________________
૧૯૨
સમ્યક્ત્વ પ્રકરણ
ગયેલ હોઠને દાંતની પંક્તિવાળો, સૂર્યની ગરમીને ઢાંકનાર એવા પોતાના યશરૂપી ઉજ્જ્વળ છત્રને ધારણ કરનાર, તેજવાળાઓમાં અગ્રેસર એવો તે આર્યરક્ષિત જલ્દીથી ઉઠીને પોતાના સ્થાને ગયો. II૨૫-૨૬-૨૭ સ્નેહથી ભીંજાયેલી આંખવાળો ભક્તિથી પ્રેમપૂર્વક પોતાની માતાને નમ્યો અને માતાએ પણ કહ્યું કે હે વત્સ ! અક્ષય થા. અજરામર થા. ॥૨૮॥ આ પ્રમાણે આશીર્વાદ આપીને અને સ્વાગતને પૂછીને તેણી ઉદાસીનની જેમ રહી. બીજુ કંઈ પણ તેણીએ પૂછ્યું નહિ. I॥૨૯॥ માતાના પુત્ર પ્રત્યેના પ્રેમ, વાત્સલ્યયુક્ત તે ઉલ્લાપ વિગેરે સંભ્રમને પોતા પ્રત્યે નહિ જોતા તેણે (આર્યરક્ષિતે) આ કહ્યું. II૩૦॥ હે માતા ! મારા અધ્યયનથી આખું નગર આશ્ચર્યચકિત થયું છે. તું તો વળી મને સ્નેહથી પણ કેમ કાંઈ બોલાતી નથી. ।।૩૧। સર્વ વિદ્યાવાળા સાક્ષાત્ બ્રહ્માની જેમ મને માનતા રાજા આદર-સત્કાર કરે છે. હે માતા ! તું કેમ ખુશ થતી નથી ? ॥૩૨॥ રુદ્રસોમાએ કહ્યું કે હે વત્સ ! નરકમાં લઈ જનારા હિંસાશાસ્ત્રો તું ભણીને આવ્યો છે. તેવા ભણવા વડે હું કેમ ખુશ થાઉં ? ।।૩૩।। ભવિષ્યમાં તને નરક મળશે એમ જાણીને હું વિહ્વળ (દુ:ખી) છું. તેથી જ તારું આ ઐશ્વર્ય મને ૨ાખ (ઘાસ) સરખું ભાસે છે. ।।૩૪।। તું જો દૃષ્ટિવાદ ભણીને આવશે તો હર્ષના પૂરથી પૂરાયેલી (ભરાયેલી) ક્યાંય પણ સમાઈશ નહિ. II૩૫।। મિથ્યાદ્દષ્ટિને દુર્લભ અને સમ્યગ્દષ્ટિઓને જેના શ્રવણ માત્રથી સ્વર્ગ અને મોક્ષને આપનાર થાય છે તો વળી આ અંગ ભણવાથી શું ન થાય ? (નિશ્ચે મોક્ષ થાય જ.) ॥૩૬॥
હવે આર્યરક્ષિતે વિચાર્યું અન્ય લોકોને ખુશ કરવા વડે શું ? જે ભણવાથી મારી માતા ખુશ થાય તેને જ હું હમણાં ભણું. II૩૭II ખરેખર દૃષ્ટિવાદએ નામનો અર્થ મને સુંદર ભાસે છે. ખરેખર આના વડે દૃષ્ટિ બતાવાય છે અને તેનો વાદ એટલે જ તત્ત્વનો નિર્ણય. II૩૮॥ આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે હે માતા ! દૃષ્ટિવાદને ભણાવનાર કોઈ પણ ગુરુ મને બતાવ કે જેની પાસેથી ભણીને હું આવું. II૩૯।। તે સાંભળીને જલ્દીથી અમૃતરૂપી પાણીના કણિયાઓ વડે સિંચાયેલાની જેમ ઉલ્લસિત પ્રેમવાળી રુદ્રસોમાએ આર્યરક્ષિતને કહ્યું: I॥૪૦॥ હે વત્સ ! (પુત્ર) દૃષ્ટિવાદને ભણાવનાર શિષ્ય ઉપર વાત્સલ્યવાળા તોસલિપુત્ર નામના આચાર્ય પોતાના ઈક્ષુવાટ ગૃહમાં છે. II૪૧॥ હે વત્સ ! તેમના બંને ચરણરૂપી કમળમાં ભમરા જેવો થઈને ભજજે. જેથી તે આચાર્ય ભગવંત તને દૃષ્ટિવાદને ભણાવશે. ॥૪૨॥ હવે આર્યરક્ષિતે કહ્યું કે હે માતા ! સવારના જલ્દીથી તેમની પાસે વિદ્યાર્થીની જેમ ભણવાને માટે હું જઈશ. II૪૩/૫ દૃષ્ટિવાદના નામના અર્થને વારંવાર વિચારતા આખી રાત્રિ તેણે નિદ્રા વગરની ૫સાર કરી. ૪૪૫ હવે સવારમાં ઉઠીને માતાને નમીને હે માતા ! આ હું જઉં છું, એ પ્રમાણે કહીને આર્યરક્ષિત ઘરમાંથી બહાર નીકળ્યો. ૪૫॥ પોતાના પુત્રના હિતની આકાંક્ષાવાળી માતા પણ આશ્વાસન પામી અને કહ્યું કે હે વત્સ ! જલ્દીથી તું દષ્ટિવાદમાં પારંગત થા. II૪૬॥ શેરડીના સાંઠા ૯ પૂર્ણ અને એક અડધો હાથમાં છે જેનો એવો, નજીકના ગામમાં રહેનારો પિતાનો મિત્ર બ્રાહ્મણ, ઘરમાંથી નીકળેલા આર્યરક્ષિતને મળવા માટે જ આવતો સન્મુખ મળ્યો. II૪૭-૪૮॥ અંધકા૨પણું હોવાથી અને કંઈક લાંબા કાળે નહિ જોવાથી પણ તેને ઓળખી ન શકવાથી પૂછ્યું કે કોણ તું આર્યરક્ષિત છે ? II૪૯ સોમદેવના પુત્રે કહ્યું કે હા, હું આર્યરક્ષિત છું. તે સાંભળીને જલ્દીથી ખુશખુશાલ થયેલા તેણે કહ્યું. ॥૫॥ હે ભાઈના પુત્ર ભત્રીજા ! કાલે આપને વ્યાક્ષેપથી જોયા ન હતા. તેથી ખાબોચિયાના પાણીની જેમ તું અપ્રસાદથી (મહે૨બાની વગરનો) કલુષિત ન થા. ૫૧॥ આ પ્રમાણે કહીને ગાઢ આલિંગન કરીને સ્વાગતના આલાપપૂર્વક કહ્યું કે હે વત્સ ! આ શે૨ડીઓ તારા ભેટણા માટે સન્મુખ લાવ્યો છું. ૫૨॥