________________
આર્યરક્ષિતસૂરિ કથા
૧૯૩
તેણે પણ કહ્યું કે હે તાત ! મારી માતાને આ શેરડીઓ તમે અર્પણ કરજો. વળી હું દેહની ચિંતાને માટે બહાર જઉં છું. //પ૩ી અને કહ્યું કે માતાને કહેજો કે ઘરમાં નીકળેલા તમારા પુત્રને સૌથી પહેલો હું જ શેરડી હાથમાં લઈને મળ્યો છું. ll૧૪ આર્યરક્ષિતે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તે બ્રાહ્મણે તેની માતાને કહ્યું. આનંદપૂર્વક (સહિત) રુદ્રસોમાં પણ ત્યારે પરિભાવના કરવા લાગી. પપા જતા એવા મારા પુત્રને આ શુભ શુકન થયા છે. તેથી નિચ્ચે તે નવ પૂર્વ તો અખંડ રીતે મેળવશે. //પકા અથવા તો દૃષ્ટિવાદના નવ અધ્યયનો અથવા તો નવ અંગને અને દશમાના ખંડને જતો એવો સોમદેવનો પુત્ર (આર્યરક્ષિત) ભણશે. આ પ્રમાણે વિચાર્યું. //પણા
હવે ઈસુવાટના દ્વારમાં જઈને ક્ષણવાર આર્યરક્ષિતે વિચાર્યું કે ગુરુની પાસે કેવી રીતે જવાય ? તેનું જ્ઞાન નથી તો હું કેવી રીતે જાઉં ? પટો આ ગુરુની પાસે જવાની ઉપચાર વિધિને નહિ જાણતો હું ત્યાં ગયો તો પણ શ્રાવકોને હાંસીપાત્ર થઈશ. પા તેથી કાર્યવશથી જેમ ક્ષણવાર અહીં જ રહીને વળી કોઈ પણ વંદન કરવાના સ્વભાવવાળાની સાથે હું અંદર જઈશ. Iકoll આ પ્રમાણે વિચારીને તે દ્વારમાં દ્વારપાળની જેમ રહ્યો. કેમ કે વિદ્વાનો ક્યારે પણ કંઈ પણ વિચાર્યા વગર કરતા નથી. Iકના વિસ્તૃત કરેલ કર્ણપટો વડે સારા બુદ્ધિશાળી સુસાધુઓના સ્વાધ્યાયરૂપી અમૃતને તૃષ્ણાથી પીડાયેલાની જેમ પીતો તે ત્યાં રહ્યો. કરા હવે કોઈક ઢઢર શ્રાવક ત્યાં વંદન કરવા માટે આવ્યો અને તેણે મકરમાં સંક્રાન્ત પામેલા સૂર્યની જેમ ઉત્તરાસંગ કર્યું. Iકall ત્રણ વાર નિસાહિ બોલતો તે પ્રવેશ્યો. હવે ઈર્યાપથિકી પ્રતિક્રમવા તે ઉંચા સ્વરે બોલ્યો. [૩૪] ત્યારબાદ ગુરુ અને સુસાધુઓને વિધિપૂર્વક વંદન કરીને પીઠને છેડા વડે પ્રતિલેખન કરીને ગુરુની આગળ તે બેઠો. IIકપીતેની સાથે જ આર્યરક્ષિત પણ પ્રવેશ કરીને તેની વિધિને જોતા જોતા બુદ્ધિશાળી એવા તેને પણ તેની સાથે જ સર્વ વિધિ કરી. Iકકી પરંતુ આર્યરક્ષિત ઢઢર શ્રાવકને વંદન કર્યા વગર જ બેઠો. તે જોઈને ગુરુએ પણ જાણ્યું કે આ કોઈ પણ નવો શ્રાવક છે. ક૭ી આદરપૂર્વક ધર્મલાભના આશીર્વાદ આપી ગુરુએ પણ તેને પૂછ્યું કે તને ધર્મની પ્રાપ્તિ કોનાથી થઈ છે ? Iકટ વિસ્મય પામેલા તેણે પણ જે પ્રમાણે થયું હતું તે કહ્યું. હમણાં જ આ શ્રાવકથી ધર્મની પ્રાપ્તિ મને થઈ છે. કલા પરંતુ તે પૂજ્યો, આપે કેવી રીતે જાણ્યું કે હું નવો છું ? તે કૌતુકને કહો, જેથી વિધિમાં કંઈ પણ ન્યૂનતા રહેલી હોય તે અમારાથી દૂર થાય. ll૭૦ll ગુરુએ કહ્યું કે હે કલ્યાણકારી ! તમે જેવું જોયું તે સર્વ કર્યું. આપની જેમ મહાબુદ્ધિશાળી કોણ ખરેખર આ પ્રમાણે જાણે છે ? ll૭૧// પરંતુ પાછળથી આવેલા એ શ્રાવકને વંદન કરવું જોઈએ. (પ્રણામ કરવો.) આ વિધિ નહિ જોવાથી તે કેવી રીતે કરે ? તેથી તે નવો છે એ મેં જાણ્યું. ll૭૨ા મુનિઓએ પણ કહ્યું કે હે ગુરુ ભગવંત ! વેદના શાસ્ત્રનો પારગામી રુદ્રસોમાનો પુત્ર આ આર્યરક્ષિત છે. ||૭૩ll ચૌદ વિદ્યાને ભણીને આવતા આને હાથી ઉપર બેસાડીને આ નગરમાં રાજાએ પ્રવેશ કરાવ્યો. I૭૪ હવે આર્યરક્ષિતે કહ્યું કે હે પ્રભુ ! આજે માતાએ મને આપની પાસે દૃષ્ટિવાદ ભણવાને માટે મોકલ્યો છે, તે હું છું. ll૭પી.
માતા દૃષ્ટિવાદ રહિત મારું સર્વ ભણેલું નેત્રો વિનાના સુંદર રૂપવાળા મનુષ્યની જેવું માને છે. ll૭કા તેથી મારા ઉપર મહેરબાની કરીને મને જલ્દી દૃષ્ટિવાદને આપો. જેથી માતાના વચનને આચરીને (અનુસરીને) તેમને આનંદ ઉત્પન્ન કરાવું. ૭૭ી બાલના લાલન-પાલનનું કષ્ટ અને તે તેવા પ્રકારનો સ્નેહ અને વળી સુખ અને દુઃખપણામાં માતાનું જે સમાનપણું છે, તે અન્યનું (બીજાનું) હોતું નથી. ll૭૮ તેથી