________________
૧૯૬
સખ્યત્વ પ્રકરણ
મહાકષ્ટપૂર્વક છ મહિનાથી મેં આનું પાલન કર્યું છે. II૧૩૩ll જન્મથી જ આરંભીને હંમેશાં રડવાથી નહિ અટકેલા આનાથી હું કંટાળી ગઈ છું. તેથી આને ગ્રહણ કરો. I૧૩૪ આવા પ્રકારના રડતા પુત્ર કરતાં પુત્ર ન હોય તે સારું. કેમ કે આંખ ફોડી નાંખે તેવા અંજન વડે શું ? /૧૩પા ધનગિરિએ પણ કહ્યું કે હે પુણ્યશાળી ! આ પુત્રને હું ગ્રહણ કરીશ, પછી પાછળથી તને પશ્ચાત્તાપ થશે. તેથી પોતાના સ્વજનો સાથે તું વિચારી લે. એક વખત અર્પણ કર્યા પછી પાછો મેળવાશે નહિ. તેણીએ પણ કહ્યું કે હે મુનિ ! મેં વિચારી જ લીધું છે. આ પુત્ર આપને જ અપાય../૧૩૩-૧૩૭ી ત્યારે સર્વ પાડોશીએ પણ કહ્યું કે હે મુનિ ! ફોગટ વિલંબ ન કરો. કેમ કે સુનંદા સારા સ્થાનમાં સ્થાપિત કરાયેલા નિધિ જેમ તમને આપે છે તો તેને આનંદ જ થશે. I/૧૩૮ તમારા પુત્ર વડે મને લોહી વગરની ચામડા અને હાડકાવાળી જ કરાઈ છે તે જુઓ. ભૂખ લાગે તો ખાવા પણ દેતો નથી. નિદ્રાથી સુખપૂર્વક સુવા પણ દેતો નથી. I/૧૩૯ સમસ્ત પાડોશીઓને સાક્ષી કરીને તેણીએ અર્પણ કરેલા ઝોળીમાં મૂકેલા તે પુત્રને ધનગિરિએ ગ્રહણ કર્યો. ll૧૪ll તે જ વખતે સંસારનો ડર ચાલ્યા ગયાની જેમ ઈચ્છિત સાધ્ય થવાથી તે બાળ અત્યંત આનંદિત થયો અને રડવાથી વિરામ પામ્યો. I/૧૪૧I સચિત્ત એવી ભિક્ષાને ગ્રહણ કરીને તે બંને મુનિઓ ગુર્વાજ્ઞાને વિચારતાં ગુરુની પાસે આવ્યા. ll૧૪૨ી તેના ઘણા ભારથી નિધાન કલશાની જેમ નમી ગયેલા હાથવાળા ધનગિરિને જોઈને ગુરુએ કહ્યું. ૧૪૩ હે મુનિ ! અતિ ભારથી પીડાયેલાની જેમ શ્રમના પરસેવાથી તમે થાકેલા જણાવ છો. તે ભારને દૂર કરવા માટે ગુરુએ પણ હાથ પસાર્યા. ll૧૪૪દેવદુષ્યના પુટમાંથી બહાર નીકળેલા દેવકુમારની જેમ ધનગિરિએ ઝોળીમાંથી તે શિશુને (બાળકને) બહાર કાઢયા. ૧૪પા પ્રયત્નપૂર્વક રત્નની જેમ ગુરુને અર્પણ કર્યો. ગુરુના પણ હસ્તકમળ તેના ભારથી નમ્યા. ll૧૪ll નમેલા હાથવાળા અતિ વિસ્મિત થયેલા ગુરુએ તેને કહ્યું કે અહો ! આપ, આ વજ જેવા ભારવાળો કેવી રીતે અહીં સુધી લાવી શક્યા ? ૧૪થી. ત્યારપછી અતિ પુણ્યશાળી તે યોગ્ય પાત્રની પ્રાપ્તિથી શાંતિવાળા ગુરુએ તેનું વજ આ પ્રમાણે નામ પાડ્યું. I૧૪૮ આ પુણ્યશાળી મહાન શાસનનો આધાર થશે. તેથી ચિંતામણિ રત્નની જેમ આદરપૂર્વક પ્રયત્નથી રક્ષણ કરવા યોગ્ય છે. ૧૪૯ો તેથી સ્થિરવાસ રહેલા પોતાના વૃદ્ધ સાધ્વીને બોલાવીને કહ્યું કે વજબાળકની અતિ મોટી ચિંતા કરવા યોગ્ય છે (લાલનપાલન કરવા યોગ્ય છે.) ૧૫olી ત્યારબાદ સિંહગિરિ ગુરુએ સ્વયં પોતાના સર્વસ્વની જેમ તે બાળકને તે શ્રાવિકાઓને પાલન માટે અર્પણ કર્યો. ૧૫૧.
ગુરુઓએ પણ પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યો. કેમ કે મુનિઓ અને પક્ષીઓ ક્યાંય પણ એક ઠેકાણે રહેતા નથી. ઉપરા, શ્રાવિકાઓ પણ પોતાના પાપીષ્ઠ પુત્રથી પણ અધિક ધર્મપુત્રપણાથી તે બાળકનું હંમેશાં લાલન પાલન કરતી હતી. ll૧૫all ગુરુ ઉપરનાં બહુમાનથી સર્વ શ્રાવિકાઓ હું પહેલાં, હું પહેલાં, એ પ્રમાણે દરેક લાલન-પાલનની ઉપચાર વિધિ કરતી હતી. II૧૫૪ શ્રાવિકાઓના સમૂહથી એક હાથમાંથી બીજાના હાથમાં સંચાર કરાતા હીંચકામાં અથવા પારણામાં તેને બહુવાર રહેવું ન પડ્યું. /૧૫પી/ તે બાળકને રમતો વડે રમાડાતા અને ઉલ્લાપો વડે બોલતા શય્યાતરની સ્ત્રીઓના દિવસો ક્યાં પસાર થતા તે જણાયા નહિ. I/૧૫કા વયથી બાળક, પણ પરિણામથી વૃદ્ધના જેવો તે થયો. મુનિની જેમ સ્થિર એવા વજમાં ક્યાંય પણ ચપળતા હતી નહિ. I/૧૫ણી જાતિસ્મરણથી સમસ્ત મુનિચર્યાને જાણતાં પ્રાસુક અન્નજળ વડે પ્રાયઃ આજીવિકાને તે કરતો હતો. II૧૫૮ જ્ઞાનરત્નનિધિ જેવો ખરેખર બાળક પણ તે નીહારાદિ