટાળેલી અજ્ઞાનથી મેં આ કર્યું હતું. /૧૭૪ll તેઓનો આ પ્રમાણે પરસ્પર વિવાદ થયે છતે માણસોએ કહ્યું કે રાજા વિના આ વાદનો નિર્ણય થશે નહિ. //૧૭પાત્યારબાદ નગરના લોકો અને સ્વજનોની સાથે સુનંદા રાજાની પાસે ગઈ. ગુરુ પણ સર્વસંઘથી પરિવરેલા ગયા. ૧૭૬ોત્યાં રાજાએ ઔચિત્ય કરીને સુનંદાને ડાબી બાજુ અને સંઘથી યુક્ત સિંહગિરિ ગુરુને જમણી બાજુ બેસાડ્યા. ll૧૭૭ી ધર્મતુલાની ઉપમાવાળા રાજાએ તે બંનેના વાદને સાંભળીને મનથી સારી રીતે વિચારીને નિર્ણયને કહ્યો. ૧૭૮ બંને પક્ષની વચમાં પુત્રને અહીં બેસાડો. બોલાવો. બોલાવાથી જેની પાસે પુત્ર જાય છે તેનો થાય. ||૧૭૯ી બંનેએ વાત સ્વીકારી. કેમ કે રાજાએ કહેલાનું ઉલ્લંઘન કોણ કરે ? પરંતુ તે રાજા ! બાળકને પહેલાં કોણ બોલાવે ? /૧૮૦ના અપક્ષપાતી રાજાએ તત્પણ કહ્યું કે સર્વત્ર પુરુષ પ્રધાન (મુખ્ય) છે. તેથી ગુરુઓ પહેલાં બોલાવે. I/૧૮૧I સુનંદાના પક્ષપાતી એવા નગરજનોએ કહ્યું કે હે દેવ ! આ લાંબા સંસર્ગથી સાધુઓ ઉપર નેહવાળો છે. ૧૮રા પતિ અને પુત્ર વિનાની આ શું અનુકંપા પાત્ર નથી ? તેથી ઉત્પન્ન થયેલ કરૂણાવાળા રાજાએ કહ્યું કે ભલે સુનંદા પહેલાં બોલાવે. ૧૮૩ રાજાથી આદેશ અપાયેલી સુનંદાએ આનંદપૂર્વક પોતાના માણસોની પાસે ઘણા રમકડા અને ખાવાની વસ્તુઓ મંગાવડાવી. ll૧૮૪ll હવે રાજાની સભામાં બરાબર મધ્યમાં વજકુમારને બેસાડ્યો. સમસ્ત રત્નોના
SR No.022114
Book TitleSamyaktva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy