________________
૧૯૮
સભ્યત્વ પ્રકરણ
સારભૂત એવા હીરાની જેમ તે રહ્યો. ll૧૮પી સુનંદાએ હાથ પસારીને ખુશ થતી અમૃત સરખી સ્નેહના અભિનયથી સુંદર એવી વાણીથી કહ્યું કે હે વત્સલ ! તું આવ આવ ! રૂક્ષ્મણીના ખોળાને જેમ પ્રદ્યુમ્ન, ઈન્દ્રાણીના ખોળાને જેમ જયદત્તે તેમ તું મારા ખોળાને અલંકૃત કર. /I૧૮૭-૧૮થી હે વત્સ ! ચકોરીની જેમ ઉત્કંઠાવાળી મને પૃથ્વીતલ પર સંપૂર્ણ અવતરેલા ચંદ્રના જેવા તારા મુખને બતાવ. I/૧૮૮l મારી સન્મુખ જોવા વડે રાંકડી એવી મારા ઉપર તું અનુગ્રહ કરે. વળી તે પુત્ર ! મનોહર એવા આલાપ પણ તું કેમ કરતો નથી ? I૧૮૯ો પોતાની માતાને ન તિરસ્કાર. હે મારા જીવિત ! તું આવ આવ. તારા વિયોગરૂપી અગ્નિના તાપથી પીડાયેલી આલિંગન વડે (ભેટીને) જીવાડ. ll૧૯olી આ પ્રમાણે તે બાળક ! વિલાપથી દીન થયેલી મને તું જવાબ આપ. માતા એવી મને પણ તું વૈરિણીની જેમ કેમ અવગણે છે ? I/૧૯૧ી સામંતની ચિંતા વડે આ તારો ચંદ્રકાંત મણિમય હાથી છે. દેવનો હાથી નાનો થઈને જાણે તને રમાડવા માટે આવેલો છે. ૧૯૨ા હે પુત્ર ! સુવર્ણમય ઘોડો કેવા પ્રકારનો ઘડાયેલો જણાય છે. તું જો. વેગથી સમુદ્રના કિનારા તરફ લાગેલો જાય છે. ૧૯૩ી આ બાજુ, ભિન્ન ભિન્ન રત્નોથી બનાવેલ, મનની સાથે ગોળ ફરીને શાંત કે થાકેલા અંતઃકરણને સવારી કરાવનાર એવા ક્રીડારથને દીકરા ! જો. ||૧૯૪ ઢાલ અને તલવારને ધારણ કરેલા લાકડાના બે યોદ્ધાને જો. જાણે કે ખીલીના પ્રયોગથી જીવતા જેવા (સજીવન જેવા) જાણે કે યુદ્ધ કરે છે. ૧૯૫ા ઈન્દ્રનીલ શરીરવાળા તેમજ પારાગ સરખા પગ અને ચાંચવાળા, કહેવાની ઈચ્છાવાળા જેમ તારી આગળ આ ક્રિીડા માટેના પોપટ દેખાય છે. ૧૯ી દોરીના ખેંચવાથી નૃત્ય કરતી, જાણે તારા ગુણોને ગાવા માટે ગાયકનું ધારણ કર્યું છે સ્વરૂપ જેણે એવી લાકડાની નર્તકીને જો. ૧૯ી હે કળામય ! તારી આગળ કળાને બતાવવાને માટે આવેલા કાષ્ટમય આ વાંસળી વિણા વગેરે વાજિંત્રોને તું જ. I/૧૯૮ી આ સિંહને, હાથીઓને, બળદોને, વાંદરાઓને તું ગ્રહણ કર (લે) હે વત્સ ! કેમ તું આજે કંઈ પણ કૌતુકને જોતો નથી. /૧૯૯ો હે વત્સ ! આ મનોહર હાર કંઠમાં ધારણ કર. જેનાથી તારું મુખ કમળ જાણે કે તારાઓની શોભાથી સુશોભિત ચારે બાજુ વચ્ચે ચંદ્ર હોય તેમ તે શોભશે. ll૨૦૦II હે વત્સ! દેદીપ્યમાન કાંતિવાળા ! બે સુવર્ણ કુંડલો કાનમાં ધારણ કર. જે બંનેની વસંતઋતુ વિના પણ હીંચવાની રમત છે. ૨૦૧ી હે સૌભાગ્યાગ્રિમ ! આ વીંટીઓ વડે તારી હાથની આંગળીઓને શોભાવ. જે વીંટીઓ તારા હાથ રૂપી વેલડીના ફળની જેમ શોભા પામે. ર૦રા હે વત્સ ! રાખડી તાવીજની જેમ ભુજા ઉપર બાજુબંધને બાંધ. હે પુત્ર ! તું સ્થિર મુંગો કેમ છે ? મસ્તક પર પાઘડીને બાંધ. ૨૦૩આ દિવ્ય એવા રેશમી વસ્ત્રનું પરિધાન કર. આ સુવર્ણમય ચોયણીને અંગ ઉપર અંગીકાર કર. //ર૦૪ હે વત્સ ! ઢાંકનાર એવા રેશમી વસ્ત્રનો સ્વીકાર કર અને હે કુમાર ! આ ફરકતા રત્નના દડાનો તું સ્વીકાર કર. //ર૦પા હે બાલ ! મનને પ્રમોદ આપનાર આ લાડવાઓને તું ગ્રહણ કર અને થીજાઈ ગયેલ અમૃત સમાન સાકરના ટુકડાને ગ્રહણ કર. ૨૦ાા આ મધુરતાની સીમાવાળા વરસોલકના સમૂહો છે. મધ્યમાં છિદ્ર પાડીને દોરાથી પરોવેલા ખજૂર, પતાસા, ખાંડ વગેરે ખાવાની વસ્તુને વરસોલક કહેવાય છે. વળી ખાંડના રસથી અદ્ભુત આ તલના લાડવા છે. ૨૦૭ી દિવાના કાંગરા જેવી આ ખજૂરની સળીઓ છે. આ બાજુ ઓળખવામાં મુખ્ય એવી એટલે આકર્ષણ કરે તેવી દ્રાક્ષો છે અને આ બાજુ આ સુખડી છે. /ર૦૮ll સારા કવિના કાવ્યની જેમ ચાવવાથી રસવાળા થાય એવા નાળિયેરના ગોળા મારી પર કૃપા કરીને ગ્રહણ કરાય. ૨૦૯ વળી રસના સર્વસ્વ જેવા દાડમ, નારંગી, કેરી (આંબો) કેળા વગેરે ફળોના